રોબોટ બિઝનેશ કાર થી પણ મોટો – મસ્ક

વિશ્વ ના સૌથી ધનિકો ની યાદી માં ટોચ ના ગણાતા ઉદ્યોગપતિ – ટેસ્લા ઇંક ના સીઈઓ અને સ્પેકએક્સ ના ફાઉન્ડર એલન મસ્ક ના જણાવ્યા અનુસાર આવનારા સમય માં રોબોટ ઈન્ડસ્ટ્રી કાર ના માર્કેટ કરતા અનેક ગણી મોટી બની શકે છે. તેમનું ધ્યાન આવનપરા સમય માં આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ના બિઝનેશ ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરશે.એલન મસ્ક એ ગત સપ્તાહે કંપની ની કમાણી સંદર્ભે રોકાણકારો સાથે વાત કરતા જણાવ્યું હતુ કે તેઓ એઆઈ ના બિઝનેશ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. ટેસ્લા રોબોટ ના ધંધા માં ઉજ્જવળ ભવિષ્ય ની વિપુલ તકો જોઈ રહી છે. આવનારા સમય માં કંપની માટે તે કાર ના બિઝનેશ કરતા પણ અનેક ગણો વધારે અને નફાકારક સાબિત થઈ શકે છે. તેમનું આયોજન નવા રોબોટ અંગે વ્યવરૂ પાય ની તકો શોધવા નું અને વિસ્તારવા નું છે. વર્તમાન સમય માં વાહનો કરતા અનેક ગણી વધારે શક્યતા રોબોટ વર્લ્ડ માં કામ કરશે.

આ અંગે કંપની એ ગત વર્ષે જ રોબોટ ઓપ્ટિમસ નામક પ્રોજેક્ટ ની રૂપરેખા તૈયાર કરી હતી.તેમાં રોબોટ ને માણસો જેવા હાવભાવ સાથે ડાન્સ કરતો બતાવતો વિડીયો પ્રદર્શિત કરાયો હતો જેણે બાદ માં ઈન્ટરનેટ ઉપર ધૂમ મચાવી હતી અને તેના હજારો મીમ્સ પણ બન્યા હતા. જો કે એલન મસ્ક પોતાના દેશ ના રાષ્ટ્રપતિ જો બાયડન થી ફરી એકવાર નારાજ છે. પપા તાા ની Fારા જ ગી દર્શાવતા તેમણે જો બાયડન ને ટેગ કરી ને સોશ્યિલ મિડીયા ઉપર એવા કઠપૂતળી ગણાવ્યા છે કે જે અમેરિકન નાગરિકો ને બેવકૂફ સમજી રહ્યા છે. એલન મસ્ક ની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન હાલ ની નારાજગી નું મુખ્ય કારણ એ છે કે તાજેતર માં જ બાયડન એ અમેરિકી ઈલેક્ટ્રીક કાર કંપનીઓ ના મુખ્ય અધિકારીઓ સાથે એક બેઠક આયોજી હતી. જો કે તેમાં એલન મસ્ક કે ટેસ્લા ને આમંત્રણ ન અપાતા તેઓ બાયડન થી નારાજ થયા હતા.જો કે એલન મસ્ક ની રોકાણકારો સાથે ની વાતચીત માં રોબોટ વર્લ્ડ અને એઆઈ બિઝનેશ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા નું જણાવાયા બાદ ન માત્ર અમેરિકા ના, પરંતુ વિશ્વ ના ઘણા ઉદ્યોગ સાહસિકો પણ આ ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રીત કરશે તેમ નિશંકપણે મનાય છે.

Leave a Reply

Your email address will not be published.