‘વડાપ્રધાન ટ્રુડો સત્તારુઢ નિવાસસ્થાને થી અલોપ

કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટુડો કેનેડા ની રાજધાની ઓટાવા પહોંચેલા ફરજીયાત રસીકરકણ વિરોધી પ્રદર્શનકારીઓ ના હજારો ની સંખ્યા માં કાઢેલી રેલી ના પગલે તેમના સા ના વા ૨ નિવાસસ્થાને થી પરિવાર સહિત અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.કેનેડા માં હજારો લોકો એ રસીકરણ ને ફરજિયાત બનાવવા માં તેમ જ કોવિડ૧૯ પ્રતિબંધો નો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરનારાઓ માં મોટાભાગ ના ટ્રક ડ્રાઈવરો છે જેમના માટે રસીકરણ ફરજીયાત બનાવ્યું છે. સરકાર ના આદેશ મુજબ કેનેડા થી યુ.એસ. જતા ટ્રક ડ્રાઈવરો માટે ૧૫ જાન્યુ. થી રસીકરણ ફરજીયાત બનાવાયુ હતું. રસીકરણ વગર ના ડ્રાઈવરો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવા ઉપરાંત આઈસોલેશન પણ ફરજિયાત કરાવાયું છે. ટ્રક ડ્રાઈવરો માટે યુ.એસ. માં પણ આવો જ નિયમ ૨૨ જાન્યુ. થી અમલમાં આવ્યો છે. યુ.એસ. કેનેડા સરહદે નિયમિત મુસાફરી કરતા વ્યવસાયિકો માટે તેમ જ મુખ્યત્વે ટ્રક ડ્રાઈવરો એ આ વ્યવસાયિકો માટે તેમ જ મુખ્યત્વે ટ્રક ડ્રાઈવરો એ આ સરકારી આદેશ ના વિરોધ માં દેશભર માં થી રાજધાની ઓટાવા કૂચ કરતા ફીડમ કોન્વોય” શરુ કર્યો હતો.

આ દરમ્યિાન કેટલાક પ્રદર્શનકારીઓ વડાપ્રધાન જસ્ટિન ટુડો ની નીતિઓ ની આકરી ટીકાઓ કરતા તેમને નિશાનો બનાવ્યા હતા. કેટલાક લોકો ના હાથ માં બેનરો, પ્લેકાર્ડસ પણ હતા જેની ઉપર વડાપ્રધાન માટે અભદ્ર ભાષા પ્રયોગ કરાયો હતો. આ વિરોધ પ્રદર્શન ના આયોજકો એ રસીકરણ ને ફરજિયાત બનાવવા ના નિર્ણય અને કોવિડ-૧૯ પ્રતિબંધો પાછા ખેંચી લેવા અને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ના રાજીનામા ની હાકલ કરી હતી. વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરેલા . . . પ્રદર્શનકારીઓ ની સંખ્યા ૫૦ હજાર થી પણ અધિક ની હોવા નું સૂત્રો દ્વારા જણાવાયું હતું. સમગ્ર દેશ ના વિવિધ પ્રાંતો ના ટૂકો અને અન્ય વાહનો એ શુક્રવારે રાજધાની ઓટાવા માં પ્રવેશવા નું શરુ કર્યું હતું. અંદાજીત ૨૦,000 ટ્રકોવાળા, ૩૦ કિ.મી. લાંબા આ ફ્રીડમ કોન્વોય ના પ્રદર્શનકારીઓ એ કોવિડ પ્રતિબંધો ની સરખામણી ફાંસીવાદ સાથે કરી છે. તેઓ એ કેનેડિયન ધ્વજની સાથે ગાઝી પ્રતિકો દર્શાવ્યા હતા અને કેનેડા ના વડાપ્રધાન ની આકરી ટીકા કરી હતી. હજારો ટ્રકો એ પાટનગરી ઓટાવા માં પાર્લામેન્ટ હાઉસ ખાતે ઘેરાવ કર્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ના નિવાસસ્થાન તરફ જતા રસ્તાઓ ઉપર હજારો ટ્રકો ના અવાજ સંભળાઈ રહ્યા છે.

ટ્રક ડ્રાઈવરો સતત હોર્ન વગાડી રહ્યા છે અને સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. હજારો ટ્રક ડ્રાઈવરો અને સરકાર ની નીતિ નો વિરોધ કરી રહેલા લોકો એ વડાપ્રધાન ના આવાસ ને ઘેરી લીધું હતું. જો કે સલામતી ના કારણોસર વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવાર ને એક દિવસ અગાઉ જ ગુપ્ત, સલામત સ્થાને ખસેડી દેવાયા હતા.જો કે વડાપ્રધાન ટ્રુડો એ હજુ પોતાની ણા નીતિ ઉપર અડગ રહેતા કહ્યું હતું કે આ પ્રદર્શનકારીઓ વિજ્ઞનિ વિરોધીઓ છે. તેઓ માત્ર પોતાના માટે જ નહિ, પરંતુ કેનેડા ના અન્ય લોકો ના સ્વાથ્ય માટે પણ જોખમરૂપ બની ગયા છે. કેનેડા માં અત્યાર સુધી માં ૮૨ ટકા લોકો એ વેક્સિન લઈ લીધેલી છે. હાલ માં તો વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો આંદોલનકારીઓ ના ડર થી પોતાનું સત્તાવાર નિવાસસ્થાન છોડી ને સલામત, ગુપ્ત સ્થળે ચાલ્યા ગયા છે. જે એક લોકશાહી દેશ ના વડાપ્રધાન માટે અવશ્ય શોભનીય સ્થિતિ નથી અને તેઓ પ્રદર્શનકારીઓ ને વિજ્ઞાન વિરોધી ગણાવી રહ્યા છે. ત્યારે થોડા તાજા ભૂતકાળ ની ધટના યાદ કરીએ તો ભારત માં જ્યારે કેન્દ્ર સરકાર ના ત્રણ કૃષિ કાનુનો સામે પાટનગરી દિલ્હી ને ઘેરી ને કિસાનો આંદોલન કરી રહ્યા હતા જેમાં કિસાન આંદોલન ના નામે દેશવિરDધી ખાલિસ્તાની સંગઠનો એ પાટનગરી નવી દિલ્હી અને લાલ કિલ્લા ખાતે વ્યાપક હિંસા પણ ફેલાવી હતી.

તે સમયે આ જ કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તથા તેમના અનેક મંત્રીઓ અને પણ માત્ર કેનેડા માં તુષ્ટિકરણ | ની રાજનીતિ કરતા કૃષિ આંદોલન ના સમર્થન માં અને કેન્દ્ર સરકાર ના વિરોધ માં નિવેદનો આપી ચૂક્યા હતા. કેનેડા માં તો આ પ્રદર્શનકારીઓ ની માત્ર પ્રથમ રેલી છે અને વડાપ્રાન પરિવાર સહિત પોતાનું નિવાસસ્થાન છોડી ગુપ્ત, સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. જો કે ભારત માં એક વર્ષ થી અધિક ચાલેલા કૃષિ આંદોલન દરમ્યિાન ક્યારેય ત્યાં ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સત્તાવાર નિવાસ સ્થાન છોડી ને ગુપ્ત, સલામત સ્થળે હિજરત કરવાની નોબત આવી ન હતી.હવે પ્રદર્શનકારી અને વડાપ્રધાન સુડો ના વિજ્ઞાન વિરોધી ગણાવ્યા બાદ આગળ પોતની લડત કઈ રીતે ચલાવે છે તે તો આવનારા સમય માં જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published.