‘સમાચારો સંક્ષિપ્ત માં

-૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે ભારતીય સેના કાશ્મિર માં રાજ્યનો સૌથી ઉંચો ત્રિરંગો લહેરાવશે. જમ્મુ-કાશ્મિરના કાશ્મિર પ્રાંતમાં શોપિયા જીલ્લાની બાલાપતેરા ખાતે આવેલી ગુડવીલ સ્કુલમાં કાશ્મિરનો સૌથી ઊંચો – ૧૫૦ ફૂટની ઊંચાઈનો તિરંગો ફરકાવાશે.

– ભારતને રશિયા તરફથી સૌથી ઘાતક હથિયાર એકે ૨૦૩ રાયફલ્સની ડીલીવરી મળી ચૂકી છે. આ ઘાતક એકે ૨૦૩ રાયફલને ભારતમાં પણ બનાવવાની યોજના છે. ભારતીય સેનાની જરુરિયાતને ધ્યાનમાં રાખીને પ્રથમ ૭૦ હજાર એકે ૨૦ રાયફલ્સની ડિલીવરી રશિયાથી સીધી ભારતને સોંપવામાં આવી હતી.

– ૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એ રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે કોરના ના કારણે ઉજવણીમાં ભલે થોડી ઓછી ધૂમધામ હોય પરંતુ આપણી ભાવના હંમેશાની જેમ મજબૂત રહેશે. તદુપરાંત તેમણે જણાવ્યું હતું કે બંધારણમાં હક્ક અને ફરજો સિક્કાની બે બાજુ સમાન છે અને આપણું ગણતંત્ર તેના ઉપર જ અડગ છે. તેમણે દેશ અને વિદેશમાં વસતા સહુ ભારતવાસીઓને પણ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

– લોકપ્રિય અભિનેતા સોનુ સુદ એ વિવાદાસ્પદ વિધાન કરતા કહ્યું હતું કે પંજાબમાં કોંગ્રેસ એ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી દેવી જોઈએ. સોનુ સુદ એ મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિધ્ધિ બન્નેની પ્રશંસા કરતા કહ્યું હતું કે નવજોત સિંગ સિધ્ધ એક અદ્ભુત વ્યક્તિ છે જ્યારે મુખ્યમંત્રી તરીકે ચન્નીનું કામ પણ ખૂબ પ્રશંસનીય છે. આ ઉપરસંત તેમણે કહ્યું હતું કે પાર્ટીએ ચન્નીને બીજી તક આપવી જોઈએ. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સોનુ સુદના વ્હેન કોંગ્રેસના ઉમેદવાર તરીકે પંજાબ વિધાનસભાની ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર છે.

– દિલ્હીની કેજરીવાલ સરકાર દારુ પીનાર ઓ ઉપર મહેરબાન થઈ ગઈ છે. કેજરીવાલ સરકાર એ ડ્રાય ડે અર્થાત કે જે દિવસે દારુનું વેચાણ ના થતું હોય તેની સંખ્યા ઘટાડીને માત્ર ત્રણ દિવસની કરી દીધી છે. કેજરીવાલ સરકારની મહેરબાનીથી હવે દિલ્હીવાસીઓ માટે દારુની દુકાન માત્ર ૧૫ મી ઓગષ્ટ, ૨૬ મી જાન્યુઆરી અને ગાંધી જયંતિના દિવસો સિવાય વરસના ૩૬૫ દિવસો ખુલ્લી રહેશે. આ ઉપરસંત સરકારની નવી નીતિ પ્રમાણે હવે દિલ્હીમાં દરેક વોર્ડમાં દારુની ત્રણ થી ચાર દુકાનો હશે. આ અગાઉ દિલ્હીના ૭૯ વોર્ડ વા હતા કે જ્યાં દારુની એક પણ દુકાન નહતી. જો કે કેજરીવાલ પંજાબ, ગોવા કે યુ.પી. વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં તેમની આ નવી એક્સાઈઝ પોલિરૂ |ીની ક્યાંય જાહેરાત નથી કરતા.

– અભિનેત્રી જૂહી ચાવલાએ કોર્ટમાં ૫ જી ટેકનોલોજી ના રોલ આઉટ ને પડકારતી કરેલી અરજી કોર્ટે કાઢી નાંખવા ઉપરાંત કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ૨૦ લાખ રૂા. ના ખર્ચનો દંડ ફટકાર્યો હતો. જુહી ચાવલાએ તે ઘટાડવા કોર્ટમાં કરેલી અરજી સંદર્ભે કોર્ટે જો જુહી પોતની ઈમેજનો ઉપયોગ કરી દિલ્હી રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના કાર્યક્રમમાં લોકોને પ્રેરણા આપવાનું સેવા કાર્ય કરવાની શરતે ૧૦ લાખ નો દંડ ઘટાડી ને ૨ લાખ કરી અપાશે તેમ| દિલ્હી હાઈકોર્ટે સંમતિ આપી હતી.

– ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારામને રજુ કરેલા કેન્દ્રીય બજેટમાં ભારતમાં એ પ્રથમ વખત ડિજીટલી કરન્સીને માન્યતા, ગંગા તટે ઓર્ગેનિક ખેતી, ૬૦ લાખ નોકરીઓનું સર્જન, ૩.૮ કરોડ ઘરોમાં નળ થી જળ, ૪૮ હજાર કરોડ ના ખર્ચે ૮૦ લાખ મકાનો બનાવવા તેમ જ એલઆઈસી નો આઈપીઓ લાવવા જેવી અગત્યની જાહેરાતો કરાઈ હતી.

– આ વખતના બજેટમાં ઈન્ફાસ્ટ્રક્ટર ઉપર વિશેષ ભાર મુકાતા ૨૫,૦૦૦ કિ.મી. નો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા, ગતિશક્તિ માસ્ટર પ્લાઝા અંતર્ગત નવા ૧૦૦ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ બનાવવા, શહેરી પરિવહનને રેલવે માર્ગ સાથે જોડવા, જાહેર પરિવહનમાં ગ્રીન ટેકનોલોજી નો પ્રચાર, જેવી યોજનાઓ આત્મનિર્ભર ભારતને વેગ આપશે.

– આ વખતના બજેટમાં સરકારે ખેડૂતોને અનુલક્ષીને મોટો નિર્ણય કર્યો છે. એમ.એસ. પી. અંગે મોટી જાહેરાત કરતા ખેડૂતોને સીધી જ ૨.૩૭ લાખ કરોડ રૂા.ની એમએસપી ની ચૂકવણી કરવાની જાહેરાત કરી હતી. જે પૈકી ૧૨૦૮ લાખ મેટ્રીક ટન ઘઉં અને જુઆરની ખરીદી કરશે. આ ઉપરાંત સરકારે ઓર્ગેનિક ખેતી ઉપર પણ ખાસ ભાર મુક્યો હતો.

– મંગળવારે દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જાહેરાત કરી હતી કે રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેનામાં મહિલા પાયલટની ભરતી માટે શરુ કરાયેલી પાઈલટ સ્કીમને કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ભારતની મહિલા શક્તિની ક્ષમતાઓ અને મહિલા સશક્તિકરણ માટેની વડાપ્રધાન મોદીની પ્રતિબધ્ધતાનો પુરવો છે. ૨૦૧૮ માં ફ્લાઈંગ ઓફિસર અવની ચતુર્વેદીએ એકલા હાથે ફાઈટર જેટ પ્લેન ઉડાડીને ઈતિહાસ રચ્યો હતો. ૨૦૨૦ માં નેવીએ ડોર્નિયર મેરીટાઈમ ફાઈટર એરક્રાફ્ટ ઉપર ૨૮ મહિલા પાયલ ની પ્રથમ બેચની નિમણુંકની જાહેરાત કરી હતી.

– યુ.પી.ના ચૂંટણી જંગમાં ભલે સ.પા.ના નેતા અખિલેશ યાદવ ભૂતકાળમાં કોંગ્રેસ સાથે કરેલા ગઠબંધનને ભૂલ ગણાવે અને આ વખતે ગઠબંધન ના કરે, પરંતુ કોંગ્રેસ એ ચૂંટણી માં અખિલેશ યાદવ તેમ જ તેમના કાકા શિવપાલ યાદવ સામે ઉમેદવાર ઉભા નહી રાખવાની જાહેરાત કરતા કાકા-ભત્રીજા ને વોકઓવર આપવાની સૌજન્યતા દાખવી છે.

– પાકિસ્તાનમાં ગુજરાતની સરહદથી માત્ર ૬૦ કિ.મી. દૂર થરપારકરના રણવિસ્તારમાં કોલરૂ પનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. સિંધ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહ ના જણાવ્યા પ્રમાણે કોલસાનો આ ભંડાર લગબગ ૩ અબડ ટનનો છે જે ૫ અબજ કુડ ઓઈલ સમકક્ષ છે. પાકિસ્તાનમાં આ બ્લેક ગોલ્ડ કહેવાતા કોલસના ભંડારને ચીનની એક કંપનીએ શોધી કાઢ્યો હતો. આ કોલસાના ભંડારથી પાકિસ્તાનની રાષ્ટ્રીય તિજોરીને અબજો ડોલરની કમાણી થશે તેમ જ દેશની ઉર્જાની અછતને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.

– આંધ્રપ્રદેશ હાઈકોર્ટે ટ્વિટરને ન્યાયતંત્ર વિરુધ્ધ અપમાનજનક સામગ્રી પાછી ખેંચવાના અદાલતના આદેશનું પાલન નહીં કરવા બદલ ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેઓ ભારતીય કાયદાનું પાલન કરે અન્યથા દેશની વ્હાર જતા રહે.

Leave a Reply

Your email address will not be published.