‘અદાણી વિશ્વ ના ૧૦ અમીરો માં !

આઝાદ ભારત ના ઈતિહાસ માં દેશ ના ગણમાન્ય ઉદ્યોગપતિ અને દેશ ના ધનવાનો માં તાતા, અંબાણી, અજીમ પ્રેમજી, દિલીપ સંઘવી જેવા ગુજરાતી મૂળ ના ઉદ્યોગપતિઓ ની યાદી માં ૨૦૧૪ થી ગૌતમ અદાણી નું નામ ઉમેરાયું. આજે ૨૦૨૨ ના ફેબ્રુઆરી માસ ના પ્રથમ સપ્તાહ માં ગૌતમ અદાણી હવે નેટવર્થ ની બાબત માં મુકેશ અંબપણી અને ફેસબુક ના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ને પાછળ છોડી ને વિશ્વ ના પ્રથમ ૧૦ અમીરો ની યાદી માં સ્થાન મેળવી ચુક્યા છે.વર્ષ ૨૦૨૨ ની શરુઆત અદાણી જૂથ ના ગૌતમ અદાણી માટે ખૂબ શુકનવંતી સાબિત થઈ છે. વર્ષ ના પ્રથમ માસ માં જ ૨૫ મી જાન્યુઆરી એ વર્ષો થી ભારત ના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ને પાછળ છોડ્યા બાદ ૪ થી ફેબ્રુઆરી એ તો ગૌતમ અદાણી વિશ્વ ના સૌથી ધનિક ૧૦ અમીરો ની યાદી માં સામેલ થઈ ગયા હતા. હવે તેઓ વિશ્વ ના જૂજ ધનિકો ની ૧૦૦ બિલિયન ડોલર ક્લબ” માં જોડાવા માટે આગળ ધપી રહ્યા છે. ૨૦૧૪ માં ભારત માં નરેન્દ્ર મોદી ની સરકાર બની ત્યાર થી ગૌતમ અદાણી ની સંપત્તિ માં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ૨૦૧૪ થી “૨૨ દરમ્યિાન ગૌતમ અદાણી ની નેટવર્થ માં ૧૪૮૯ ટકા નો જંગી ઉછાળો નોંધાયો છે.

તેમાં પણ ૨૦૧૪માં ૪૪ હજાર કરોડ ની સંપત્તિ ૨૦૧૯ માં વધી ને ૯૪,૫00 કરોડ એ પહોંચી હતી. જો કે ત્યાર બાદ તો દર વર્ષે બમણા થી ત્રણ ગણી વધી ને ૨૦૨૨ માં તે ૬૯૯,૦૦૦ કરોડ રૂા. થઈ ગઈ હતી. ૩૧ ડિસેમ્બરે ૭૮ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા ગૌતમ અદાણી ની જાન્યુ-૨૦૨૨ માં સંપત્તિ ૯૨ અબજ ડોલર એ પહોંચી ગઈ હતી. અદાણી નું વ્યવસાયિક સામ્રાજ્ય મુખ્યત્વે એનર્જી અને યુટિલિટિ સેક્ટર, ટ્રાન્સપોટેશન અને લોજિસ્ટિક સેક્ટર ઉપરાંત ડિફેન્સ એરોસ્પેસ મેનેજમેન્ટ, ડિફેન્સ અને રોડ ઈન્ફાસ્ટ્રક્ટર જેવા સેક્ટરો માં વિસ્તરેલું છે.રિન્યુએબલ એનર્જી અને ગ્રીન પાવર ક્ષેત્રે તેમના લક્ષ્યાંક ન માત્ર ભારત ની, પરંતુ વિશ્વ ની સૌથી મોટી કંપની બનવા નો છે. ૨૦૨૨ ના જાન્યુઆરી માસ માં જ તેમણે ગુજરાત માં બે અલગ અલગ પ્રોજેક્ટસ માં ૭૦,000 કરોડ ના રોકાણ ની જાહેરાત કરી હતી. જે પ્રમાણે કચ્છ ના મુંદ્રા તાલુકા ના ટૂંકવાંઢ ગામે એક ઈન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ સ્થપાશે. આ ઉપરાંત સાઉથ કોરિયા ની જગપ્રસિધ્ધ સ્ટીલ કંપની પોસ્કો સાથે અદાણી જૂથ એ જોડાણ કરી ને કચ્છ ના મુંદ્રા ખાતે તેઓ સ્ટીલ મીલ ની સ્થાપના કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ માં અંદાજે ૩૭,૦૦૦ કરોડનું રોકાણ કરવા માં આવશે. આમ રિયલ એસ્ટેટ અને ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટો માં કાર્યરત અદાણી જૂથ હવે પોતાની જ સિમેન્ટ ફેક્ટરી તેમ જ સ્ટીલ મીલ પણ ગુજરાત માં સ્થાપવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.