ઓટાવા માં ઈમર્જન્સી

કેનેડા ની રાજધાની ઓટોવા માં ટ્રક ડ્રાઈવરો નું શાંતિપૂર્ણ, અહિંસક વિરોધ પ્રદર્શન સરકાર ના હિસાબે નિયંત્રણ બહાર જઈ રહ્યું છે. આ વાત ઓટાવા ના મેયર જિમ વોટસન એ જણાવતા ઉમેર્યું હતું કે ઓટાવા શહેર ને ચારે તરફ થી હજારો ટ્રકો એ બંધ કરી દીધું છે. ત્યાર બાદ મેયર જિમ વોટસન એ ઓટાવા માં ઈમર્જન્સી લગાવવા ની જાહેરાત કરી હતી.આ અગાઉ શનિવારે મેયર જિમ વોટસને કહ્યું હતું કે સ્થિતિ હવે નિયંત્રણ વ્હાર જઈ રહી છે. પ્રદર્શન કરનારા લોકો ની સંખ્યા એટલી મોટી છે કે તેમની આગળ પોલિસકર્મીઓ પણ ઓછા પડી રહ્યા છે. અમારી સંખ્યા ઓછી છે. અમે લડાઈ હારી રહ્યા છીએ. અમારે અમારુ શહેર પરત જોઈએ છે. ત્યાર બાદ રવિવારે ઈમર્જન્સી ની જાહેરાત કરતા સ્પષ્ટ થયું હતું કે વિરોધ પ્રદર્શન ના કારણે સામાન્ય નાગરિકો ની સુરક્ષા ને જોખમ છે અને આ અંગે ન્યાયપમલિકા અને સરકાર ના સમર્થન ની જરુરત છે. મેયર વેટસને ટ્રક ડ્રાઈવરો ને અસ‘વેદનશીલ ગણાવ્યા હતા. કારણ કે તેઓ સતત હોર્ન અને સાયરન વગાડી રહ્યા છે. આતિશબાજી કરી રહ્યા છે. તેઓ પ્રદર્શન ઓછુ અને પાર્ટી વધારે કરી રહ્યા છે.

ઓટવા ના સ્થાનિક રહેવાસીઓ એ પણ દિવસ-રાત સતત વાગતા હોર્ન અને સાયરન નો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ તેમને પરેશાન કરી રહ્યા છે, તેમનું અપમાન કરે છે, તેમને રસ્તાઓ ને પણ રોકવા માં આવ્યા છે. હવે ઈમર્જન્સી લાગુ થયા પછી સરકાર ને જરુરી સેવાઓ જ ચાલુ રાખવા ના તેમ જ અન્ય જરુરી પ્રશારૂ નિક પગલાઓ ઉઠાવવા નો અધિકાર મળી ગયો છે. રવિવારે મેયર જિમ વોટસને કહ્યું હતું કે ટ્રક ડ્રાઈવરો એ ચાલુ રાખેલું વિરોધ પ્રદર્શન તે અપરાધિક વ્યવહાર ની પરાકાષ્ઠા છે. આ વિરોધ પ્રદર્શનો ના કારણે ઘણા પ્રકાર ની સેવાઓ બાધિત થઈ છે. સ્થાનિક રહિશો અને વ્યવસાયિકો ને પણ હેરાનગતિ નો સામનો કરવો પડી રહ્યો છે.કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ને આ પહેલા જ ઓટાવા સ્થિત તેમના નિવાસસ્થાને થી કુટુંબ સહિત સલામત અને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. તેમણે ટ્રક ડ્રાયવરો ને પ્રદર્શનકારીઓ ને અવૈજ્ઞાનિક ગણાવ્યા હતા. આ અગાઉ ભારત ની પાટનગરી નવી દિલ્હી ને ઘેરી ને બેઠેલા ખેડૂતો ના કૃ ષિ આંદોલન ના સમર્થન માં વિશ્વભર માં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકશાહી દેશના નાગરિકો ને તેમનો અધિકાર ગણાવી ને ખેડૂતો નું સમર્થન કર્યું હતું. જ્યારે ભારત ની પાટનગરી નવી દિલ્હી ની સ્થાનિક ૩૧.૧૮ મિલિયન જનતા કે જે લગભગ કેનેડા ની કુલ વસ્તી જેટલી થવા જાય છે તેમને પડતી અગવડો વિષે એક હરફ સરખો ઉચ્ચાર્યો ના હતો અને માત્ર તુષ્ટિકરણ ની રાજનીતિ કરતા દિલ્હી ની જનતા અને કેન્દ્ર સરકાર વિરુધ્ધ કૃષિ આંદોલન ને ટેકો જાહેર કર્યો હતો. જો કે આખા કેનેડા ની વસ્તી જેટલી વસ્તી ધરાવતા દિલ્હી શહેર ને બાહોશ મોદી સરકારે ખેડૂતો એ એક વર્ષ થી વધુ સમય સુધી ચેક પોસ્ટો ખેડૂતો એ જામ કરવા છતા દિલ્હી માં કટોકટી લાદવી પડી ન હતી.

જ્યારે કેનેડા માં ટ્રક ડ્રાઈવરો ના શાંતિપૂર્ણ | વિરોધ પ્રદર્શનો એ રાજધાની ઓટાવા ના રાજમાર્ગો, કેનેડા-યુએસ બોર્ડર જામ કરી દેતા ઓટાવા ની ૧.૧૫ મિલિયન આબદી ની સુરક્ષા ના નામે ઓટાવા માં માત્રજૂજ દિવસ ના પ્રદર્શનો ના પગલે કટોકટી લાદી હતી. તદુપરાંત આ કટોકટી ઓટાવા ના મેયરે જાહેર કરી હતી. જ્યારે કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો તો પ્રદર્શનકારીઓ ના ડર થી ઓટાવા ખાતે ના પોતાના સત્તવાર નિવાસસ્થાન થી પોતાના સમસ્ત કુટબ સહિત અજ્ઞાત અને સુરક્ષિત જગ્યા એ ચાલ્યા ગયા છે. ભારત માં કૃષિ આંદોલન ને લોકશાહી દેશ માં ખેડૂતો ને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવા નો અધિકાર ગણાવી તેમનો પક્ષ લેનાર વડાપ્રધાન ટુડો પોતાના જ દેશ માં તેમની સરકાર સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહેલા ટ્રક ડ્રાઈવરો વિજ્ઞાન વિરોધી અને સામાન્ય જનતા માટે જોખમરૂપ લાગી રહ્યા છે. આમ ભારત ને સલાહ આપવા ના અને પોતાના ઘરઆંગણે સમાન સ્થિતિ સર્જાતા તદ્દન વિરોધાભાસી વલણ દાખવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.