કણાટક માં હિજાબ વિવાદ
કર્ણાટકમાં હવે નવો હિજાબ | વિવાદ શરુ થઈ ગયો છે. ત્યાં સ્કુલ-કોલેજો માં ધાર્મિક નિશાની ગણાવાતા હિજાબ પહેરી ને આવતી મુસ્લિમ છોકરીઓ સામે અમુક શૈક્ષણિક સંસ્થા નો એ તેમના ડ્રેસ કોડ નો ભંગ થયો હોવા નું જણાવી હિજાબ ધારણ કરેલી છોકરીઓ ને પ્રવેશ ના આપતા સમગ્ર | વિવાદ ની શરુઆત થઈ હતી.આમ શરુઆત માં શૈક્ષણિક સંસ્થાનો ના ડ્રેસ કોડ મામલે શરુ થયેલા વિવાદ ઉપર આવી યુવતિઓ અને અમુક વાલી-વારસો દ્વારા આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શનો કરતા શૈક્ષણિક સંસ્થાનો ની તરફેણ માં સંસ્થાનો માં ભણતા અન્ય ધર્મી યુવાઓ જોડાતા અને નિર્ણય ના સમર્થન માં સમર્થન પ્રદર્શનો અને નારેબાજી કરાતા વિવાદ વકર્યો હતો. થોડા સંસ્થાનો થી શરુ થયેલો આ વિવાદ ટૂંક સમય માં આખા શહેર ના શિક્ષણ સંસ્થાનો માં અને બાદમાં સમગ્ર રાજ્ય માં ફેલાઈ ગયો હતો. એક ખાસ ધમની છોકરીઓ દ્વારા તેમના ધાર્મિક પરિધાન નો વિરોધ કરવા અન્યધમી યુવકો એ પણ ગળા માં ભગવો ખેસ ધારણ કરી ને જય શ્રીરામના જય ઘોષ બોલાવ્યા સામે હિજાબ પહેરેલી | કિશોરી એ આલા હુ અકબર ના નારા પોકારી ને શૈક્ષણિક સંસ્થા ને ધાર્મિક અખાડો બનાવી દીધો હતો. જો કે આ મુદ્દો અતિ સંવેદનશીલ હોવાથી તેના પડઘા સમગ્ર દેશ માં પડ્યા હતા.
જ્યારે હિજાબ સામે વધતા વિરોધ પ્રદર્શનો ના કારણે આ મામલે પોતના બંધારણીય હક અને શૈક્ષણિક સંસ્થાનો ના ડ્રેસ કોડ મામલે સ્પષ્ટતા મેળવવા મામલે કર્ણાટક હાઈકોર્ટ માં પણ પહોંચ્યો હતો જેમાં ઉપર સુનાવણી ચાલી રહી છે. જ્યારે રાજ્ય માં વિવાદ વધુ ના વકરે અને કાયદો-વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે તે આશય થી રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાનો માં ત્રણ દિવસ ની રજા ની જાહેરાત કરી દીધી હતી. ઘણા શહેરો માં આગામી બે સપ્તાહ સુધી શૈક્ષણિક સંસ્થાનો ની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરવા ઉપર સંસ્થાનો ની આસપાસ ના ૨૦૦ મીટર ના વિસ્તારો માં વિરોધ પ્રદર્શનો ઉપર પાબંદી લગાવી દેવાઈ હતી.આ મામલે દેશ ના વિરોધ પક્ષો એ સરકાર ના વિરોધ માં અને પોતાની લઘુમતિ તુષ્ટિકરણ ની નીતિ થી વોટબેંક જાળવવા હિજાબ પહેરવા તરફી નિવેદનબાજી શરુ કરી દીધી હતી. જો કે આશ્ચર્યજનક રીતે કર્ણાટક રાજ્ય ના હિજાબ વિવાદ માં શાંતિ માટે નું નોબલ પ્રાઈઝ મેળવનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મલાલા યુસુફજેઈ વિવાદ માં કુદી પડી હતી. જ્યારે બિહાર ના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી ના સ્થાપક લાલુ પ્રસાદ યાદવ કે જેમણે ૧૯૮૪ માં શિખો ના નરસંહાર કે ૧૯૯૦ ના કાશ્મિર માં કાશ્મિરી પંડિતો ની હત્યાઓ અને હિજરત અંગે બે શબ્દો પણ ન્હોતા બોલ્યા તેમણે હિજાબ વિવાદ અંગે જણાવ્યું હતું કે દેશ ગૃહયુધ્ધ તરફ જઈ રહ્યો છે.