કેમિલા પાર્કર બનશે બ્રિટન ની મહારાણી ?

બ્રિટન ના મહારાણી એલિઝાબેથ એ શનિવારે જાહેરાત કરી હતી કે પ્રિન્સ ચાર્લ્સ ની મહારાજાપદે તાજપોશી થવા ઉપર તેમની બીજીવાર ના પત્ની કેમિલા પાર્કર ને મહારાણી નો દરજ્જો અપાશે. તાજપોશી સમારોહ માં કેમિલા કોહિનુર હિરાજડીત એ જ અમુલ્ય તાજ પહેરશે જે આજ દિન સુધી રાણી એલિઝાબેથ પહેરતા આવ્યા છે.પ્રિન્સ ચાર્લ્સ ની તાજપોશી બાબતે અગાઉ ની યોજના મુજબ કેમિલા પાર્કર નું પદ પ્રિન્સેસ નું જ રહેવાનું હતું. પરંતુ પ્રિન્સ ચાર્લ્સ પાંચ વર્ષ અગાઉ પોતાની તાજપોશી ના શપથ માં કેમિલા ને પ્રિન્સેસ નહીં પરંતુ મહારાણી બનાવવા માટે રાણી એલિઝાબેથ પાસે મંજુરી માંગી હતી. રાણી એલિઝાબેથ એ મંજુરી આપતા આમ થવું સંભવ બન્યું હતું. જો કે અમુલ્ય તાજ ની શોભા સમાન કોહિનુર હિરો શિખ રાજા રણજીત સિંગ પાસે થી અંગ્રેજો એ ભેટ માં મેળવ્યા નું જણાવ્યું હતું. જો કે ઈતિહાસકારો ના મતે હિરો અંગ્રેજો સુધી પહોંચે તે પહેલા રણજીતસિંહ નું મોત થઈ ચુક્યુ હતું. એટલે ભેટ ની વાત ખોટી છે. જો કે રણજીત સિંગ એ આ હિરો અફઘાનિસ્તાન ના અમીર શાહ સુજા દુરોવી એ ભેટ માં આપ્યા નું જણાવ્યું હતું.

જો કે શાહ સુજા પોતાની આત્મકથા માં જણાવે છે કે રણજીત સિંગ તેમના પુત્ર ને ત્રાસ આપતા હતા તેથી મજબૂરી માં હિરો આપવા ની ફરજ પડી હતી. તે અગાઉ આ હિરો અફઘાની હુમલાખોર અહમદશાહ અબ્દાલી એ પર્સિ નયન રાજા નાદિર શાહ પાસે થી બળજબરી થી આંચકી લીધો હતો. જ્યારે નાદિર શાહે મુગલ રાજા મુહમ્મદ શાહ રંગીલા પાસે થી કોહિનુર હિરો પડાવ્યો હતો. આમ કોહિનુર હિરા નો ઇતિહાસ ભારત, અફઘાનિસ્તાન અને છેક ઈરાન સુધી ફેલાયેલો છે. જો કે આ પ્રદેશો માં કોહિનુર હિરા સાથે એક અભિશાપ ની કિવદિતિ પણ જોડાયેલી છે. એમ કહેવાય છે કે આ કોહિનુર હિરો તો બેમિસાલ, લાજવાબ, ખૂબસુરત છે જ, પરંતુ તેને ધારણ કરનાર માટે તે કમનસીબી સાથે લઈ ને આવે છે. અખંડ ભારત ના મહાન રાજા રણજીત સિંગ ના અફઘાનિસ્તાન ને સ્પર્શતી સરહદો બાદ જ્યારે તેમણે કોહિનુર હિરો ધારણ કર્યો ત્યાર બાદ તેમના સામ્રાજ્ય નું પતન થયું. જે બ્રિટિશ શાસન માટે એક સમયે એમ કહેવાતું હતું કે તેમના સામ્રાજ્ય માં ક્યારેય સૂર્ય નો અસ્ત નથી થતો, આજે બ્રિટિશ સામ્રાજ્ય ઘટતું ઘટતું કેટલું માત્ર રહી ગયું છે?ભારતે કોહિનુર હિરા ને અંગ્રેજ શાસન દરમ્યિાન ભેટ માં મળેલો નહીં પરંતુ રાજા-મહારાજાઓ પાસે થી શામ, દામ, દંડ અને ભેદ થી લૂંટાયેલો ગણાવી તેના ઉપર પોતનો માલિક હક્ક ગણાવ્યો છે તો આ બાબતે પાછળ ના રહી જવાય તેમ પાકિસ્તાને પણ કોહિનુર હિરા ઉપર પોતાનો દાવો વ્યક્ત કર્યો

Leave a Reply

Your email address will not be published.