જીટીએ માં હિન્દુ મંદિરો નિશાના ઉપર ?

સમગ્ર નોર્થ અમેરિકા માં સૌથી વધુ વૈવિધ્યસભર અને વાયબ્રન્ટ મલ્ટિકલ્ચરલ સોસાયટી તરીકે સુવિખ્યાત કેનેડા ના ગ્રેટર ટોરેન્ટો એરિયા માં છેલ્લા થોડા દિવસો થી તસ્કરો અને અસમાજીક તત્વો એ હિન્દુ મંદિરો ને ટાર્ગેટ બનાવતા હિન્દુ સમાજ માં ઉગ્ર રોષ ની લાગણી વ્યાપી રહી છે.છેલ્લા થોડા દિવસો થી સતત હિન્દુ મંદિરો ને નિશાના ઉપર લેવાઈ રહ્યા છે અને મંદિરો માં મધ્યરાત્રિ બાદ તોડફોડ કરી ઘુસણખોરી કરી ને દાનપેટી ઉપરાંત ભગવાન ને પહેરાવાયેલા કિંમતી આભૂષણો ની પણ ચોરી ના બનવો નોંધાયા છે. છેલ્લા માત્ર દસ દિવસો માં અડધો ડઝન જેટલા મંદિરો ખાતે આ પ્રકાર ની ઘટનાઓ બનતા સમગ્ર હિન્દુ સમુદાય માં ઉગ્ર રોષ અને આક્રોશ વ્યાપ્યો છે. મોટાભાગે રાત્રિ ના ર થી ૩ વાગ્યા ના સમય માં ત્રાટકતા આ ચોર એ ૧૫ મી જાન્યુ.૨૦૨૨ ની રાત્રિ એ શરુઆત બ્રામ્પટન ના હિન્દુ મંદિર હનુમાન મંદિર થી કરી હતી. જોકે ત્યાર બાદ તો જાણે સિલસિલો ચાલુ થયો હોય તેમ દેવી દુર્ગામાતા મંદિર, જગન્નાથ મંદિર,ચિન્નપૂર્ણા માતા મંદિર, ગૌરીશંકર મંદિર તેમ જ મિસિસાગા ખાતે ના હિન્દુ હેરિટેજ સેન્ટર ઉપર પણ તેઓ ત્રાટકી ચૂક્યા છે.

આવી ઘટનઓ ના સીસીટીવી ફૂટેજ માં આરોપીઓ ની તસવીર પણ સામે આવી છે. તેઓ બેગપેક ની સાથે વિન્ટરવિયર માં દશ્યમાન થાય છે. આ ચોર મંદિર માં પ્રવેશ્યા બાદ દાનપેટી માં થી રોકડ ઉપરાંત દેવી દેવતાઓ ના આભૂષણો નીપણ ચોરી કરતા જણાયા હતા. આમ સીસીટીવી ફૂટેજ હોવા છતા પોલિસ હજુ સુધી આરોપીઓ ને પકડવા માં સફળ થઈ નથી. જીટીએ માં થઈ રહેલી સતત આવી ઘટનાઓ થી લોકો માં રોષ અને ચિંતા ની લાગણી પ્રસરી છે. મંદિરો ઉપર સતત થઈ રહેલા હુમલા તે એક ગંભીર સમસ્યા બની ચૂકી છે. હવે તો પોલિસ બનતી ત્વરા એ આરોપીઓ ને ઝડપી લઈને આવી ઘટનાઓ વધારે થતી અટકાવે તેવી જ આશા.

Leave a Reply

Your email address will not be published.