દાદીમા ના નુસખા
પથ્થ-અપથ્ય -જ્યારે પાચનશક્તિ બગડી જાય છે ત્યારે કોઈપણ ખાદ્યપદાર્થ સહેલાઈથી પચતાં નથી. આંતરડાને વધુ મહેનત કરવી ન પડે તે માટે હળવો તથા પચે તેવા પદાર્થો ખાવા જોઈએ. દાળોમાં મગની દાળ ખાઈ શકાય છે. કારણ કે તે હલ્કી હોવાને કારણે નબળી પાચનક્રિયા હોય તો પણ સહેલાઈથી પચી જાય છે. ઉપરાંત રોટલી સાથે દૂધી, તૂરિયા, પરવળ વગેરેને બાફીને ખાઓ. રાત્રે સૂતાં પહેલા ઈસબગોલની ભૂસીને દૂધ સાથે લો. બે ત્રણ મુનક્કાને તવા પર શેકી થોડા સંચળ સાથે પણ લઈ શકો છો.
સવારે ખાલી પેટ એક ચમચી આદુનો રસ તથા મધ સાથે ચાંટો. શરાબ, ભાંગ, સિગારેટ, બીડી અથવા અન્ય માદક પદાર્થ જેમ કે ચા, કોફી વગેરેનું સેવન કરવું નહીં. ચા પીવી હોય તો ગુરુકૂળ કાંગડીની ચાનું સેવન કરો. પૂરી, કચોરી, ભજીયા, માવાની વસ્તતુઓ, તળેલી વસ્તુઓ, સમોસા, બંગાળી મિઠાઈ આદિ ખાવી નહીં. સવારે શૌચ ગયા બાદ હાથ પગની કોઈ કસરત કરકો. કડવા, તીખાં, કષાયેલા રસવાળા પદાર્થ બિલકુલ ખાવા નહીં. જમવામાં હીંગ, સંચળ, મરી લાલ ઈલાયચી, સિંધવ મીઠું સિવાય બીજા અન્ય પ્રકારના મસાલાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મનને શાંત રાખો. ક્રોધ કરવો જોઈએ નહીં.
અતિસાર (ઝાડા)
ખાધેલું ન પચવા (મંદાગ્નિ) ને કારણે દ્રવ્ય ધાતુ સાથે ભળી મળ વાયુ સાથે ગુદાથી બહાર નિકળે છે. આને અતિપાર અથવા ઝાડા કહેવાય છે. આ ૬ પ્રકારના હોય છે – વાવાળા, પિત્તવાળા, શ્લેષ્મજન્ય, ત્રિદોષજન્ય, શોકજન્ય તથા મરડાવાળા. આ રોગમાં ઝાડા ઘણા રંગના થાય છે. ઝાડાની સાથે પેટમાં મરોડ પણ ઉપડે છે. પેટમાં દુખાવો થાય છે. અને રોગીને વારંવાર સંડાસ માટે જવું પડે છે તે છતાં પણ તેને ચેન મળતું નથી. કોઈકોઈવાર ઝાડાની સાથે લોહી પણ પડે છે.
કારણો – ભોજન ન પચવાને કારણે, દુષિત ભોજન કરવાથી, સંક્રમણ, આંતરડામાં સોજો, પેચિશની બિમારીથી સંબંધિત છે. મોટાભાગે અજીરણ ને કારણે ઝાડા થાય છે. પેટમાં જમા મળ આંતરડામાંથી ઉખડી બહાર નિકળવા માગે છે પરંતુ સડવાની ક્રિયાને કારણે આ પાતળા રૂપમાં બહાર આવે છે.
– ધાણા તથા સાકરનો કાઢો દિવસમાં ચારવાર પીવાથી અપચો મટી જાય છે.
– કુલથીના પાંદડાનો રસ પીવાથી અપચો મટી જાય છે.
– જાંબુની છાલ સૂકવી લો, પછી તેને વાટી ચૂરણ બનાવો. એક ચમચી ચૂરણ દરરોજ ખાવાથી ખાટા ઓડકાર તથા અપચાની વ્યાધિ મટી જાય છે.
– એક ચમચી રાઈ માં અડધી ચમચી મેથી દાણાને મેળવી એમને એમ આખું જ છાશ કે ગરમ પાણીથી ફાંકો.અડધો કપ ટામેટ|ાનો રસ લઈ તેમાં બે ચપટી સિંધવ મીઠું અને ચાર પાંચ મરી વાટીને મેળવો. આને પીવાથી અજીરણ મટી જાય છે.
– નારંગીની ચીરી પર (કળીપર) સિંધવ મીઠું અને વાટેલી સૂંઠ નાંખી ખાવાથી અપચો દૂર થાય છે.
– નાની હરડે, લવિંગ તથા મીઠું – આનો કાઢો બનાવી પીવાથી પણ અપચો મટી જાય છે.
– તુલસીના ચાર પાંચ પાન, ચાર દાણા મરી, એક ચમચી સૂંઠ, એક ચમચી અજમો તથા જરાક સિંધવ મીઠું – આ બધાંનો કાઢો બનાવી પીઓ.
પથ્થ-અપથ્ય – લીલાં શાક જેમ કે મૂળા, પાલક, મેથી, દૂધી, તુરિયા, પરવળ વગેરે ખાવા જોઈએ. રેશાવાળી વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવી. લોટની રોટલી સાથે ચોકર (ભૂસી)ની રોટલી પણ ખાવી. બપોરના ભોજન પછી આરામ અને રાત્રે જમ્યા પછી – બે કિ.મી. જેટલું ટહેલવું જોઈએ. મરચાં, મસાલા, ગરિષ્ઠ ભોજન, માછલી, દારૂ,