પંજાબ કોંગ્રેસ માં ઘમાસાણ

પંજાબ માં કોંગ્રેસ ના સાડાચાર વર્ષ ના શાસન બાદ આવી રહેલી વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ ની સ્થિતિ અન્ય પક્ષો કરતા ઘણી સારી હતી. જો કે કોંગી યુવરાજે વ્યક્તિગત રાગદ્વેષ માં આજે પંજાબ કોંગ્રેસ ના હાથ માં થી સરકી રહ્યું છે.પંજાબ ના પૂર્વ મુખ્યમંત્રી અને રાજન૧તિ માં સાડા ચાર દાયકા થી અધિક ની સફર અને પંજાબ ના મુખ્યમંત્રી તરીકે સાડા નવ વર્ષ ના અનુભવી કેપ્ટન અમરિન્દર સિંગ ને ૧૯૮૦ માં તેમના મિત્ર અને રાહુલ ગાંધી ના પિતા રાજીવ ગાંધી પોતાના સ્કુલ સમય ના મિત્ર ને રાજનીતિ માં લાવ્યા હતા. કેપ્ટન અમરિન્દર સિંગ રાજનીતિ ની બાબત સોનિયા સાથે જ ચર્ચતા હતા. રાહુલ-પ્રિયંકા ને બાળકો ગણતા હતા. જે રાહુલ ને જરા ય પસંદ ન હતું.જ્યારે નવજોત સિંગ સિધ્ધ ની વાકપટુતા અને પંજાબીઓ માં લોકપ્રિયતા જોતા રાહુલે કેપ્ટન ને હટાવવા માટે નવજોત સિંગ સિધ્ધ ને હાથો બનાવતા તેનો ઉપયોગ કર્યો. આથી કેપ્ટન ને ઠેકાણે પાડવા રાહુલ ગાંધી એ રાજકીય વિદુષક અને ભાજપા છોડી ને કોંગ્રેસ માં આવેલા અને મોવડીમંડળ ઉર્ફ સોનિયા-રાહુલ-પ્રિયંકા ના પ્રિયપાત્ર બનવા ચાટુકારિતા ની દરેક મર્યાદા પાર કરવા હંમેશા તત્પર રહેતા નવજોત સિંગ સિધ્ધ નો ઉપયોગ કર્યો. પોતાની જાત ને હંમેશા પંજાબ ના મુખ્યમંત્રીપદે જોવા ઈચ્છતા નવજોત એ કેપ્ટન ના મંત્રીમંડળ માં સ્થાન મેળવવા પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન ના વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી પાસે થી ભલામણ ચિઠ્ઠી પણ કેપ્ટન સાહેબ ને મોકલાવી હતી.

જો કે રાહુલ ની દોરવણી હેઠળ કેપ્ટન ની વિદાય,ચન્ની ને કાર્યકારી મુખ્યમંત્રી સુધી નો નવજોત નો ગાંધી પરિવાર ના ખાસ હોવા નો ભ્રમ બરકરાર રહ્યો, પરંતુ પંજાબ વિધાનસભા ની ચૂંટણી પ્રચાર દરમ્યિાન સિધ્ધ દ્વારા મુખ્યમંત્રીપદ ના ચહેરા ની જાહેરાત કરવા કરાયેલા દબાણ, લાખ વિનંતીઓ, કાકલુદીઓ બાદ પણ જ્યારે રાહુલ ગાંધી એ ચરણજીત સિંગ ચન્ની ના નામ ની જાહેરાત કરી ત્યારે સિધ્ધ ની હાલત “દિલ કે અરમાન આંસુઓ મેં બહ ગયે’ જેવી થઈ હતી. જો કે આ ઘટના બાદ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન સાહેબે કહ્યું હતું કે પંજાબ કોંગ્રેસ માં ટૂંક સમય માં મોટો ધમાકો સર્જાશે જે સિધુ ને આભારી હશે.રાહુલ ગાંધી એ ચન્ની ના નામ ની જાહેરાત કરી ત્યારે તેમની સામે પંજાબ કોંગ્રેસ ના ત્રણ મુખ્ય સ્તંભ – ચન્ની, સિધ્ધ અને સુનિલ જાખડ હતા. જો કે રાહુલ ગાંધી ની જાહેરાત બાદ પંજાબ કોંગ્રેસ ના વિધાયકો માં સર્વમાન્ય અને સજ્જન અને નિષ્કલંક એવા સુનિલ જાખડ એ પંજાબ કોંગ્રેસ ના પ્રચાર અભિયાન થી પોતાને અલગ કરતા રાજકીય સન્યાસ લેવા ની જાહેરપત કરી દીધી હતી. જ્યારે ૨૦ મી એ મતદાન યોજાવા નું છે અને પ્રચાર તેની પરાકાષ્ઠા એ છે ત્યારે પ્રદેશ પ્રમુખ નવજોત સિંગ સિધ્ધ એ ધાર્મિક યાત્રા માતારાની ને માથુ ટેકવવા વૈષ્ણોદેવી ઉપડી ગયા હતા.પંજાબ કોંગ્રેસ નું પ્રચાર અભિયાન ખોડંગાઈ ગયું છે.

જો કે નારાજ સિધ્ધ એ એક પત્રકાર ને આપેલા ઈન્ટર્વ્યૂ માં કોંગ્રેસ ના વટાણા વેરી નાંખતા પોતાના બગાવતી વ્યવહાર નો અંદેશો આપી દીધો હતો. તેમણે પત્રકાર ને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બનવા માટે ૬૦વિધાયકો ચૂંટાવા જરૂરી છે. મોવડીમંડળ ને જીહજુરી કરતો વ્યક્તિ મુખ્યમંત્રી પદે મુક્યો છે, પરંતુ પંજાબ ના આ ચૂંટાયેલા ૬૦ વિધાયકો નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ બનશે. આમ એક રીતે સિધ્ધ એ સીધી મોવડીમંડળ ને જ ધમકી આપી દીધી હતી. આ ઉપરાંત ભાજપા માં થી નિકલ્યા બાદ થોડો સમય કયા પક્ષ માં જોડાવું તે વિચારતા હતા ત્યારે તત્કાલિન કોંગ્રેસ ના ભાડૂતી રણનીતિકાર પ્રશાંત કિશોર તેમને ૭૦ વખત મળ્યા હતા અને કોંગ્રેસ માં જોડાવા મનાવતા રહ્યા હતા. તે સમયે ૨૦૧૭ માં કોંગ્રેસ ને માત્ર ૩૦ થી ૩૫ બેઠકો આવે તેમ હતી.જો હું કોંગ્રેસ માં જોડાઉ તો મારી લોકપ્રિયતા ના કારણે કોંગ્રેસ ના વોટશેર માં ૮ ટકા જેટલો વધારો થાય અને તો પંજાબ માં કોંગ્રેસ ની સરકાર રચાય.” આમ હવે સિધ્ધ એમ જણાવી રહ્યા છે કે પી.કે. ની ૭૦ વખત ની કાકલુદી ના કારણે તેઓ કોંગ્રેસ માં જોડાયા હતા – કોઈ કોંગ્રેસ ના સિધ્ધાંતો કે નેતાગીરી થી પ્રેરીત થઈ ને નહીં. તદુપરાંત સિધ્ધ એવો દાવો પણ કરે છે કે તેઓ ના કારણે જ ૨૦૧૩ માં કોંગ્રેસ પંજાબ માં સત્તા ઉપર આવી નહીંતર ૩૫ સિટો થી વધુ જીતી શકત નહીં. આ ઉપરત સિધ્ધ ના ધર્મપત્ની એ ચન્ની ની પસંદગી માં રાહુલ ગાંધી એ કરેલો તેમની ગરીબી ના દાવા ને ખોટો ઠેરવતા આંકડા સાથે પૂરવાર કર્યું હતું કે ચન્ની અમારા કરતા પણ વધારે અમીર છે. આમ હવે સિધ્ધ દંપતી એ સીધો જ કોંગ્રેસ ની નેતાગીરી સામે મોરચો ખોલી દીધો છે.

અને અત્યારે ચૂંટણી પ્રચાર થી દૂર થવા જાત્રા એ ગયા છે. સંભવતઃ માતાજી ના આશીર્વાદ લીધા બાદ મોટી વિસ્ફોટક જાહેરાત કરે.જો કે કોંગ્રેસ ઉપર હુમલો કરવા માં ગુસ્સા માં સિધ્ધ એ એમ પણ કહ્યું હતું કે એ સમયે આપ પણ મારા સંપર્ક માં હતી અને આપ તરફ થી સંજય સિંહ અને એક અન્ય એમ બે જણા મને મળવા આવ્યા હતા. પરંતુ હું તેમને મળ્યો ન હતો કે તેઓ મારી પત્ની ને મળી ને ગયા હતા. ત્યાર બાદ મારી પત્ની એ સલાહ આપી હતી કે મારે તેમની સાથે વાત કરવી જોઈએ. ત્યારે મેં તેમની સાથે વાત કરતા સીધુ જ પૂછયું હતું કે શું તમે મને રાજ્યસભા માં મોકલી શકશો? આમ સિધ્ધ પોતાની વાત માં જ ફસાઈ ગયા છે કે તેઓ આપ માં કે કોંગ્રેસ માં જોડાવા નો નિર્ણય પાર્ટી ની નીતિ ના કારણે કે પંજાબ ની જનતા ને આજ દિન સુધી મૂર્ખ બનાવવા જે પંજાબ ની ઉન્નતિ ના માટે નહીં પરંતુ માત્ર સોદાબાજી ના આધારે જ કર્યો હતો. તેમના માટે પંજાબ કે પંજાબ ની જનતા કે પ્રદેશ નો વિકાસ કે પ્રગતિ કે પછી કોંગ્રેસ ની નીતિઓ કે ગાંધી પરિવાર ની પ્રેરણા જેવા કોઈ પરિબળો જ ન હતા. તેઓ તો માત્ર ને માત્ર પોતાના અને પોતની પત્ની માટે ના પદ ની સોદાબાજી ના આધારે જ કોંગ્રેસ પક્ષ માં જોડાયા હતા અને કોંગ્રેસ ઉપર ઉપકાર કરતા કોંગ્રેસ ને પંજાબ માં સત્તા માત્ર ને માત્ર તેમના કારણે જ મળી હતી.આવા સિધ્ધ દંપતી ના કોંગ્રેસ હાઈકમાન્ડ સામે ના બગાવતી તેવર અને ચૂંટણી પ્રચાર ની અધવચ્ચે પ્રદેશ પ્રમુખ હોવા છતા માતારાની ની જાત્રાએ જતા રહ્યા બાદ પરત આવી ને કેપ્ટન સાહેબે વ્યક્ત કરેલી આશંકા પ્રમાણે કોઈ મોટો ધડાકો કરે તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published.