પંજાબ કોંગ્રેસ મુખ્યમંત્રી નો ચહેરો

અત્યારે પંજાબ કોંગ્રેસ માં સૌથી કફોડી હાલત પ્રદેશ પ્રમુખ નવજોત |સિંગ સિધ્ધ ની છે. લુધિયાના માં સિધ્ધ ની હાજરી માં વર્ચ્યુઅલ રેલી માં પંજાબ માં (કોંગ્રેસ તરફ થી મુખ્યમંત્રી પદ ના ઉમેદવાર તરીકે ચરણજીત સિંગ ચન્ની ના નામ ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.ભાજપા માં થી સત્તા ની લાલસા એ (કોંગ્રેસ માં જોડાયેલા નવજોત સિંગ સિધ્ધએ કોંગ્રેસ ની નેતાગીરી – સોનિયા અને રાહુલ ગાંધી અને પ્રિયંકા ચાટુકારિતા ની તમામ હદો પાર કરી હતી. હવે તે સમયે કોંગ્રેસ માં રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા ને ન ગણકારતા કેપ્ટન અમરિન્દર સિંગ સોનિયા ગાંધી સાથે જ સીધા સંપર્ક માં રહેતા હતા. જે રાહુલ ને જરા ય પસંદ ન હતું. જ્યારે નવજોત સિંગ સિધ્ધ ની વાકપટતા અને પંજાબીઓ માં લોકપ્રિયતા જોતા |રાહુલે કેપ્ટન ને હટાવવા માટે નવજોત સિંગ સિધુ ને હાથો બનાવતા તેનો ઉપયોગ કર્યો. કેપ્ટન અમરિન્દર સામે ની લડાઈ માં હર વખતે રાહુલ-પ્રિયંકા નો તેમની યોજના પ્રમાણે સિધ્ધ નો ભરપૂર સાથ મળ્યો અને આખરે સિધુ ના ખભે બંદુક રાખી ને રાહુલ ને જે જોઈતું હતું તે કેપ્ટન નું રાજીનામુ આવી Tગયું. પરંતુ આ દરમ્યિાન સિધુ ને એવો ભ્રમ થઈ ગયો હતો કે તેઓ પંજાબ ના કોંગ્રેસ ના બેતાજ બાદશાહ છે.

રાહુલ પ્રિયંકા ને તેઓ જે કહે તે પ્રમાણે જ પંજાબ કોંગ્રેસ માં થશે. જો કે જ્યારે પંજાબ માં મુખ્યમંત્રી બનવા નો સમય આવ્યો ત્યારે સિધુ ને હડસેલી ને ચરણજીત સિંગ ચન્ની ને મુખ્યમંત્રી બનવાયા. ત્યારે સિધુ ને પ્રદેશ પ્રમુખ હોવા થી ઉપરાંત દલિત શિખ મુખ્યમંત્રી આગમી ચૂંટણી જીતવા લાભદાયી રહેશે અને ૩-૪ મહિના માટે ના જ મુખ્યમંત્રી એવી વાતો કરી સમજાવી દેવા માં આવેલા. હવે ચૂંટણી જાહેર થઈ ત્યાર થી નવજોત સિંગ સિધ્ધ પોતાને સ્વયંઘોષિત ભાવિ મુખ્યમંત્રી ગણાવતા હતા અને કેન્દ્રીય મોવડીમંડળ ઉપર મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરવા દબાણ કરતા હતા. જો કે આખરે ચંદીગઢ માં વર્ચ્યુઅલ રેલી માં રાહુલ ગાંધી એ પંજાબ ના મુખ્યમંત્રી નો ચહેરો ચરણજીત સિંગ ચન્ની ને પ્રદેશ પ્રમુખ નવજોત સિંગ સિધ્ધ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સુનિલ જાખડ ની ઉપસ્થિતિ માં જાહેર કર્યા હતા.જો કે હવે સિધ્ધ માટે એવી કપરી પરિસ્થિતિ છે કે કોંગ્રેસ છોડી ને ભાજપા માં જઈ શકે તેમ નથી. કોંગ્રેસ ના ચૂંટણી પ્રચાર માં આપ અને કેજરીવાલ સામે અનેક હુમલા કરવા ઉપરાંત આપ પાર્ટી એ પણ પોતાનો મુખ્યમંત્રી પદ નો ઉમેદવાર ભગવંત માન ને જાહેર કરી દીધો હોવાથી ત્યાં પણ રસ્તો બંધ છે. અપમાન નો કડવો ઘૂંટ પી બેસી રહેવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.

Leave a Reply

Your email address will not be published.