પુતિન – બેઈજિંગ માં

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે અચાનક બેઈજિંગ પહોંચ્યા હતા. ચીન માં અત્યારે જ્યારે વિન્ટર ઓલિમ્પિક મહોત્સવ ચાલી રહ્યો છે અને | વિશ્વ રશિયા-યુકેન તંગદિલી થી ચિંતિત છે
ત્યારે રાષ્ટ્રપતિ પુતિન બેઈજિંગ મુલાકાત સૂચક મનાય છે.રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન અને ચીન ના શી જિનપિંગ વચ્ચે બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન માં જણાવાયું હતું કે રશિયા ચીન ની “વન ચાઈના’ પોલિસી નું સમર્થન કરે છે. તેમણે તાઈવાન ને ચીન ના અવિભાજ્ય હિસ્સા તરીકે સ્વિકાર કર્યો હતો. આ સાથે જ તાઈવાન ને કોઈ પણ સ્વરૂપ માં સ્વાતવ્યત્વ ના દાવા ને પણ સંપૂર્ણપણે નકારી દીધો હતો. તેના બદલા માં ચીને પણ યુક્રેન ના મુદ્દે અમેરિકા સાથે ચાલી રહેલી તણાવ ની પરિસ્થિતિ માં રશિયા ને સમર્થન કરે છે. બન્ને દેશો ના વડાઓ નું સંયુક્ત નિવેદન ના પ૩૦૦ શબ્દો માં મુખ્યત્વે રશિયા અને ચીને એકબીજા ના હિતો નું રક્ષણ કરવા ઉપરાંત આપસી સહયોગ ની પણ વાત કરી હતી.

જેમાં તેમની સંપ્રભૂતા, પ્રાદેશિક અખંડતા તથા ઘરેલુ બાબતો માં અન્ય કોઈ પણ દેશ ની દરમ્યિાનગિરી નહીં સ્વિકારવા નો સમાવેશ થાય છે. તદુપરાંત ચીને અમેરિકા ઉપર આરોપ લગાવ્યો હતો કે અમેરિકા હોંગકોંગ માં તોફાનીઓ ને પ્રોત્સાહન આપી રહ્યું છે. જ્યારે રશિયા એ પણ કહ્યું હતું કે અમેરિકા યુક્રેન માં સંકટ વધારી રહ્યું છે.રશિયા ના રાષ્ટપતિ પુતિન યુક્રેન ને નાટો માં સામેલ કરવા ના વિરોધ માં અમેરિકા સહિત નાટો જૂથ ના તમામ રાષ્ટ્રો સામે ટક્કર લઈ રહ્યા છે. આ સંજોગો માં બેઈજિંગ માં શી જિનપિંગ સાથે ની મુલાકાત રણનૈતિક વ્યુહરચના હેઠળ ની હતી. ચીનના રાષ્ટ્રપતિ સાથે ની આ મુલાકાત થી રશિયા અને ચીન ના સંબંધો વધારે મજબૂત થશે. ચીને અમેરિકા તથા નાટો દેશો સામે ના રશિયા ના વલણ નું સમર્થન કર્યું છે. સાથે જ તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં યુક્રેન ઉપર પ્રતિબંધાત્મક કાર્યવાહી માટે રશિયા ને સાથ આપ્યો હતો. આમ હવે યુક્રેન મામલે અવાર નવાર રશિયા ને ધમકીઓ આપતા અમેરિકી રાષ્ટ્રપતિ માટે હવે રશિયા ને ચીન ના સમર્થન બાદ સ્થિતિ વધારે વિકટ બનશે.

Leave a Reply

Your email address will not be published.