ફ્રાન્સ માં ધ ફોરમ ઓફ ઈસ્લામ

ફ્રાન્સ ની ઈમેન્યુઅલ મેક્રો સરકારે ઈસ્લામિક કટ્ટરવાદ નો સામનો કરવા એક નવું ફોરમ “ધ ફોરમ ઈસ્લામ’ બનાવવા ની ઘોષણા કરી હતી. સરકાર નું કહેવું છે કે આ ફોરમ માં ઈસ્લામ ને ફરી આકાર અપાશે. આ ફોરમ માં ઈમામ સહિત સામાન્ય લોકો નો પણ સમાવેશ કરાશે પરંતુ તેમની પસંદગી ફ્રાન્સ સરકાર કરશે. આ ફોરમ માં ચોથા ભાગ ની મહિલાઓ પણ હશે.ફાન્સ માં છેલ્લા થોડા સમય થી ઈસ્લામિક કટ્ટરપંથી વિચારધારા ને પગલે હુમલાઓ વધી રહ્યા છે. ફ્રાન્સ ના સેંકડો નાગરિકો જેહાદી ઓ ની મદદ થી સિરીયા જઈ ને ઈસ્લામિક સ્ટેટ માં જોડાઈ ચૂકેલા છે. ફ્રાન્સ સરકારે કહ્યું છે કે આ ફોરમ ના સભ્યો મુસ્લિમ સમાજ ને માર્ગદર્શન આપવા માં મદદરૂપ થશે. જો કે કેટલાક લોકો સરકાર ની વાત સાથે સંમત છે. આ લોકો નું કહેવું છે કે ફ્રાન્સ માં વધતી ઈસ્લામિક કટ્ટરતા એક ખતરો છે. આ ફોરમ થી ફ્રાન્સ ની જનતા અને ફ્રાન્સ ની ૫૦ લાખ ની મુસ્લિમ આબાદી સુરક્ષિત રહેશે. તેનાથી એ પણ સુનિશ્ચિત થઈ શકશે કે ફ્રાન્સ માં મુસ્લિમ પ્રથા જાહેર જીવન માં ધર્મનિરપેક્ષતા ના મુલ્યો ને અનુરૂપ હોય. જ્યારે પેરિસ માં શનિવારે ધ ફોરમ ફોર ઈસ્લામ ની ઉદઘાટન બેઠક માં ફ્રાન્સ ના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમેનિ ને કહ્યું હતું કે આપણે ઈસ્લામ સાથે ના સંબંધો ફરી શરુ કરી રહ્યા છીએ.

આ ફોરમ સંવાદ નું એક નવુ સ્વરુપ હશે. જે ફ્રાન્સમાં ઈસ્લામ ને વધુ ખુલ્લા અને સમાવેશક રૂપ માં રજુ કરશે. જો કે આ જાહેરાત બાદ ફ્રાન્સ ના મુસ્લિમો પણ બે ભાગ માં વહેંચાઈ ગયા છે. આ નિર્ણય ના વિરોધીઓ નું કહેવું છે કે આ અમારા ધર્મ ઉપર નિયંત્રણ કરવા નો પ્રયાસ છે. ફ્રાન્સ મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. અહીં જ્યારે પણ હુમલા થાય છે ત્યારે મુસ્લિમો ને શંકા ની નજરે જોવાય છે.અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે આ નવુ ફોરમ “ધ ફોરમ ફોર ઈસ્લામ’ તે કાઉન્સિલ ઓફ મુસ્લિમ ફેઈમ ની જગ્યા લેશે. જે સંસ્થા ની સ્થાપના પૂર્વે રાષ્ટ્રપતિ નિકોલસ શરકોઝી એ ૨૦૦૩ માં કરી હતી. જો કે ટીકાકારો મેક ના આ પગલાની ટીકા પણ કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે ફ્રાન્સ માં ૧૦ મી એપ્રિલે ચૂંટણીઓ યોજાવાની છે. તેથી મેકન નું આ પગલું રાજકીય છે જે જમણેરી મતદારો ને આકર્ષવા ની રાજકીય ચાલ છે ત્યારે કેટલાક મુસ્લિમ અગ્રણીઆનું કહેવું છે કે અમે અમારા ધર્મ ને પણ અમારી ફેંચ ઓળખ નો હિસ્સો જ માનીએ છીએ. સરકાર નું આ પગલું ખૂબ ભેદભાવયુક્ત છે તેનાથી અમારુ સામાજીક જીવન સિમીત થઈ શકે છે. ફ્રાન્સ કેટલાક હિંસક હુમલા બાદ સમગ્ર મુસ્લિમ સમાજ ને દોષિત માને છે.

Leave a Reply

Your email address will not be published.