ભારતે વિન્ડિઝ ને ૪૪ રને હરાવ્યું
ભારત અને પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ની ત્રણ વન ડે ની શ્રેણી માં પ્રથમ વન-ડે જીતી ૧-૦ ની સરસાઈ સાથે ટીમ ઈન્ડિયા બુધવાર અને ૯ મી ફેબ્રુઆરી એ બીજી વન ડે રમાઈ હતી. જેમાં ઈન્ડિયા એ વિન્ડિઝ ને ૪૪ રન થી હરાવતા બીજી વન-ડે અને વન-ડે સિરીઝ જીતી લીધી હતી.વેસ્ટ ઈન્ડિઝ એ ટોસ જીતી ને પ્રથમ બોલિંગ કરવા નું પસંદ કરતા ટીમ ઈન્ડિયા તરફ થી કપ્તાન રોહિત શર્મા અને વિકેટ કિપર ઋષભ પંત ઓપનીંગ માં ઉતર્યા હતા. જો કે હિટમેન શર્મા અંગત ૫ રને જ આઉટ થઈ જતા ટીમ ઈન્ડિયા ની પ્રથમ વિકેટ ૯ રને પડી ગઈ હતી. ત્યાર બાદ ઋષભ પંત અંગત ૧૮ રને અને વિરાટ કોહલી પણ અંગત ૧૮ રને આઉટ થતા સ્કોર ૪૩ રને ૩ વિકેટ થયો હતો. જો કે ત્યાર બાદ લોકેશ રાહુલ અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી. જો કે કમનસીબે માત્ર ૧ રન માટે અર્ધી સદી ચૂકતા લોકેશ રાહુલ અંગત ૪૯ રને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર અડધી સદી ફટકારતા ૬૪ રન બનાવ્યા હતા. ત્યાર બાદ વોશિંગ્ટન સુંદર ૨૪, દિપક હુડ્ડા-૨૯, યજુર્વેદ્ર ચહલ નોટ આઉટ ૧૧ ની મદદ થી ટીમ ઈન્ડિયા એ નિર્ધારીત ૫૦ ઓવરો માં ૯ વિકેટે ૨૩૭ રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફ થી અલ્ઝાદી એસેફ અને ઓડિન સ્મિથ ને ૨-૨ | વિકેટ જ્યારે કેમર રોચ, જેસન હોલ્ડર, અકિલ હોસિન અને ફેબિયન એલન ને ૧-૧ વિકેટો મળી હતી. આમ વિન્ડીઝ ને જીતવા માટે ૨૩૮ નો લક્ષ્યાંક મળ્યો હતો. વિન્ડીઝ તરફ થી શાઈ હોપ અને બ્રાડિન કિંગ એ સુંદર શરુઆત કરી હતી. જો કે કિંગ અંગત થી ૧૮ રને આઉટ થતા વિન્ડિઝ ની ૩૧ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ બ્રાવો પણ અંગત માત્ર ૧ રને આઉટ થતા ૩૮ રને બીજી વિકેટ પડી હતી ત્યાર બાદ શામર બ્રુક્સ ૪૪, અકિલ હોસિન-૩૪ અને ઓડિન સ્મિથ ૨૪ સિવાય અન્ય કોઈ બેટ્સમેન નોંધપાત્ર દેખાવ ના કરી શકતા ૪૬ ઓવરો માં વિન્ડિઝ ૧૯૩ રન બનવી ને ઓલઆઉટ થઈ જતા ભારત નો ૪૪ રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયા તરફ થી પ્રસિધ્ધ ક્રિષ્ણા એ ૯ ઓવરો માં માત્ર ૧૨ રન આપી ને ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર-૨ તેમ જ સિરાજ, ચહલ, વોશિંગ્ટન સુંદર અને દિપક હુડ્ડા ને ૧-૧ વિકેટો મળી હતી.આમ ટીમ ઈન્ડિયા એ બીજી વન-ડે જીતવા ની સાથે વિન્ડીઝ સામે ની ત્રણ વન-ડે ની સિરીઝ પણ જીતી લીધી હતી.