ભારત ના પ્રથમ વડાપ્રધાન કોણ ?

ભારત દેશ આજે જ્યારે તેની લોકતંત્ર ના અમૃત વર્ષ ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશ ના જાગૃત નાગરિકો ના મન માં આવો સવાલ ઉઠે તે એક દેશ તરીકે કમનસીબી પણ છે અને કાળમીઢ રાત્રિ માં ઉજાસ નું એક કિરણ પણ છે.સૌ પ્રથમ કમનસીબી ની વાત કરીએ તો આજે ભારત દેશના મોટાભાગ ના લોકો દેશ ને આઝાદી હેરુ-ગાંધી એ અહિંસા, સત્યાગ્રહ અને અહિંસા ના માર્ગે મળી હોવાનું કહેવા ઉપરાંત મગજ માં દેશભક્તિ નો પવન ફૂંકાય તો નાનપણ થી સાંભળતા આવ્યા છીએ તે ગીત કાનો માં ગુંજવા લાગે છે. “દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ”. કારણ કે કોંગ્રેસીઓ અને તેમની ચાટુકારિતા કરતા ડાબેરી વિચારધારા ધરાવનાર લોકો એ ભારત નો ઈતિહાસ તોડી મરોડી ને આપણ ને કંઈક એવી રીતે ભણાવાયો છે કે અનેક સાચા [ દેશભક્તો ને હાંસિયા માં ધકેલી દેવાયા છે.જ્યારે લૂંટારા, ઘાતકી હત્યારા એવા દેશ માં પર ચઢાઈ કરનારા વિદેશી આક્રમણખોરો અને અંગ્રેજો ની નીતિ ના ગુણગાન કરાયા છે. જો કે ૨૦૧૪ પછી બદલાયેલી સરકાર ના સમય માં નેતાજી ની ગોપનીય ફાઈલો જાહેર કરાયા થી માંડી ને વીર સાવરકરક ના સન્માન સહિત ના પગલા એ આજે હજારો નાગરિકો ને એ અહેસાસ કરાવી દીધો છે કે તેમને ખોટો ઈતિહાસ ભણાવાઈ ને મોટી છેતરપિંડી કરાઈ છે. શાસન કરવા લાલચી, લંપટ અને હેંતિયા રાજકારણી ની ભવ્યતા દર્શાવવા ઘણા શૂરવીર નરબંકાઓ અને દેશ માટે જાનફેસાની કરનરા લોકો સાથે અન્યાય કરતા તેમને ગુમનામી ના અંધારા માં ધકેલી દેવાયા હતા. જો કે હવે સાડાસાત દાયકા બાદ આ બાબતે જાગૃ ત થઈ રહ્યો છે તે અંધકાર માં ઉજાસ ના કિરણ સમાન ભાસે છે.ભારત ની આઝાદી નું પ્રથમ રણશિંગુ ૧૮૫૭ માં મેરઠ થી ફૂંકાયું હતું. ભારત ના ઈતિહાસ માં ૧૮૫૭ના બળવા તરીકે સુવિખ્યાત આ અંગ્રેજો ને હાંકી કાઢવા ની લડાઈ માં ઉત્તર અને મધ્ય ભારત ના પ્રાંતો પણ સામેલ હતા. મેરઠ ના ગેરીસન ટાઉન | ની બ્રિટીશ કાઉન વતી ભારત માં શાસન કરતી બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપની ની આર્મી થી શરુથયેલો આ બળવો આ પ્રાંતો માં વાસ્તવ માં બ્રિટીશ શાસન સામે મોટા જોખમરૂપ બની રહ્યો. ૧૮ મે ૧૮૫૭ ના રોજ શરુ થયેલો આ બળવો લગભગ દોઢ વર્ષ ચાલ્યો. તે વખતે ચાર્લ્સ કેનિંગ બ્રિટીશ રાજ ના ગવર્નર જનરલ હતા. મંગલ પાંડે, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, નાના સાહેબ જેવા વીર સપૂતો અને વિરાંગનાઓ એ મા ભારતી ની આઝાદી ના મુખ્ય નેતાઓ હતા.જો કે જે સંજોગો માં દેશ ગુલામ બન્યો હતો તેવા જ સંજોગો માં – આપસી લડાઈ, સંપ અને એકતા નો અભાવ અને પરસ્પર ના દ્વેષભાવ ના કારણે ઘણા પ્રાંતો ના શાસકો અંગ્રેજો ની પડખે પણ ઉભા રહ્યા અને આખરે દોઢ વર્ષ બાદ અંગ્રેજો આ બળવા ને કચડી નાંખવા માં સફળ રહ્યા.હવે થોડો દેશ ને આઝાદી મળી ત્યાર નો ઈતિહાસ જાણીએ.

દેશ ને આઝાદી ગાંધીજી અને હેરુ એ અપાવી તેવી ગળથૂથી કે જુઠ નું ચૂરણ આપણ ને વામપંથી અને હેરુવાદી ઈતિહાસકારો એ દેશ ને જનતા ને પિરસ્યુ હતું. આજે થોડા તથ્યો ચકાસીએ. ભારતીય બંધારણ ના ઘડવૈયા અને સ્વાતંત્ર્ય સેનની ડો. ભીમરાવ આંબેડકર એ બીબીસી ને ૧૯૫૫ માં આપેલા ઈન્ટર્વ્યૂ માં જણાવ્યું હતુ કે ભારત ને આઝાદી હેરુ-ગાંધી ના કારણે નહીં પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝ ના કારણે મળી હતી. હાલ માં પણ યુ-ટ્યુબ ઉપર | ઉપલબ્ધ આ રેડીયો ઈન્ટવ્યું માં તેમણે જણાવ્યું હતું કે સુભાષચંદ્ર બોઝ એ જે આઝાદ હિંદ ફોજ બનાવી હતી, તેના કારણે અંગ્રેજો એ ભારત ને આઝાદ કરવા નો નિર્ણય કર્યો. અંગ્રેજો એ ભરોસા થી ભારત ઉપર શાસન કરી રહ્યા હતાકે દેશ માં રાજનેતા કંઈ પણ કરે પરંતુ ભારતીય સૈનિકો ની અંગ્રેજ સરકાર તરફ ની વફાદારી ક્યારેય નહીં બદલાય, પરંતુ સુભાષચંદ્ર બોઝ ના કારણે અંગ્રેજો નો આ ભરોસો તૂટી ને ચકનચૂિર થઈ ગયો હતો. અંગ્રેજો ને એ સમજાઈ ગયું હતું કે તેમને તબાહ કરવા ભારતીય સૈનિકો ની એક પલ્ટન બનાવવા તેમને ઉશ્કેરી શકાય છે. આમ ડૉ. આંબેડકર ખૂબ સ્પષ્ટ રીતે માનતા હતા કે દેશ ને આઝાદી ગાંધી-હેરુ ના કારણે નહીં પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝ ના કારણે મળી હતી.૧૯૩૯ ની ૧લી સપ્ટેમ્બરે શરુ થયેલા બીજા વિશ્વયુધ્ધ ના સમયગાળા માં જ નેતાજી સુભાષચંદ્ર બોઝ નું માનવું હતું કે જ્યારે અંગ્રેજ સૈન્ય આ યુધ્ધ માં રોકાયેલું છે ત્યારે આ જ સમય, તક નો લાભ લઈ ને દેશ ને આઝાદ કરાવવો જોઈએ. જ્યારે તેનાથી વિપરીત હેરુ-ગાંધી ની વિચારસરણી અંગ્રેજો ને વફાદાર રહી તેમને યુધ્ધ માં સાથ આપવા ની હતી. પરિણામ સ્વરૂપે નેતાજી ની સાથે કોંગ્રેસ માં પ્રમુખ હોવા છતા એવો વ્યવહાર થયો કે તેઓ એ કોંગ્રેસ ને છોડવી પડી. ત્યાર બાદ નેતાજી પોતાના મિશન ને પાર પાડવા અંગ્રેજો ને ચકમો આપી ને જર્મની પહોંચી ગયા. અને દેશ ની આઝાદી માટે કાર્ય કરતા રહ્યા. આથી કોંગ્રેસ માં ખળભળાટ વ્યાપી ગયો. તે સમયે ન માત્ર કોંગ્રેસ માં પરંતુ દેશ ની જનતા માં નેતાજી ગાંધી-ન્હરુ કરતા વધારે લોકપ્રિય હતા. કોંગ્રેસ માં તો રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૯૩૮ માં રહયા બાદ બીજી ટર્મ માટે ૧૯૩૯ માં હેરુ-ગાંધી તેમને અધ્યક્ષ બનતા અટકાવવા તેમની સામે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હોવા છતા જબલપુર ના અધિવેશન માં તેને હરાવી ને નેતાજી ચૂંટાઈ આવ્યા હતા. તે બાબત જ તેઓ હેરુ-ગાંધી કરતા પણ વધારે લોકપ્રિય નેતા હતા તે સાબિત કરે છે. તે સમયે ભારત ની જનતા ગાંધીજી ની અહિંસા ની વાતો અને કોંગ્રેસ ની નિષ્ક્રિયતા થી તંગ આવી ગઈ હતી. દેશ ની જનતા ને નેતાજી ના સૂત્ર-તુમ મુજે ખૂન દો મેં તુહે આઝાદી મૂંગા માં વધારે વિશ્વાસ અને ભરોસો હતો.નેતાજી ની લોકપ્રિયતા થી ગાધીજી પણ હેરાન પરેશાન હતા. ૧૯૪૦-૪૬ કોંગ્રેસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અબ્દુલ કલામ આઝાદ પોતાના પુસ્તક ઈન્ડિયા વિન્સ ફિડમ ની હિન્દી આવૃતિ ના પાના નં.૩૬ ઉપર નોંધે છે કે સુભાષચંદ્ર બોઝ દ્વારા જર્મની અને જાપાન ની મદદ થી કરેલા પ્રચાર નો લોકો ઉપર પ્રભાવ પડ્યો.

જાપાન એ ભારત ની આઝાદી નો વાયદો કર્યો હતો એટલે લોકો તેની તરફ આકર્ષિત થયા. લોકો નું માનવું હતું કે જાપાન એ બ્રિટન ને કમજોર બનાવી દીધું છે અને ભારત આનો લાભ ઉઠાવવો જોઈએ. જ્યારે નેતાજી નો જર્મની ચાલ્યા જવા ના નિર્ણય નો ગાંધીજી ઉપર ઉંડો પ્રભાવ પડ્યો હતો. અગાઉ નેતાજી ના ઘણા કામ ગાંધીજી ને પસંદ હોતા આવતા, પરંતુ હવે તેમના વિચારોમાં પરિવર્તન અનુભવી શકાતું હતું. તેમની ઘણી વાતો થી મને એમ લાગતું હતું કે નેતાજી એ ભારત થી ભાગી છૂટવા માં જે સાહસ અને કુશળતા દાખવી હતી તેના માટે ગાંધીજી ના મન માં પણ નેતાજી પ્રત્યે પ્રશંસાનો ભાવ હતો. નેતાજી તરફ ના આ પ્રશંસા ના ભાવ ના કારણે જ ગાંધીજી નો યુધ્ધ પ્રત્યે નો દૃષ્ટિકોણ ઉપર પણ પ્રભાવ પાડ્યો હતો. દેશ માં સુભાષચંદ્ર બોઝ ના સમર્થન માં ઉઠેલો લોક જુવાળ ગાંધીજી ને ખટકતો હતો. આ જ સમયગાળા માં ૧૯૩૩ થી ૧૯૪૨ સુધી ના નવ વર્ષો માં ગાંધીજી નિષ્ક્રિય હતા. હોતી કોઈ ચળવળ ચલાવી કે ન્હોતા એકેય વાર જેલ માં ગયા. આખરે ૧૯૪૨ માં નેતાજી ના પ્રભાવ ને ખાળવા ભારત છોડો આંદોલન ની શરુઆત થઈ. જેને કોઈ પરિણામ વગર ૧૯૪૪ માં અંગ્રેજો એ દમનકારી નીતિઓ ની કચડી નાખ્યું. દેશ ના મોટા નેતાઓ ના જેલવાસ પછી આ આંદોલન સંભાળનાર તત્કાલિન યુવાનેતતેઓ જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા અને અરુણા અસફ અલીએ પણ આંદોલનને નિષ્ફળ ગણાવ્યું હતું. પરંતુ આઝાદી બાદના વામપંથી વિચારધારા અને હેરુવાદી ઈતિહાકારોએ આ આંદોલનને સફળ ગણાવવા ઉપરસંત અંગ્રજો ને દેશ છોડવા મજબૂર કર્યાનો જૂઠો પાઠ ભણાવ્યો હતો.હિંદ છોડો ચળવળ થી જેલ માં પુરયેલા ગાંધી ને ૧૯૪૪ માં તેમની નાદુરસ્ત તબિયત ના કારણે છોડવા માં આવ્યા હતા. જો કે આ દરમિયાન કસ્તુરબા ના અવસાન અને ખરાબ સ્વાથ્ય ના કારણે ગાંધીજી તૂટી ગયા હતા અને હવે કોઈ આંદોલન કે અંગ્રેજો સામે લડાઈ કરવા માંગતા ન હતા. આ બાબત નો સ્પષ્ટ ઉલ્લેખ તેમણે ૨૯ જૂન ૧૯૪૪ માં પૂણે માં કોંગ્રેસી કાર્યકરો ને કરેલા સંબોધન માં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યાં નવા આંદોલન ની વાત છે અને ૧૯૪૨ માં મને કેદ કરાયો હતો તે જ વખતે મને કોંગ્રેસ દ્વારા મળેલા અધિકારો નષ્ટ થઈ ગયા હતા. આજે હું જેલ ની બહાર છું તો મારી બિમારી ના કારણે છું. આ રિહાઈ ના પાછળ મારી તાકાત નથી તેમ જ તમારા બધા લોકો ના કારણે પણ નથી. વર્તમાન સમય માંહું કોઈ પણ આંદોલન શરુ કરી શકતો નથી.

– જવાહરલાલ હેરુ પણ અંગ્રેજો સામે લડવા – ન્હોતા માંગતા. હેરુ એ બ્રિટીશ પત્રકાર અને લેખક લિયોનાર્ડ મેલે ને ૧૯૬૦ માં આપેલા ઈન્ટર્વ્યૂ નો ઉલ્લેખ મેસ્લે એ પોતાના પુસ્તક ભારત માં બ્રિટીશ રાજ ના અંતિમ દિવસો માં પાના નં.૨૪૬ ઉપર આ ઈન્ટર્બે માં હેરુ એ કહ્યું હતું કે “સાચી વાત તો એ છે કે અમે લોકો થાકી ગયા હતા અને બુટ્ટા પણ થઈ રહ્યા હતા. – હવે જેલ જતા ની શક્યતા અમારા માં થી બહુ – થોડા લોકો સહન કરી શકે તેમ હતા. જો અમે – અખંડ ભારત ની વાત ઉપર અડગ રહેતા તો સ્પષ્ટ હતું કે અંગ્રેજ સરકાર અમને જેલમાં નાંખી – દેત. દેશ ના વિભાજન ની દરખાસ્ત અમારી સામે એક માર્ગ ખોલ્યો જેને અમે અપનાવી લીધો.” આમ ૧૯૪૪ સુધી મા ગાંધીજી અને – હેરુ બન્ને અંગ્રેજો સામે શરણાગતિ સ્વિકારી – કોઈ આંદોલન કે લડત નહીં કરવા ની વાત કરી હતી. જેમાં ગાંધીજી છે એ ખરાબ સ્વાથ્ય ના [ કારણે જ્યારે હેરુ એ જેલવાસ ના ડર થી.જ્યારે આ જ સમયગ પળા માં નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ ની રચના દ્વારા એક પછી – એક ફતેહ મેળવી રહ્યા હતા. ત્યારે હિન્દુસ્તાન – ની સીમા ની અંદર નેતાજી સુભાષચંદ્ર બોઝ – ની આઝાદ હિંદ સેના કોકિલા, ઈમ્ફાલ અને આંદામાન-નિકોબાર માં આઝાદ ભારત નો ઝંડો હેરાવી ચૂકી હતી. એક તરફ હેરુ ગાંધીએ ના માત્ર અંગ્રેજો ની શરણાગતિ જ સ્વિકારી લીધી હતી પરંતુ દેશ ના વિભાજન ની શરત પણ માની લીધી હતી ત્યારે માત્ર નેતાજી જાપાન અને જર્મની જેવા દેશો ની મદદ થી અંગ્રેજો ને ન માત્ર હંફાવી રહ્યા હતા પરંતુ સીમાવર્તી વિસ્તારો ઉપર કબ્દો પણ જમાવી રહ્યા હતા. પરંતુ કદાચ કિસ્મત ફરી એક વાર નેતાજી ને સાથ ન્હોતુ આપતું. ૧૯૪૫ માં ઓગષ્ટ ૬ અને ૯ તારીખે અમેરિકા એ જાપાન ના બે શહેરો નાગાસાકી અને હિરોશિમા ઉપર પરમાણુ બોંબ વરસાવ્યા – બાદ જાપાન એ શરણાગતિ સ્વિકારી લીધી અને બીજા વિશ્વયુધ્ધ નો અંત આવ્યો. નેતાજી એ ટેકો આપતા રશિયા, જાપાન, જર્મની જેવા દેશો યુધ્ધ – હારી ચૂક્યા હતા. ૧૮ ઓગષ્ટ, ૧૯૪૫ ની – એક તથાકથિત વિમાની દુર્ઘટના પછી નેતાજી પણ અદૃશ્ય થઈ ગયા.જો કે નેતાજી ના કથિત અકસ્માત બાદ પણ નેતાજી એ જગાવેલી રાષ્ટ્રવાદ ની ભાવના પ્રજ્વલિત થઈ ચૂકી હતી. બીજા વિશ્વયુધ્ધ બાદ જ્યારે અંગ્રેજ સરકારે આઝાદ હિન્દ ફોજ ના લડવૈયાઓ સામે લાલ કિલ્લા માં ખટલો – ચલાવ્યો ત્યારે દિલ્હી, લાહોર, કરાંચી, મુંબઈ,કાનપુર સહિત દેશ ના પ્રમુખ શહેરો માં લાખો – નેતાજી ના ભક્તો ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા હતા.કોલકત્તા માં તો અંગ્રેજ સરકાર ને પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની. પરંતુ આંચકાજનક – બાબત એ હતી કે આ સ્વયંભૂ જનઆંદોલન – ને કોંગ્રેસે જરા પણ ટેકો આપ્યો ન હતો. જો કે ત્યાર બાદ થોડા સમય માં જ કેન્દ્રીય અને પ્રાંતિય પ્રદેશ ની ચૂંટણીઓ આવી રહી હતી. આઝાદ હિંદ ફોજ ના લડવૈયાઓ માટે દેશ ની જનતા નો પ્રેમ અને તેમને છોડાવવા નું ઝનૂન જોતા કોંગ્રેસ ને સમજાઈ ગયું કે આઝાદ હિંદ ફોજ ના લડવૈયાઓ સામે નો ખટલો, લડવા નો નિર્ણય લેવો પડ્યો. ખુદ હેરુ વર્ષો બાદ વકીલ નો કાળો કોટ પહેરી ને અદાલત માં કેસ લડવા ઉપસ્થિત રહ્યા. જો કે આ બાબતે કોંગ્રેસી નેતઓ ના મન માં શું ચાલી રહ્યું હતું તે તત્કાલિન વામપંથી ઈતિહાસકાર સુમિત સરકાર ના પુસ્તક આધુનિક ભારત ના પાના નં. ૪૪૧ માં નોંધ્યું છે કે ચૂંટણી ના ભાષણો માં આઝાદ હિંદ ફોજ ના કૈદીઓ ની તાત્કાલિક મુક્તિ ની માંગ કરવા માં આવતી હતી.

અંગ્રેજો તરત જ સમજી ગયા હતા કે આ ચૂંટણી જીતવા ના પેતરા હતા. આઝાદ હિંદ ફોજ ના કેદીઓ નો કેસ લડનારા કોંગ્રેસી વકીલો ની ટીમ પૈકી ના એક આસીફ અલી એ ઓક્ટોબર માસમાં વાતચીત દરમ્યિાન જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી કોંગ્રેસ, આઝાદ હિંદ ફોજ નો મામલો નથી ઉઠાવતી તો તેમનો જનાધાર ઓછો થઈ જશે. પરંતુ કોંગ્રેસ સત્તા માં આવશે તો તે નિશ્ચિત છે કે તે આઝાદ હિંદ ફોજ ના સિપાઈઓ ને ભારતીય સેના માં થી કાઢી મુકશે અને તે પણ સંભવ છે કે તેમના માં થી કેટલાક ઉપર ખટલો પણ ચલાવાશે.આ જ હકીકત માં દેશ ની આઝાદી બાદ હેરુ ની સરકારે કર્યું. હેરુએ આઝાદી પછી પણ ના તો આઝાદ હિંદ ફોજ ના સિપાઈઓ ને ભારતીય સેના માં સામેલ કર્યા ના તો તેમને યુધ્ધ/આઝાદી ની લડત માટે પેન્શન ના હક્કદાર બનાવાયા. આમ હેરુ અને કોંગ્રેસ એ સત્તા મેળવ્યા બાદ નેતાજી અને તેમની આઝાદ હિંદ ફોજ તરફ નો દ્વેષભાવ દર્શાવ્યો. જો કે ૧૯૪૫ ના દેશવ્યાપી સ્વયંભૂ જનઆંદોલન જે નેતાજી પ્રત્યે ના પ્રેમ અને તેમણે દેશ માં જગાવેલી રાષ્ટ્રવાદ ની ચેતના ની જવાળા પ્રગટી ચૂકી હતી ત્યાર બાદ ભારતીય સેના માં પણ આઝાદ હિંદ ફોજ માટે સન્માન ની લાગણી જન્મી ચૂકી હતી. અંગ્રેજ સરકાર ને જ્ઞાન થઈ ગયું હતું કે અમુક હજારો બ્રિટીશ સૈનિકો ના બળે જ્યાં રાષ્ટ્રવાદ ની ચેતના ફૂંકાઈ ચૂકેલ ૨૫ લાખ ની ભારતીય સેના ઉપર કાબુ રાખવો મુશ્કેલ બનશે. આઝાદ હિંદ ફોજ ના સિપાઈઓ ઉપર મુકદ્દમા ચલાવી ફાંસી ના માંચડે ના લટકાવવા બ્રિટીશ સરકાર ના તત્કાલિન કમાન્ડર ઈન ચીફ ક્લાક ઓકિન્સ એ ૨૪ નવે. ૧૯૪૫ ના પોતાના રિપોર્ટ માં સ્પષ્ટ જણાવ્યું હતું.અંગ્રેજો ને નેતાજી સુભાષચંદ્ર બોઝ ની આઝાદ હિંદ ફોજ ના સિપાઈઓ અને દેશભર માં ફેલાવેલી રાષ્ટ્રવાદ ની આગ અંગ્રેજ સરકાર ના સૈન્ય ના દેશી સિપાઈઓ માં પણ ફેલાઈ ગઈ હતી. આ સૈનિકો ગમે ત્યારે અંગ્રેજ શાસન સામે બળવો કરે તેવી સંભાવના ખુદ કમાન્ડ ઈન ચીફ ઓકિન્સ એ ત્રણ માસ બાદ રિપોર્ટ માં જણાવી હતી. જેને સાબિત કરી ૧૮ ફેબ્રુ. ૧૯૪૬ માં મુંબઈ અને કરાંચી ના ભારતીય નૌસેના એ વિદ્રોહ કર્યો.

જે અંગ્રેજ શાસન માં આખરી ખીલો સાબિત થયો. ૧૯૪૬ ના ડિસે. માસ માં જ લોર્ડ વેવેલ એ બ્રિટશ સૈન્ય અધિકારીઓ અને નાગરિકો માટે એકિઝટ પ્લાન બનાવ્યો હતો. ૧૯૩૩ થી ૧૯૪ર અને ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી કોંગ્રેસ. ગાંધી કે એ અંગ્રેજ શાસન સામે કોઈ વિરોધ-આંદોલન કર્યા ન હતા. વાસ્તવમાં ૧૯૪૪ માં તો ગાંધીજી એ તબિયત ના કારણે અને હેરુ એ જેલ જવા ના ડરે આંદોલન ના કરવા નું નક્કી કરી અંગ્રેજ શાસન સામે શરણાગતિ સ્વિકારી લીધી હતી.જ્યારે નેતાજી ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી અંગ્રેજો સામે જંગ લડ્યા હતા. ૧૯૪૫ માં તેમના શંકાસ્પદ હાલત માં અદશ્ય થયા બાદ પણ આઝાદ હિંદ ફોજ ની રાષ્ટ્રવાદ ની ભાવના સમગ્ર દેશ ની જનતા ઉપર છવાઈ ચૂકી હતી. ૧૯૪૫ અને ૪૬ માં અંગ્રેજ શાસન સામે દેશભર માં થયેલી વિદ્રોહ ની ઘટનાઓ પાછળ પણ કોંગ્રેસ કે હેરુ ગાંધી નહીં પરંતુ નેતાજી અને તેમની આઝાદ હિંદ ફોજ જ પ્રેરણા સ્ત્રોત હતી.બ્રિટન ના તત્કાલિન વડાપ્રધાન એટલી કે જેમણે ભારતની આઝાદી નો ઐતિહાસિક નિર્ણય લીધો હતો તેઓ ૧૯૫૬ માં – આઝાદી બાદ બે દિવસ ની ભારત યાત્રા ઉપર આવ્યા ત્યારે તેમના જણાવ્યા મુજબ અંગ્રેજો એ ભારત ને આઝાદ કરવા નો નિર્ણય ગાંધી કોંગ્રેસ ના ભારત છોડો આંદોલન ના કારણે નહીં પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝ એ સ્થાપેલી આઝાદ હિંદ ફોજ અને ૧૯૪૬ માં મુંબઈ ઈન્ડિયન નેવી ના બળવા ના કારણે લીધો હતો. તેમને જ્યારે દેશ માં વામપંથી અને હેરવાદી ઈતિહાસકારો એ ફેલાવેલા ભ્રમ ને લગતો સીધો સવાલ પૂછયો કે દેશ છોડવા પાછળ ગાંધીજી અને કોંગ્રેસ દ્વારા છેડાયેલા આંદોલન કેટલા અંશે જવાબદાર હતા તેનો માત્ર એક શબ્દ માં જવાબ હતો મિનિમમ. જો કે ભારત ની આઝાદી ના સાચા કારણો અને તેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ના યોગદાન અને આઝાદ હિંદ ફોજ ના બલિદાન અને કોંગ્રેસ આઝાદી બાદ પણ દાયકાઓ સુધી છુપાવતી રહી અને ગાંધી-હેરુના કારણે આઝાદી મળવા નો જૂઠો પાઠ દેશ ની જનતા ને ભણાવતી રહી.જાપાન ના કબ્બા હેઠળ ના સિંગાપોર માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઓક્ટો. ૧૯૪૩ માં નેતાજી એ આઝાદ ભારત ની આરઝુહકુમત ની સ્થાપના કરતા પોતાનું ચલણ, કોર્ટ, સિવિલ કોડ અને રાષ્ટ્રિય ધ્વજ ની જાહેરાત કરી. નેતાજી ના વડાપ્રધાનપદે સ્થપાયેલી આ આરઝુ હકુમત ને જાપાન, રશિયા, જર્મની સહિત ૧૧ દેશો એ માન્યતા પણ આપી હતી. આમ જ્યારે દેશ ની આઝાદી ની લડત નું ફીંડલુ વાળી ને હેરુ-ગાંધી એ અંગ્રેજો ની શરણાગતિ સ્વિકારી લીધી હતી ત્યારે એકલપંડે, ભારત ની વ્હાર રહી ને ભારત ના સ્વાતંત્ર્ય ની લડત ચલાવી રહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ એ આઝાદ હિંદ ફોજ, આઝાદ હિંદ રેડિયો, આરઝી હકુમત, આઝાદ દ્રિઢ ના ચલણ, કાયદા-કાનુન અને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્તિ સાથે દેશ ની જનતા માં આઝાદી ની ઝંખના અને રાષ્ટ્રવાદ ની ભાવના સફળતપૂર્વક જગાવી હતી. અંગ્રેજો ના નાક માં દમ લાવી દેવા ઉપરાંત અંગ્રેજ સેના ના ભારતીય સિપાહીઓ માં પણ રાષ્ટ્રવાદ જગાવી દીધો હતો જેને અંતે અંગ્રેજો ને ભારત છોડવા માટે મજબૂર કર્યા. હવે તમે જ નકકી કરો કે ભારત ના પ્રથમ વડાપ્રધાન કોણ?

Leave a Reply

Your email address will not be published.