મસીહા બન્યો સોનુ સુદ

બોલિવુડ એક્ટર સોનુ સુદ કોરોના મહામારી દરમ્યિાન પરપ્રાંત ના મજુરો માટે મસીહા બનવા ઉપરાંત અનેક હોસ્પિટલો માં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા, યુવાઓ ના ભણતર અને પ્લેસમેન્ટ જેવા વિવિધ ક્ષેત્રે જનકલ્યાણ ના કામ કરી ને રિયલ લાઈફ હિરો નું બિરુદ પામ્યો છે.હાલ માં જ પંજાબ ના મોગા વિસ્તાર માં કોટકપુરા બાયપાસ પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. આવતા જતા વાહનો ધીમા પડી ને એક્સિડન્ટ જોઈ ને રવાના થઈ જતા હતા. અચાનક ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સુદ એ આ જોતા પોતાની કાર રોકી ને અકસ્માત થયેલી કાર પાસે પહોંચ્યો હતો. ત્યાં કાર ચાલક ગંભીર હાલત માં ઘાયલ થઈ ને કાર માં જ ફસયો હતો. સોનુ એ મિત્રો ની મદદ થી કાર નું સેન્ટર લોક ખોલી ઘાયલ યુવક ને વ્હાર કાઢી, જાતે પોતાના હાથ માં ઉપાડી ને પોતાની ગાડી માં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. તેની હાલત માં સુધારો થયા બાદ જ તે હોસ્પિટલ થી નિકળ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ નો વિડીયો સોશ્યિલ મિડીયા માં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો સોનુ સુદ ની પ્રશંસા કરતા તેને જ રિયલ હિરો ગણાવી રહ્યા છે.સોનુ સુદ પોતે તો રાજકારણ થી દૂર છે પંરતુ તેની બહેન માલવિકા સુદ પંજાબ ની મોગા સીટ ઉપર થી કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે. સોનુ સુદ પોતાની હેન ને પ્રચાર માં મદદ કરી રહ્યો છે. કોંગ્રેસ એ મોગા સીટ સોનુ સુદ ને આપવા માટે થઈ ને આ સિટ ના પોતના ધારાસભ્ય હરજોત કમલ ની ટિકીટ કાપી હતી. આથી નારાજ હરજોત કોંગ્રેસ છોડી ને ભાજપા માં જોડાઈ જતા હવે તે મોગા સિટ ઉપર થી ભાજપા ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. સોનુ સુદ ની પણ રાજકારણ માં જોડાવા ની જોરદાર અટકળો ચાલતી હતી. જો કે સોનુ સુદ એ સ્પષ્ટ કર્યું હતું કે મારું કામ એક્ટિગ કરવા નું છે, તે હું કરતો રહીશ. રાજકારણ સાથે મારે કોઈ લેવા દેવા નથી. અત્યારે હું એક્ટિગ કરવા ઉપરાંત જે લોકો ની સેવા કરું છું તે જ મારુ લક્ષ્ય છે. મારુ મિશન પંજાબ પુરતુ મર્યાદિત નથી. મારું મિશન આખા દેશ માટે છે. હું વધુ માં વધુ લોકો સુધી મદદ પહોંચાડવા માંગુ છું.

Leave a Reply

Your email address will not be published.