‘મુખ્યમંત્રીઓ અને પ્રદેશની જનતા
દેશ ના પાંચ રાજ્યો ની વિધાનસભા ની ચૂંટણીઓ યોજાઈ રહી છે આ પાંચ રાજ્યો ની કુલ વસ્તી તે દેશ ની ૨૦ ટકા વસ્તી થી વધારે છે. આ પાંચેય રાજ્યો ના મુખ્યમંત્રીઓ ના છેલ્લા પાંચ વર્ષ માં તેમની સંપત્તિ ના લેખાજોખા ચકાસવા જરુરી છે.કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી જેમને ગરીબ ગણાવે છે તેવા પંજાબ ના મુખ્યમંત્રી ચરણજીત સિંગ ચન્ની પાંચે ય મુખ્યમંત્રી માં સૌથી અમીર છે !!! અને તેમાં પણ છેલ્લા પાંચ વર્ષો માં તેમની સંપત્તિ માં ઘટાડો થયો છે. ૨૦૧૨ માં તેમણે ચૂંટણી પંચ ને પોતાની સંપત્તિ ની આપેલી માહિતી અનુસાર તેમની પાસે ૧૪.૫૧ કરોડ ની સંપત્તિ હતી. જે હવે ૨૦૨૨ માં ઘટી ને ૯.૪૫ કરોડ થઈ છે. જ્યારે પંજાબ માં સામાન્ય જનતા ની વાર્ષિક સરેરાશ આવક ૧.૦૫ લાખ હતી જે ૨૦૨૦૨૦૨૧ માં વધી ને ૧.૦૯ લાખ થઈ છે. અર્થાત પાંચ વર્ષ માં ફક્ત ૪ હજાર સરેરાશ આવક વધી છે. જો કે ચન્ની પાંચે ય રાજ્યો ના મુખ્યમંત્રીઓ માં સૌથી ધનિક છે. ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પાસે ૨૦૧૭ માં ૪૯.૧૫ લાખ ની સંપત્તિ હતી જે વધી ને ૨૦૨૨ માં ૩.૩૪ કરોડ થઈ છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપત્તિ પ૮૦ ટકા વધી ગઈ છે.
જ્યારે ઉત્તરાખંડ ના સામાન્ય જનતા ની ૨૦૧૬-૧૭ માં સરેરાશ વાર્ષિક આવક ૧.૩૮ લાખ રૂા. હ તી જે ૨૦૧૯૨૦ માં વધીને ૧.૫૮ લાખ થઈ છે. આમ પાંચ વર્ષ માં સરેરાશ આવક માં ૨૦ હજાર વાર્ષિક નો વધારો થયો છે. જ્યારે મણિપુર ના મુખ્યમંત્રી એન.બિરેનસિંહ ની સંપત્તિ માં પણ પાંચ વર્ષો માં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭ માં તેમણે ૧.૫૬ કરોડ ની સંપત્તિ દર્શાવી હતી જે ૨૦૨૨ માં ૧.૩૬ કરોડ રૂા. થઈ છે. જ્યારે રાજ્ય માં સામાન્ય વ્યક્તિ ની પ્રતિવર્ષ સરેરાશ આવક ૨૦૧૬ માં ૪૭૧૫૧ રૂા. હતી જે ૨૦૨૦ માં પ૩૯૨૦ રૂા. થઈ હતી. જ્યારે ગોવા ના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ની સંપત્તિ પાંચ વર્ષ માં ૨૧૫ ટકા વધી છે. ૨૦૧૭ માં તેમની સંપત્તિ ૨.૭૮ કરોડ હતી જે ૨૦૨૨ માં વધી ને ૮.૭૬ કરોડ રૂા. થઈ ગઈ છે. ગોવા દેશ નું સર્વાધિક સરેરાશ વાર્ષિક આવક ધરાવતુ રાજ્ય છે. જે ૨૦૧૬ માં ૩.૦૫ લાખ હતી જે ૨૦૧૯ માં ઘટી ને ૩.૦૩ લાખ થઈ ગઈ હતી. જ્યારે યુ.પી.ના મુખ્યમંત્રી યોગીજી ની સંપત્તિ છેલ્લા પાંચ વર્ષો માં ૬૦ ટકા વધી ને ૧.૫૪ કરોડ રૂા. થઈ છે. જો કે છેલ્લા પાંચ વર્ષો માં સામાન્ય નાગરિક ની આવક જે ૨૦૧૬-૧૭ માં ૪૦૮૪૭ હતી તે ૨૦૨૦૨૧ માં ૪૧૦૨૩ રૂા. થઈ છે. અર્થાત કે સામાન્ય જનતા ની વાર્ષિક આવક છેલ્લા પાંચ વર્ષો માં ૫૦૦ રૂા. પણ વધી નથી.