મેર્કો મોસ્કો માં
આ અગાઉ યુક્રેન-રશિયા વચ્ચે બે સપ્તાહ પૂરતો યુદ્ધવિરામ – યુધ્ધ રોકવા માં ફાંસ અને જર્મની ની મહત્વ ની ભૂમિકા રહી હતી. હાલ માં ફ્રાંસ ના રાષ્ટપતિ ઈમેન્યુઅલ મેક્રો રશિયા ના રાષ્ટ્રપતિ પ્લાદિમીર પુતિન ને મળવા મોસ્કો ની મુલાકાતે પહોંચ્યા હતા.હાલમાં પણ રશિયા-યુક્રેન તંગદિલી ખતમ કરવા ફાંસ અને , જર્મની પ્રયત્નશીલ છે. આથી જ ફાન્સ ના રાષ્ટ્રપતિ મેક્રો? મોસ્કો અને જર્મની ના ચાન્સેલર ઓલફ શુલ્ક આ સંદર્ભે જ વોશિંગ્ટન પહોંચ્યા છે. મેક્રો એ પુતિન સાથે જ્યારે શુલ્ક એ જો બાયડન સાથે મંત્રણા કરી હતી. રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન સાથે યુક્રેન મુદ્દે તંગદિલી ઘટાડવા રાષ્ટ્રપતિ મેક્રો એ બે વખત ફોન ઉપર વાતચીત કર્યા બાદ સોમવારે મોસ્કો પહોંચ્યા હતા. તેમણે રાષ્ટપતિ પુતિન ને સકારાત્મક જવાબ ની અપેક્ષા સાથે જણાવ્યું હતું કે તંગદીલી ઘટતા યુધ્ધ નું જોખમ ખત્મ થશે અને પરસ્પર વિશ્વાસ નું વાતાવરણ બનશે. તેના થી સમગ્ર વિસ્તાર માં સ્થિરતા અને સ્પષ્ટતા ની સ્થિતિ ઉભી થશે. જેનો પ્રત્યુત્તર આપતા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે ફ્રાંસ ની અને રશિયા ની ચિંતા સરખી છે. બન્ને દેશો વિચારી રહ્યા છે કે યુરોપ ની સુરક્ષા નું શું થશે ? યુરોપ ની સુરક્ષા સાથે જ ફાંસ ની અને રશિયા ની સુરક્ષા જોડાયેલી છે.
દુર્ભાગ્યે રશિયા ની સુરક્ષા ચિંતા બાબતે અમેરિકા અને નાટો નું ધ્યાન જ નથી. રશિયા નાટો અને યુરોપિયન યુનિયન પાસે થી સ્પષ્ટ જવાબ ઈચ્છે છે. આ વાતચીત પછી રશિયન રાષ્ટ્રપતિ ના કેમલીન કાર્યાલય ના પ્રવક્તા દિમિત્રી મેસકોવે કહ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જટીલ છે. એક વાત થી આ ગતિવિધિ ખતમ નહીં થાય. એ બાબત સ્પષ્ટ છે કે યુક્રેન ને નાટો નું સભ્ય ના બનાવવા બાબતે રશિયા સ્પષ્ટ બાહેદરી ઈચ્છે છે. રશિયા આ બાબત ને પોતા ની સુરક્ષા માટે બહુ મહત્વની માને છે, પરંતુ આ બાબતે અમેરિકા અને નાટો કોઈ સ્પષ્ટ બાંહેધરી નથી આપી રહ્યા.એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ રશિયા ને ખુલ્લી અને સીધી ધમકી આપતા જણાવ્યું હતું કે જો રશિયા યુકેન ઉપર હુમલો કરશે તો અમેરિકા રશિયા ની ગેસ પાઈપલાઈન બ્લોક કરી દેશે. સામે રશિયા એ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેન ઉપર હુમલો કરવા ની હાલ તેની કોઈ યોજના નથી પરંતુ તેમની સુરક્ષા ની ચિંતા ને દૂર કરવા માં નહીં આવે તો તે વધારે સૈનિકો પણ તૈનાત કરી શકે છે.