વડાપ્રધાને કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો

ભારતીય સંસદ ના બન્ને ગૃ હો માં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ દરમ્યિાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના ગણતંત્ર દિવસ ના સંબોધન ઉપર આભાર પ્રસ્તાવ નો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકરૂ ‘ભા માં અને મંગળવારે રાજ્યસભા માં પોતાના સંબોધન માં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.સોમવારે લોકસભા માં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે આજે પણ ઘણા લોકો નો કાંટો હજુ ૨૦૧૪ ઉપર ! જ અટક્યો છે. કોંગ્રેસ ના વ્યવહાર ઉપર થી તો એવું લાગી રહ્યું છે કે આગામી ૧૦૦ વર્ષો સુધી તેઓ સત્તા માં પરત આવવા માંગતા જ નથી. જો તમે આવી તૈયારી કરી હોય તો અમે પણ કરી છે. ૧૯૯૪ માં તમે પૂર્ણ બહુમત થી ગોવા માં જીત મેળવી હતી. પરંતુ તે અનુભવ બાદ આજે ૨૮ વર્ષો થઈ ગયા ગોવા એ તમને સ્વિકાર્યા નથી. સવાલ ચૂંટણી નો નથી, પરંતુ ઉમદા વિચારો નો છે. જ્યાં પણ તમારા શાસન બાદ લોકો એ સાચો માર્ગ લીધો છે ત્યાં તમે શાસન માં પાછા ફરવા સક્ષમ નથી. કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી હારી જાય ત્યાર બાદ મહિનાઓ સુધી તેની ઉપર ચિંતન ચાલે છે. પરંતુ તમે આટલી બધી ચૂંટણી હારી ગયા બાદ પણ ના તો તમારો અહંકાર જાય છે, ના તો તમારી ઈકો સિસ્ટમ તે થવા દે છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિભાજનકારી રાજનીતિ કરી રહી છે. દેશ માં તામિલ લાગણીઓ ને ઉશ્કેરવા નો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ ની આ જ પરંપરા રહી છે. અંગ્રેજો પાસે થી વારસામાં તેમણે આ જ મેળવ્યું છે.

એમએસએમઈ, મુદ્રા યોજના તથા મેઈક ઇન ઇન્ડિયા સફળ થઈ રહ્યા છે જેણે દેશ ના ઔદ્યોગિક વિકાસ ને નવી ઉંચાઈ અપાવી છે. આ અગાઉ રાહુલ ગાંધી એ દેશ ના બે ટોચ ના ઉદ્યોગપતિ ની સરખામણી કોરોના વેરિયન્ટ સાથે કરી હતી તે બાબતે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે દેશ ના ઉદ્યોગપતિઓ ને આમ કહેવું યોગ્ય નથી. દેશ જ્યારે માનવતા ઉપર ના ૧૦૦ વર્ષ ના સૌથી મોટા સંકટ નો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત આજે પ્રથમ ડોઝ ના ૧૦૦ ટકા બીજા ડોઝ ના ૮૦ ટકા કામગિરી પૂર્ણ કરવા નજીક પહોંચી ગયો છે. ભારત માં બનેલી રસી વિશ્વ માં સૌથી વધુ અસરકારક પૂરવાર થઈ છે. તમે માત્ર તમારા ફાયદા ખાતર રસી નો પણ વિરોધ કર્યો હતો. મુંબઈ, દિલ્હી સ્ટેશને મફત માં રેલ્વે ની ટિકીટો વહેંચી ને તમે શ્રમિકો ને યુ.પી., બિહાર વતન તરફ પલાયન થવા ઉશ્કેર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ગૃહ માં ઉપસ્થિત ન હોવા ઉપર કટાક્ષ કરતા લોકસભા માં કોંગ્રેસી નેતા અધીરા રંજન તરફ ઈશારો કરતા કહ્યું હતું કે કેટલાક લોકો બોલી ને ભાગી જાય છે, અને સહન આ બિચારાઓ ને કરવું પડે છે. લોકસભા માં કોંગ્રેસ ની આકરી ધોલાઈ બાદ બીજા દિવસે રાજ્યસભા માં પણ વડાપ્રધાન મોદી એ કોંગ્રેસ ની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે મહાત્મા ગાંધીજી ની ઘોષણા પ્રમાણે કોંગ્રેસ નું વિસર્જન કરી દેવાયું હોત તો આજે દેશ ઉપર કટોકટી નું કલંક ના હોત.

૧૯૮૪ માં શિખોનો નરસંહાર થયો ન હોત, ૧૯૯૦ માં કાશ્મિર માં પંડિતો નો નરસંહાર અને સાડાપાંચ લાખ કાશ્મિરી હિન્દુઓ ની હિજરત થઈ ના હોત, દેશ પરિવારવાદ થી મુક્ત હોત, કોંગ્રેસ ની મુશ્કેલી એ છે કે તેમણે પરિવારવાદ થી આગળ કશું | વિચાર્યું જ નથી. કોંગ્રેસે બદલાવ ની શરુઆત કરવી જોઈએ. દેશ એ પરિવારવાદ ની આકરી કિમત ચૂકવી છે. સદનમાં એમ પણ કહેવાયું હતું. કે કોંગ્રેસવાળાઓ એ દેશ નો – ભારત નો પાયો નાંખ્યો અને ભાજપાવાળાઓ એ ઝંડો નાંખી દીધો. કેટલાક લોકો નું એવું માનવું છે કે હિન્દુસ્તાન ૧૯૪૭ માં પેદા થયું અને આ સોચ ના કારણે જ મુશ્કેલી પેદા થઈ છે. જે લોકો ને – પરિવાર ને ૫૦વર્ષો સુધી કામ કરવા ની તક મળી, તેમણે કશું કરવું જ નહીં. ૧૯૭૫ માં લોકશાહી નું ગળુ ટૂંપનારાઓ ને લોકશાહી ઉપર બોલવા નો કોઈ હક્ક નથી. ભારતીય લોકતંત્ર ને સૌથી મોટું જોખમ પરિવારવાદી રાજકીય પક્ષો નું છે જ્યાં પરિવારવાદ સર્વોપરી થઈ જાય છે ત્યાં પહેલુ નુક્સાનનિપુણતા – ટેલેન્ટ નું થાય છે. કોંગ્રેસ જ્યારે સત્તા માં રહી ત્યારે દેશ નો વિકાસ થવા ના દીધો, અત્યારે જ્યારે સત્તા થી દૂર છે ત્યારે પણ દેશ ના વિકાસ ના કાર્યો માં વિદનો પેદા કરે છે. કોંગ્રેસ ને હવે દેશ ઉપર જ આપત્તિ છે. જો આમ હોય તો તમારી પાર્ટી નું નામ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ કેમ રાખ્યું છે? હવે જ્યારે આમનવી સોચ આવી છે ત્યારે પાર્ટી નું નામ પણ બદલો, પૂર્વજો ની ભૂલ સુધારી લો.

કોંગ્રેસ જ્યારે કેન્દ્ર માં સત્તા ઉપર હતી ત્યારે વિપક્ષી રાજ્ય સરકારો ને પરેશાન કરી તેને બરખાસ્ત કરવા ના પેતરા રચતી હતી. તેઓ બદનામ, અસ્થિર અને બરખાસ્ત મોડ ઉપર કામ કરતા હતા. ૨૦૧૩ સુધી દેશ ની દુર્દશા કરનારી કોંગ્રેસ ને કોરોના કાળ માં થયેલું રેકર્ડ વેક્સિનેશન મોટી વાત લાગતી નથી. કોરોનકાળ માં પણ સરકારે લોકો ના આરોગ્ય ઉપરસંત દેશ ના એમએસએમઈ સેક્ટર અને ખેતી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું. કોરોનાકાળ માં પણ ખેડૂતો એ બંપર પાક પેદા કર્યો અને તેની એમએસપી ઉપર રેકર્ડ ખરીદી પણ થઈ. ખેડૂતો ને વધુ એમએસપી મળ્યું અને પૈસા સીધા ખાતા માં જમા થઈ ગયા. સરકારે નક્કી કર્યું કે ૨૦૦ કરોડ સુધી ના ટેન્ડર બહારનાઓ ને અપાશે નહીં જેના થી દેશ ના એમએસએમઈ સેક્ટર ને મોટો ફાયદો થશે. કોરોના કાળ માં ૮૦ કરોડ દેશવાસીઓ ને મફત રાશન આપી ને વિશ્વ સમક્ષ | ઉદાહરણ રજુ કર્યું. આ જ કોરોનાકાળ માં પાંચ કરોડ ગરીબ પરીવારો ના ઘર માં નળ થી જળ પહોંચાડ્યું. આયુષ મંત્રાલયે પણ મહામારી ના સમય માં જબરદસ્ત કાર્ય કર્યું હતું. કોરોનાકાળ માં વિશ્વભર ના લોકો આયુર્વેદ અંગે સર્ચ કરી રહ્યા હતા. આ દરમ્યિાન ભારત ના આયુષ નું એક્સપોર્ટ વધ્યું છે. હાલ માં જ્યારે અમેરિકા પાછલા ૪૦ વર્ષો માં સૌથી વધુ મોંઘવારી નો ભાર અને બ્રિટન પણ ૩૦ વર્ષો ની સૌથી વધુ મોંઘવારી નો માર સહન કરી રહ્યા છે ત્યારે અમે આવા સમય માં પણ મોંઘવારી ને એક સ્તર ઉપર રોકી રાખવા માં સફળ રહ્યા છીએ. વર્લ્ડ ૨૦૧૪ થી ૨૦૨૦ સુધી મોંઘવારી નો દર ૪ થી ૫ ટકા આસપાસ હતો જે અગાઉ ના યુપીએ શાસન માં દ્વિઅંકો ને સ્પર્શતો હતો.

Leave a Reply

Your email address will not be published.