વસંત માં જ કોયલ શાંત થઈ ગઈ

ભારત ની સ્વર કિન્નરી, ભારત રત્ન લત્તા મંગેશકર નું ૯૨ વર્ષની વયે મુંબઈ ની બ્રિચ કેન્ડી હોસ્પિટલ માં ૨૯ દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા સામે ઝઝુમ્યા બાદ આખરે ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના દિવસે દુઃખદ અવસાન થયું હતું ૬ ફેબ્રુઆરી, ૨૦૨૨ ની સવારે બ્રિચ કેન્ડી ખાતે નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને બપોરે ૧.૧૦વાગે હોસ્પિટલ થી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન પ્રભુકુંજ લઈ જવાયો હતો. ત્યાં બોલિવુડ ની ઘણી ગણમાન્ય હસ્તીઓ – અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર અને અન્યો એ પહોંચી ને અંતિમ દર્શન કર્યા હતા. ત્યાર બાદ સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે તિરંગા માં લપેટી ને લશ્કર ની શણગારેલી ટ્રક માં તેમની અંતિમ યાત્રા પેડર રોડ થી શિવાજી પાર્ક જવા નિકળી હતા. રસ્તા માં પણ ભારે ભીડ, લોકલાડીલી ગાયિકા લતાજી ને તેમના અંતિમ દર્શન કરવા અને શ્રધ્ધાંજલી પાઠવવા ઉતરી હતી. આખરે શિવાજી પાર્ક પહોંચી ને પ્રથમ એક સ્ટેજ ઉપર પાર્થિવ શરીર ને રખાયુ હતું જેને ગણમાન્ય રાજનેતાઓ, બોલિવુડ ના કલાકારો તેમ જ અન્ય અગ્રણીઓ અંતિમ દર્શન અને શ્રધ્ધાંજલિ પાઠવી શકે. શિવાજી પાર્ક ખાતે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મહારાષ્ટ્ર ના ગવર્નર કોશિયારી, મહારષ્ટ્ર ના ઉપમુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને પરિવાર, એ નસીપી સ, પ્રિ માં શરદ પવાર, મનસે પ્રમુખ રાજ ઠાકરે, બોલિવુડ ના કિંગ ખાન શાહરુખખાન સહિત અસંખ્ય હસ્તીઓ એ શ્રધ્ધાંજલી અર્પી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંગેશકર પરિવાર ને મળી ને સાંત્વના પાઠવી હતી. લતાજી ના અંતિમ દર્શન માં રણબીર કપૂર, સચિન તેંડુલકર, મહારાષ્ટ્ર,ના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, ગાયક અને મ્યુઝીક ડિરેક્ટર શંકર મહાદેવન પણ ઉપસ્થિત રહ્યા હતા.

શિવાજી પાર્ક ખાતે બંદુકો ની સલામી સાથે લતા મંગેશકર ના ભાઈ હૃદયનાથ મંગેશકરે દીદી ને મુખાગ્નિ આપ્યો હતો. આમ લતા મંગેશકર નો નશ્વર દેહ તો પંચમહાભૂત માં વિલિન થઈ ગયો હતો. પરંતુ તેમના ગાયેલા કર્ણપ્રિય ગીતો અનેતેમની સુમધુર યાદો હંમેશા દેશ ની જનતા ની સાથે રહેશે. તેઓ સ્વ. | દિલીપકુમાર ને પોતાના માં ટા ભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને નાનો ભાઈ ગણતા હતા. તેમની માતા ગુજરાતી હતા. આથી ગુજરતિી રસોઈ જાણતા લતાજી ઘણી વખત ગુજરાતી વ્યંજનો બનાવી ને વડાપ્રધાન નરેન્દ્ર માં દીને મોકલતા હતા.લતાજી નો જન્મ ૨૮ સપ્ટે. ૧૯૨૯ માં ઈન્દોર ખાતે થયો હતો. તેમના પિતા મરાઠી અને કોંકણી ના જાણિતા સંગીતકાર હતા. આમ ગળથૂથી થી જ સંગીત વારસા માં મળ્યું હતું. ૫ વર્ષ ની ઉંમરે પિતા એ સંગીત શિખવવા નું શરુ કર્યું. જો કે કમન બેિ લતાજી ૧૩વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થતા કુટુંબની મોટી દીકરી હોવા ના નાતે પરિવાર ની જવાબદારી આવી ગઈ. તેમણે પ્લેબેક સિંગર તરીકે પ્રથમ મરાઠી ગીત ૧૯૪૨ માં અને હિંદી ગીત ૧૯૪૩ માં ગાયુ હતું. ત્યાર થી માંડી ને ૩૦ માર્ચ ૨૦૧૯ ના “સૌગંધ મુજે ઈસ | મિટ્ટી કી’ કે જે રાષ્ટ્ર અને ભારતીય સેના 1 કપડા ) ના સન્માન માટે ગાયુ કે આ હતું. આમ ૭૭ વર્ષ ની તેમની મેરેથપેન ગાયિકી ની કારકિર્દી માં ભારતની લગભગ ૩૦ ભાષાઓ માં લતાજી એ ગીતો ગાયા હતા. લતાજી ને ભારત સરકારે ૧૯૬૯ માં પદ્મભૂષણ, ૧૯૯૯ માં પદ્મ વિભૂષણ અને ૨૦૦૧ માં ભારત ના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન થી નવાજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.