‘ સમાચારો સંક્ષિપ્ત માં

-૨૦૧૫ માં સ્પેસ એકમ દ્વારા લોંચ કરાયેલા સ્પેસએક્સ ફાલ્કન ૯ રોકેટમાં ઉપરનો ભાગ જે હવે સ્પેસ જંક બનીને અંતરીક્ષમાં નિરકુશ બનીને ઘુમી રહ્યો હતો તે આગામી થોડા સમયમાં ચંદ્ર સાથે ટકરાઈ શકે છે. ૯000 કિ.મી./કલાક ની ઝડપથી ધસમસતો આ ટુકડો એક અંદાજ પ્રમાણે ચોથી માર્ચે ચંદ્ર સાથે ટકરાશે. જો કે તે ચંદ્રની બીજી બાજુએ અથડવિામાં હોવાથી તે પૃથ્વી ઉપરથી જોવા મળશે નહીં.

– નાણામંત્રી એ બજેટમાં કરેલી જાહેરાત મુજબ આરોગ્યક્ષેત્રે હવે દેશબરમાં એક જ પ્લેટફોર્મ ઉપર તમામ સ્વાથ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. નેશનલ ડિજીટલ હેલ્થ ઈકો સિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મની શરુઆત કરવામાં આવશે. જેમાં હેલ્થ પ્રોવાઈડર્સ અને સ્વાથ્ય સુવિધાઓ માટે એક ડિજીટલ રજીસ્ટ્રી સામેલ હશે. જે કર્યા બાદ યુનિક હેલ્થ આઈડી અને સ્વાથ્ય સુવિધાઓનું યુનિવર્સલ એક્સેસ મળશે.

– કર્ણાટક હાઈકોર્ટે એક શકવર્તી સૂચના આપતા રાજ્ય સરકારને ગૌહત્યા રોકવા માટે દરેક ગામમાં ગૌશાળા બનાવવા સૂચવ્યું છે. પશુધન સંરક્ષણ અધિનિયમ હેઠળ રાજ્યના દરેક ગામ, તાલુકા તથા જિલ્લાઓમાં ગૌશાળા ખોલવા માટે કર્ણાટક રાજ્ય સરકારને કર્ણાટક હાઈકોર્ટે સૂચના આપી હતી. જાહેર હિતની આગામી સુનાવણી ૧૧ મી ફેબ્રુઆરી એ થશે.

– સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પોતાની અને પત્ની અને બાળકી સહિત કુટુંબની કુલ મિલકત ૪૦ કરોડ રૂા. જણાવી છે. વિધાનસભાની ચૂંટણીમાં ભરેલા નોમિનેશન ફોર્મઅનુસાર તેમની પાસે ૮૪૩૭૦૬૫૪ રૂા. પત્ની ડિમ્પલ પાસે ૪૭૬૮૪૯૮૬ જ્યારે પુત્રિ અદિતિ પાસે ૧૦૩૯૪૧૦ રૂ. ની જંગમ સંપત્તિ ઉપરાંત તેમની પાસે ૧૭ કરોડ ૨૨ લાખ ૮૫૮ ની તેમજ ડિમ્પલ પાસે ૯ કરકોડ ૬૧ લાખ ૯૮૨ હજાર ૯૧૮ રૂા.ની સ્થાવર સંપત્તિ છે. આમ કુલ તેમની પાસે ૪૦ કરોડ રૂા.ની વિગત આપી છે.

– ચીનની બેઈજિંગ ડોબિનોન્ગ ટેકનોલોજી ગૃ ૫ એ પોતાના કર્મચારીઓને ત્રીજુ બાળક પેદા કરવા ઉપર ૧૧.૫૦ લાખ ઉપરાંત ૧ વર્ષની પેઈડ હોલિડે આપવાની જાહેરાત કરી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી હવે વસ્તી વધારવા ત્રીજા બાળકની છૂટ આપવા છતા લોકો ત્રીજુ બાળક ના કરતા હોવાથી હવે કંપનીએ ત્રીજા બાળક માટે આવી ખૂબ પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.

– કોંગ્રેસના વરિષ્ઠ અને ચર્ચાસ્પદ નેતા શશી થર એ વ્યંગ કરતા કહ્યું હતું કે હાલના સમયમાં ઓમિકોન કરતા વધુ ખતરનાક છે ઓ મિત્રો : મોદીના આ શાસનકાળમાં ધ્રુવીકરણ વધ્યું છે અને લોકશાહી નબળી પડી છે. વળી તેમણે ઉમેર્યું હતું કે આ વાયરસનો કોઈ હળવો વેરિયન્ટ પણ નથી. વડાપ્રધાન મોદી પોતાના સંબોધનોમાં જનતાને ઓ મિત્રો કહી ઘણીવાર સંબોધે છે તેથી શશી થરુરે આ રીતે વડાપ્રધાનની મજાક ઉડાવી હતી.

– બ્રિટીશ કેપ્ટન જેમ્સ કૂકે ૧૮ મી સદીમાં પેનિ સફિક મહાસાગરની મધ્યમાં શોધેલો સેડી આયલેન્ડ ગુમ થઈ ગયો છે. ૧૮૭૬ માં વેલોનિ સટી નામ ના જહાજે પણ ૨૨ કિ.મી. લાંબો અને ૫ કિ.મી. પહોળા સેન્ડી આયલેન્ડના અસ્તિત્વનો દાવો કર્યો હતો. કેપ્ટન જેમ્સ મૂકે ૧૭૭૪ માં તેની સૌ પ્રથમ શોધ કરી હતી. વાસ્તવમાં જ્યારે ઓસ્ટ્રેલિયાના સંશોધકો એ વધારે વિગતો મેળવવા સેન્ડી આયલેન્ડ તરફ પ્રયાણ કર્યું ત્યારે ત્યાં તેમને કશુ જ મળ્યું ન હતું.

– અમેરિકામાં રહેતા ડેવિડ શશ એ એક અન ખો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. લેખક, વક્તા અને ઈલડિટુરિયન ડેવિડ ૨૦૨૨ ના બાવન સપ્તહોના, દર સપ્તાહે એક ના હિસાબે પર સપ્તહિમાં પર વર્લ્ડ રેકર્ડ બનાવ્યા હતા.

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઉપર નિશાનો સાધતા જણાવ્યું હતું કે સરદાર પટેલ એ હૈદરબાદ અને જૂનાગઢ માટે રણનીતિ બનાવી હતી તેવી નીતિ જો હેરુ સરકારે ગોવા માટે બનાવી હોત તો ભારતની આઝાદી પછી પણ ૧૫ વર્ષો સુધી ગોવાને ગુલામ રહેવુ ના પડ્યું હોત. પરંતુ ગોવાની આઝાદી થી વધારે ચિંતા હેરુને પોતની આંતરરાષ્ટ્રીય ઈમેજની હતી.

– જમ્મુ-કાશ્મિર પોલિસે મંગળવારે અનંતનપગ જીલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોહસુલ નો પર્દાફાશ કર્યો હતો. પોલિસે ત્રણ હાઈબ્રીડ આતંવાદીઓ સહિત ૧૧ ની ધરપકડ કરી હતી. આતંકવાદીઓ પાસેથી વિપુલ માત્રામાં શસ્ત્રો અને દારુગોળો મળી આવ્યા હતા. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા અનંતનાગમાં સુરક્ષાદળો ઉપર હુમલો કરવાનું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું. જેના પગલે સુરક્ષાદળોએ | વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ બનાવી આતંકીઓનું પગેરું દાબી રહ્યા છે અને આતંકવાદીઓ વિરુધ્ધ અનેક સ્તરે અભિયાન ચલાવી રહ્યા છે.દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી ઉપર સટ્ટાબજાર ગરમ થવા માંડ્યું છે. હાલમાં તો યુ.પી. અને પંજાબ ઉપર જ સટ્ટો રમાય છે. જેમાં યુ.પી. માં ભાજપાને ૨૩૩-૨૩૫, સ.પા. ને ૧૨૪૧૨૬, બસપા ૯-૧૦ ને કોંગ્રેસ ૧-૨ સિટો નો ભાવ ચાલે છે. જ્યારે પંજાબમાં આપ ને ૫૦-૬૦, કોંગ્રેસ ૩૦-૩૨, અકાલીદળ ૧૮-૨૦ ની ધારણા રખાઈ રહી છે. જો કે હજુ ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ ના ભાવ ખુલ્યા નથી. પરંતુ જેમ જેમ ચૂંટણી ટુકડી આવશે ત્યારે આ બજારો પણ ખુલશે.

– ભારતની યુનિક આઈડેન્ટિફિકેશન ઓથરીટી ઓફ ઈન્ડિયાના સીઈઓ સૌરભ ગર્ગના જણાવ્યા પ્રમાણે હવે તેઓ એક નવી સુવિધા આપવા જઈ રહ્યા છે. જેમાં બાળકના જન્મની સાથે જ આ નવજાતનું આધારકાર્ડ બનાવી આપવામાં આવશે. ભારતમાં દરરોજ ૬૭,૩૮૫ બાળકો અર્થાત દર માસે લગભગ ૨.૫ કરોડ બાળકો જન્મે છે. હવે યોજના એવી છએ કે હોસ્પિટલમાં જન્મેલા બાળકનો ફોટ|ોગ્રાફ લીધા બાદ તરત જ તેનું આધારકાર્ડ જારી કરવામાં આવશે. -મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હિન્દી માધ્યમમાં એમબીબીએસ કોર્સને આગ મી સત્રથી ચાલુ કરવાની જાહેરાત કરી હતી. હવે એમ.પી.ના શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગે ૮ મી ફેબ્રુઆરીએ ભોપાલની ગાંધી મેડિકલ કોલેજને બે માસની અંદર આગામી સત્રથી હિન્દીમાં એમબીબીએસનો અભ્યાસક્રમ શરુ કરવાના આદેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.