સેવાદારો ના મેવાદાર મહેનતાણા

દેશની આઝાદી બાદ નો સમય એવો હતો કે રાજકારણ માં ઉચ્ચ નીતિમત્તવાળા સમજદાર સેવાભાવી લોકો રાજન૧તિ માં સેવા કરવા જોડાતા હતા. આજે દેશ ની હાલત એવી છે કે માફીયા, કાળુ નાણું ધરાવતા અને ગુન્હાઈત ઈતિહાસ ધરાવતા લોકો ન માત્ર પ્રાંતો ની વિધાનસભાઓ માં પરંતુ દેશ ની સંસદમાં પણ બિરાજમાન છે. સેવા ના નામે મેવા ઝાપટવા ની આ હોડ માં તમામ રાજકીય પક્ષો “હમામ મેં સબ નંગ” ના ન્યાયે સરખા જ હિસ્સેદારો છે.હવે દેશ ના ધારાસભ્યો અંગે વાત કરીએ તો ગુજરાત રાજ્ય માં ધારાસભ્યો ને ૧.૧૬ લાક પગાર માસિક મળે છે. આ ઉપરાંત મફત માં બસ, રેલ્વે, હવાઈ સફર, માત્ર માસિક રૂા. ૩૩ માં ક્વાટર્સ જેમાં એસી, ૨ સોફા, ફિઝ ટીવી અને ૬ પંખા મળે છે. ઉપરાંત વિજળી બિલ સહિત તમામ મેઈન્ટેનન્સ કરદાતાઓ ના હિસાબે અને જોખમે તેમના કર ના નાણા માં થી ચૂકવાય છે. ૨૨ મી ડિસે. ૨૦૧૭ માં જ્યારે દલા તરવાડી ના ન્યાયે આ ધારાસભ્યો એ પોતાના જ વેતન ભથ્થા માં સીધો ૪૦ ટકા નો વધારો મંજુર કર્યો હતો. સામાન્ય રીતે વિધાનસભા માં કોઈ પણ બાબત માં એકબીજા ઉપર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો માં લડતા ઝગડતા રહેતા શાસક અને વિપક્ષ ના ધારાસભ્યો આ મામલે એકજૂટ જોવા મલ્યા હતા.

શાસક પક્ષ ભાજપા દ્વારા લેવાયેલા વગાર વધારા વિધેયક નો વિપક્ષી કોંગ્રેસ એ જરા પણ વિરોધ કર્યો ન હતો. વળી રાજ્ય સરકાર માં ચોથા વર્ગ ના કર્મચારી કે પછી હાલ માં શરુ થયેલા ઉચ્ચક પગાર થી હંગામી કર્મચારીઓ ને પણ કામ ઉપર રાખતા અગાઉ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ની જરુરિયાત રખાતી હોય છે. પરંતુ માસિક છ આંકડા માં મહેનતાણું મેળવતા આ ધારાભ્યો માટે કોઈ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરાઈ નથી. પરિણામે અભણ કે અલ્પશિક્ષિત મંત્રીઓ પણ શિક્ષણમંત્રી બનવા ના અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ને આવા મંત્રીઓ ની જીહજુરી કરવા પડતી હોય છે. માસિક ૧.૧૬ લાખ કમાતા ધારાસભ્યો મુદત વિત્યા પૂર્વે ધારારૂભ્ય બનતા આજીવન માસિક ૨૫000 નું પેન્શન મેળવે છે જે તેમના મૃત્યુપર્યત તેમના પરિવાર ને ૧૨૫૦૦ આજીવન મળતું રહે છે. જો કે અન્ય સરકારી કર્મચારીઓ તો ખરા જ, પરંતુ દેશ ની સરહદે સર્વોચ્ચ બલિદાન આપી દેશ માટે પોતાના જાન ન્યોછાવર કરનારા વીર જવાનો ને પણ પેન્શન માટે નિશ્ચિત વર્ષો ફરજ બજાવ્યા ની સમય મર્યાદા નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published.