સ્ટેગ્યુ ઓફ ઈક્વાલિટી

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શનિવારે વસંતપંચમી ના શુભ દિને હૈદરાબાદ ખાતે વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામિ ની પ્રતિમા સ્ટેટુ ઓફ ઈક્વાલિટી નું અનાવરણ કરી ને દેશ ને સમર્પિત કરી હતી.વૈષ્ણવ સંત રામાનLજાચાર્ય ની આ ૨૧૬ ફુટની બેઠક મુદ્રાની પ્રતિમા આ પ્રકાર ની વિશ્વ ની બીજી સૌથી ઉંચી પ્રતિમા છે. ૫૪ ફૂટ ઉંચા પાયા ની ઈમારત જેને ભદ્રવેદી કહેવાય છે તેની ઉપર સ્થાપિત આ પ્રતિમા પંચધાતુ – સોનુ, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસત થી બનેલી છે. જે સંત રામાનુજાચાર્ય ના આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવન ના તમામ પા સાઓ માં સમાનતા ને પ્રોત્સાહન આપવાની શિખ નું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંત રામાનુજાચાર્ય ની આ પ્રતિમા સ્ટેગ્યુ ઓફ ઈક્વાલિટી ના લોકાર્પણ બાદ પોતાના સંબોધન માં જણાવ્યું હતું કે રામાનLજાચાર્ય એ જાતિભેદ ખતમ કરવા માટે કામ કર્યું હતું. તેમણે યાદવાગિરી ઉપર નારાયણ મંદિર બનાવાયું અને તેમાં દલિતો ને પૂજા નો અધિકાર આપી ને સમાનતા નો સંદેશ આપ્યો હતો. સમાજ માં જે બુરાઈ થી લડે છે, સમાજ ને સુધારે છે આ સમાજ માં તેમને માન મળે છે. સંત એ સમાજ જેમની સાથે ભેદભાવ કરતો હતો તેના માટે કામ કર્યું હતું.

આજે આ સંત રામાનુજાચાર્ય ની ભવ્ય અને વિશાળ પ્રતિમા – સ્ટેગ્યુ ઓફ ઈક્વાલિટી આપણ ને અને ભાવિ પેઢીઓ ને સમાનતા નો સંદેશ આપે છે. જગદગુરુ શ્રી રામાનજાચાર્યની આ ભવ્ય પ્રતિમા ભારતીય માનવીય ઉર્જા અને પ્રેરણાઓ ને મુર્તરૂપ આપી રહ્યા છે. આ પ્રતિમા રામાનજાચાર્યજી ના જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શો નું પ્રતિક છે. સંત રામાનુજાચાર્ય એ સંસ્કૃ ત અને તમિલ બન્ને નું મહત્વવધાર્યું છે.વડાપ્રધાન મોદી એ હૈદરાબાદ પહોંચી ને સાંજે ૫ વાગ્યે સમશાબાદ સ્થિત યજ્ઞશાળા પહોંચી ને અહીં ચાલી રહેલા ધાર્મિક અનુષ્ઠાન માં સામેલ થયા હતા. પુજારી એ તેમના ભાલ ઉપર તિલક કરી ને તેમને ચાલી રહેલા રુદ્રાભિષેક ની ધાર્મિક વિધિ માં સામેલ કર્યા હતા. ધાર્મિક અનુષ્ઠ|ાન પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી એ ૧૧મી સદી ના સંત અને જ્ઞાન, આદર્શ અને સમાનતા ના સિધ્ધાંતો દ્વારા સમાજ સુધારક સંત રામાનુજાચાર્ય ની પ્રતિમા સ્ટેચ્ય ઓફ ઈક્વાલિટી નું અનાવરણ કરી ને રાષ્ટ્ર ને સમર્પિત કરી હતી.

Leave a Reply

Your email address will not be published.