અમેરિકા માં ૫ લાખ બેઘર

વિશ્વ ની એક માત્ર મહાસત્તા અને સૌથી તવંગર દેશ ગણાતા અમેરિકા માં તેની ૩૫ કરોડ ની વસ્તી માં પણ ૫ લાખ લોકો બેઘર છે. ૨૦૨૦ ના આ આ આંકડા માં ૫ લાખ પૈકી ૧ લાખ તો બાળકો છે. અમેરિકા માં સતત ચોથા વર્ષે ઘરવિહોણા લોકો ની સંખ્યા માં વધારો થયો છે. અર્થાત કે ૨૦૨૨ માં આ આંકડો પ લાખ થી પણ અધિક હશે.અમેરિકન્સ અને યુરોપિયન્સ ઘણા મુસાફરો ને ભારત ની મુલાકાત લઈ ભારત ની ગરીબી, ઝૂંપડપટ્ટી વિસ્તાર, સામાજિક કુપ્રથા-દેવદાસી અને યુવાવિધવાનાફોટાઓ પાડવા નો, તેમની ડોક્યુમેન્ટરી બનાવવા નો શોખ હતો. પરંતુ હવે અત્યારે હાલત એવી થઈ છે કે અમેરિકા માં કે ભારત ની ૧૩૫ કરોડ ની આબાદી સામે ૩૫ કરોડ ની આબદિી ધરાવતા આ દેશમાં પાંચ લાખ થી અધિક લોકો બેઘર છે. આના મુખ્ય કારણો માં ગત બે વર્ષો માં મકાનો ની કિંમત માં થયેલા ૨૦ ટકા ના ભાવવધારો અને તેના કારણે ભાડા માં પણ નોંધાયેલો ૧૪ ટકા નો વધારો છે. આના પરિણામે મોટી સંખ્યા માં અમેરિકનો ને પોતા ની આવક નો અડધો અડધ હિસ્સો મકાનો ના ભાડા ભરવા માં જ ખર્ચાઈ જાય છે. જ્યારે વધારે કફોડી હાલત કામદાર વર્ગ ની છે. ઘણા કારીગરો જે શહેર માં રહે છે ત્યાં નું એક બેડરુમ નું મકાન નું ભાડું પણ ભરી શકતા નથી.

વળી અગાઉ માત્ર મોટા શહેરો પુરતુ મર્યાદિત આવાસ સંકટ કોરોના મહામારી ના કારણે હવે નાના શહેરો અને ગામડાઓ સુધી વિસ્તર્યું છે. મહામારી વખતે વર્ક ફોમ હોમ કોન્સેપ્ટ અમલી બનતા લાખો અમેરિકનો મોંઘાદાટ મોટા શહેરો છોડી ને નાના શહેરો અને ગામડાઓ માં પહોંચી ગયા હતા. અમેરિકા ના નેશનલ રિયલ્ટર્સ એસોસિએશન એ ૨૦૨૧ માં અમેરિકા ના લગભગ તમામ મોટા શહેરો ના મકાનો નું મુલ્યાંકન કર્યું હતું. તેમના રિપોર્ટ મુજબ એક મધ્યમ પરિવાર માટે રહેવા લાયક મકાન નું મૂલ્ય દ્વિઅંક માં વધ્યું છે અને તેમાં પણ ઓસ્ટિન માં ૨૮ ટકા જ્યારે સોલ્ટ લેક સિટી માં ર૬ ટકા મધ્યમ દરજ્જા ના મકાનો ની કિંમત માં વધારો થયો હતો.જાન્યુ-૨૦૨૧ માં જો બાયડના સત્તા ઉપર આવ્યા બાદ માસિયા ફજ ને આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય સોંપી આવાસ સંકટ ઘટાડવા જવાબદારી સોંપી હતી. તેઓ એ હોદ્દો સંભાળ્યા બાદ ૩૦ થી વધુ શહેરો નો પ્રવાસ કરી ને હાઉસિંગ સમસ્યા ને સમજવા પૂરતો પ્રયત્ન કર્યો હતો. માસિયા ફજ ના જણાવ્યા પ્રમાણે બેઘરહોવું ઘણું વિકટ છે અને મકાનો ની કિંમત આ વિકટ સમસ્યા ની જડ સમાન છે. સાંસ દો એ આ વિકટ સમસ્યા નો સામનો કરવા માટે લગભગ કશું જ કામ કર્યું નથી.

જ્યારે કરુણ પરિસ્થિતિ એવી છે કે આવાસ અને શહેરી વિકાસ વિભાગ માં કર્મચારીઓ ની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. ૨૦૦૯ થી ૨૦૧૮ ના ગાળા માં આ વિભાગ માં કામ કરતા કર્મચારીઓ ની સંખ્યા (ફુલટાઈમ કર્મચારીઓ) ૨૦ ટકા ઘટી ગઈ છે. વળી આવાસ વિભાગ ના મકાન નિર્માણ કાર્યક્રમ ના બજેટ માં સ્થિરતા આવી ગઈ છે. અથતિ કે ફૂગાવા ના હિસાબ થી આ વિભાગે સસ્તા મકાનો ના નિર્માણ ઉપર ૨૦૦૨ માં જેટલા નાણાં ખર્ચ કર્યા હતા તેટલા જ નાણાં૨૦૧૮ માં ખર્ચ કર્યા હતા. તેનો સીધો અર્થ એમ થાય છે કે આ સમયગાળા દરમ્યિાન મકાન નિર્માણ માં વપરાતા માલસામાન માં થયેલા ભાવવધારા ના કારણે તેટલી રકમમાં ૨૦૦૨ માં જેટલા આવાસો બન્યા હશે, તેટલા આવાસો ૨૦૧૮ માં બનવા અસંભવ છે. આમ વિભાગ ના સસ્તા ગૃહનિર્માણ ની સંખ્યા માં પણ ઘટાડો થયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટન ના સમય માં આવાસ મંત્રી રહી ચૂકેલા હેન્દી સિનેરોસ ના જણાવ્યા પ્રમાણે દરેક આવાસ અને શહેરી વિકાસ મંત્રી ને વ્હાઈટ હાઉસ ને તે સમજાવું ખૂબ મુશ્કેલ છે કે હાઉસિંગ સમસ્યા ને વધુ મહત્વ આપવા ની જરુર છે.

Leave a Reply

Your email address will not be published.