ઓન્ટારિયો માં ઈમર્જન્સી જાહેર
હવે શુક્રવાર ૧૧ મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ઓન્ટારિયો ના પ્રિમિયર ડગ ફોર્ડ એ સમગ્ર પ્રાંત માં કટોકટી જાહેર કરી દીધી હતી. આમ હવે ઓટાવા બાદ સમગ્ર ઓન્ટરિયો માં ઈમર્જન્સી લાગુ કરાઈ છે. પાટનગરી ઓટાવા બાદ રાજ્ય ની તમામ અમેરિકી એન્ટ્રી પોઈન્ટ્સ ઉપર ટ્રક ડ્રાયવરો એ અવરોધો સર્જવા લાગતા ઓન્ટારિયો માં ઈનર્જન્સી લદાઈ હતી.ઓટાવા થી શરુ થયેલું ટ્રક ડ્રાઈવરો નું આંદોલન લગભગ ૨૦ દિવસ બાદ વિસ્તરી રહ્યું છે અને હવે તેઓ વિન્ડસર ખાતે ના અમેરિકા સાથે જોડતા એમ્બેસડર બ્રીજ ને પણ તેમ જ અન્ય ચેકપોસ્ટો ને પણ ટ્રકો દ્વારા બ્લોક કરવા નું શરુ કરતા ડગ ફોર્ડ એ આ પગલુ ઉઠાવ્યું છે. ઓન્ટારિયો ના પ્રિમિયર ડગ ફોર્ડ એ આ જાહેરાત કરી ત્યારે સોલિસિ ટિર જનરલ સિલ્વિયા જોન્સ, એટોર્ની જનરલ ડગ ડાઉની અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કેરોલિન મુલ્લોરી હાજર હતા. ડગ ફોર્ડે જાહેરાત કરતા કહ્યું હતું કે “આજે ઓન્ટારિયો ના પ્રિમિયર તરીકે મારી સત્તા નો ઉપયોગ કરતા હું રાજ્ય માં “સ્ટેટ ઓફ ઈમર્જન્સી જાહેર કરું છું અને હું કેબિનેટ માં તાત્કાલિક આ માટે હુકમ કઢાવીશ કે જેથી માલસામાન, લોકો ના આવાગમન ને પરિવહન ને ખોરવવું ગેરકાયદેસર અને સજાપાત્ર બનાવાશે. આપણે ઓટાવા ને ઘેરાવ થયો તેના બીજા સપ્તાહ માં છીએ. આ હવે કોઈ વિરોધ પ્રદર્શન નથી પરંતુ ઘેરાવ જ છે.
વિરોધ પ્રદર્શન માં તમે શાંતિપૂર્ણ રીતે તમારો વિરોધ વ્યક્ત કરો અને પાછા ઘરે પરત ફરો.” વિન્ડસર ઓન્ટારિયો અને ડેટ્રોઈટ યુ.એસ.ને જોડતા એમ્બેસડર બ્રીજ ઉપર કોવિડ-૧૯ ના પ્રતિબંધો નો વિરોધ કરતા પ્રદર્શનકારીઓ એ આ સૌથી વ્યસ્ત બ્રીજ અવરોધ્યા નો શુક્રવારે સીધો પાંચમો દિવસ હતો. પ્રિમિયર ફોર્ડ એ કહ્યું હતું કે કટોકટી ના કાયદા નું પાલન નહીં કરનાર ઉપર ભારે દંડાત્મક કાર્યવાહી થશે જેમાં ૧ લાખ ડોલર સુધી નો દંડ અને એક વર્ષ સુધી ની જેલ ની જોગવાઈ કરાશે. આ ઉપરાંત કાયદા નો ભંગ કરનાર ની ટ્રક જપ્ત કરવા નો તેમ જ તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવા ની પણ જોગવાઈ કરાઈ છે. આ વ્યવસ્થા કામચલાઉ છે. જો કે હવે અમારા પૂર્ણ પ્રયત્નો એવો નવો કાયદા ઘડવા ના રહેશે કે આ વ્યવસ્થા કાયમી બને. જો કે આના થી ઓન્ટારિયોવાસીઓ નો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન નો હક્ક જોખમાશે નહીં. પરંતુ હાલ માં બે સપ્તાહ થી ઓટાવા અને પાંચ દિવસ થી એમ્બેસડર બ્રીજ ને જે રીતે ગેરકાયદે બાન માં લીધું છે તેવી સ્થિતિ ને ટાળવા એક અગત્ય નું સાધન બની રહેશે.આ સાથે જ તેમણે ગુરુવારે ઓન્ટ| મરિયો ના ચીફ મેડીકલ ઓફિસર ડૉ. કેરન મુરએ કહ્યું હતું કે કોવિડ-૧૯ પ્રતિબંધો રાજ્ય માં થી હટાવવા ઉપરાંત વેક્સિન પાસપોર્ટ અને માસ્ક પહેરવા નું પણ દૂર કરવા અંગે વિચારણા ચાલી રહી છે તેમ કહ્યું હતું. આ પ્રતિબંધો દૂર કરવા ની યોજના ઉપર ની ચર્ચા તો વિરોધ પ્રદર્શનો શરુ થયા તે અગાઉ મહિનાઓ થી ચાલતી હતી. આની જાહેરાત ટૂંક સમય માં થવા ની સંભાવનાઓ છે. જો કે કોઈ નિર્ધારીત તારીખ નક્કી નથી કરાઈ.