કરતલ બન્યુ કુરુક્ષેત્ર
ઉત્તરપ્રદેશ ની ચૂંટણી ના સાત ચરણ માં થી ત્રણ ચરણ ના વોટીંગ પતી ગયા બાદ હવે બધા રાજકીય પ્રતિસ્પર્ધીઓ મરણીયા બન્યા છે. આમ તો આ ચૂંટણી મા ઘણા રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. જો કે મુખ્ય મુકાબલો તો ભાજપા અને સ.પા. આરએલડી ગઠબંધન વચ્ચે જ છે. તેમાં પણ સ.પા. નેતા અખિલેશ યાદવ પોતાની પરંપરાગત વિધાનસભા સીટ છોડી ને સ.પા. માટે સલામત ગણાતી મેનપુરી ના કરહલ થી ચૂંટણી લડી રહ્યા હોવા થી કરહલ હવે યુપી ચૂંટણી નું કુરુક્ષેત્ર બન્યું છે.ભાજપાએ પણ કરહલમાં સમાજવાદી સુપ્રિમો અખિલેશ યાદવ ને ઘેરવા તેમની સામે ધરખમ ઉમેદવાર કેન્દ્રીય મંત્રી એસ.પી. સિંહ બધેલ ને ટિકીટ આપી છે. સમાજવાદી પાર્ટી તેમના સુપ્રિમો ને જીતાડવા અહીં એડીચોટી નું જોર લગાવી રહી છે તો સામા પક્ષે ભાજપા પણ સપા નેતા અખિલેશ યાદવ ને આકરી ટક્કર આપવા અને હરાવવા બધા જ પ્રયત્નો કરી રહ્યું છે. હજુ મંગળવાર ની રાત્રે જ ભાજપા ના ઉમેદવાર એસપી બધેલ એ પોતાના કાફલા ઉપર હુમલો થયા નો આરોપ લગાવતા એફ. આઈ.આર. પણ દાખલ કરાવી હતી. ભાજપા એ પણ પોતાના ઉમેદવાર ને પૂરતુ પીઠબળ પુરુ પાડતા આ હુમલા ની ફરિયાદ ચૂંટણી આયોગ ને પણ કરી હતી.

વળી ભાજપા ના આ ઉમેદવાર એસ. ) પી. બધેલ નો ઈતિહાસ એવો છે કે તેઓ એક સમયે – ભૂતકાળ માં અખિલેશ યાદવ ના પિતા અને તત્કાલિન સપા સુપ્રિમો મુલાયમસિંહ ડી. યાદવ ના નજીક ના હતા અને તેમના સુરક્ષા ગાર્ડ પણ રહી ચુક્યા છે. આમ તેઓ સપા પાર્ટી ના અને ખાસ કરી ને યાદવ પરિવાર ના દાવપેચો થી સારી રીતે સુપરિચિત છે.યુપી ના ચૂંટણી કુરુક્ષેત્ર કરહલ માં ગુરુવારે સ.પા. એ એક રેલી યોજી હતી જેમાં પ્રથમવાર એક જ મંચ ઉપર સ.પા. નેતા મુ લાયમસિંહ યાદવ અને સ.પા. સહયોગી અને અખિલેશ ના કાકા શિવપાલ યાદવ અને અખિલેશ યાદવ ત્રણેય ઉપસ્થિત હતા. અખિલેશ ના પ્રચાર માં ઉતરેલા પિતા અને કાકા માં પિતા મુલાયમસિંહ યાદવ ત્રણ વર્ષ બાદ કોઈ રેલી ને સંબોધિત કરી રહ્યા હતા. છેલ્લે ૨૦૧૯ની લોકસભા ની ચૂંટણી તે વખતે મેનપુરી માં જ એક રેલી ને સંબોધિત ગા કરી હતી જેમાં તેમણે બસપા સુપ્રિમો માયાવતી સાથે મંચ ઉપર દેખાયા હતા. તાજેતર ની વ કરહલ રેલી માં મંચ ઉપર જ અખિલેશ યાદવે – પિતા મુલાયમસિંહ યાદવ ના ચરણ સ્પર્શ કરી ને આશીર્વાદ લીધા હતા.મુલાયમસિંહ પોતાના વકતવ્ય માં એક પણ વાર અખિલેશ નું નામ લીધા વગર કહ્યું હતું કે સપા ની પ્રાથમિકતા યુવાઓ છે.ખેડૂતો છે. લોકો; તે વિચારી રહ્યા હશે કે મુલાયમસિંહ જનતા ને શું ? ન કહેશે? અમે માત્ર એટલું જ કહીશું કે અમે જે તે પણ કરીશું તે જનતા માટે કરીશુ. દેશ ને મજબૂત. તે કરીશું. તેમણે સપા માટે વોટ કરવા ની અપીલ કરતા કહ્યું હતું કે તમે જે વિશ્વાસ સાથે અહીં – બેઠા છો, અમે તે પુરો કરીશું.ગુરુવારે કરહલ માં જે સમયે મુલાયમ સપા ની રેલી ને સંબોધી રહ્યા હતા તે જ સમયે તે માત્ર છ કિ.મી. દૂર કરહલ માં જ ભાજપા ની – રેલી ને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સંબોધી રહ્યા હતા.

અમિત શાહે અપીલ કરી હતી કે આ વખતે કરહલ માં કમલ ખિલવી દો. સમગ્ર યુ.પી. માં થી સપા ના સૂપડા સાફ થઈ જશે. સપા એ હંમેશા ગુંડાઓ ને અને માફિયાઓ ને જ પ્રોત્સ ન પાહન આપ્યું છે. આજે તો પાંચ વર્ષ ના યોગીજી . ના સુચારુ શાસન બાદ તેમના દરેક ગુંડાઓ જેલ માં છે. સપા સરકાર માં આખા યુપી ઉપર તેમનો આતંક હતો. તેવા માં સપા ને હરાવવી હોય તો કરહલ માં કમલ ખિલવી દો. હવે તેમના સમગ્ર પરિવાર કરહલ માં ચૂંટણી પ્રચાર કરવા ઉતર્યો છે. અહીં સુધી કે ત્રણ વર્ષ બાદ નેતાજીને પણ પ્રચાર માં આવવું I પડ્યું છે. આ જ અખિલેશ કોરોના મહામારી ના ના સમય માં પહેલા યુ.પી.ની જનતા ને વેક્સિન ના લેવા ની સલાહ આપતા ગુમરાહ કરતા હતા. બાદ માં તેમણે પોતે જ વેક્સિન લગાવી દીધી હતી.યુ.પી.ના કરહલ માં બન્ને પ્રમુખ રાજકીય પાર્ટીઓ એ પોતાની તમામ તાકાત અને જોર લગાવી દીધું છે. જો કે સપા ની રેલી અને તે રેલી ને ત્રણ વર્ષ બાદ નેતાજી અર્થાત મુલાયમસિંહ યાદવે સંબોધી II અને સપા માટે વોટ ની અપીલ કરી, પરંતુ એક પણ વાર પોતાના સુપુત્ર (?) અખિલેશ યાદવ નું નામ પણ ના લીધું તેના ઉપર યુ.પી. ભાજપા ના a નેતાઓ વિવિધ તંજ કસી રહ્યા છે.