કેજરીવાલ ખાલિસ્તાની સમર્થક?

ભારતીય રાજકારણ માં અરવિંદ કેજરીવાલ દેશ ને ભ્રષ્ટાચાર થી મુક્ત કરવા ના સામાજીક કાર્યકર અન્ના હઝારે ના આંદોલન થી જાહેર માં આવ્યા બાદ આજ અન્ના હઝારે ના ખભે ચડી સત્તા ની ખુરસી ઉપર પહોંચી ગયા હતા. હવે તેઓ આતંકવાદ ના સમર્થક હોવાનો ગંભીર આરરેપ તેમની ઉપર કોંગી યુવરાજ રાહુલ ગાંધી તેમ જ તેમના પૂર્વ ગાઢ સાથી અને જાણિતા કવિ કુમાર વિશ્વાસે લગાવ્યો હતો.
ભારતીય રાજકારણ થી ગંદકી સાફ કરવા ના જનતા ને જણાવેલા ઈરાદા સાથે રાજકારણ માં ઉતરેલા અરવિંદ કેજરીવાલ નો ૨૦૧૨ થી ૨૦૨૨ ના એક દાયકા નો રાજકીય ઈતિહાસ જાણવો અને સમજવો ખૂબ જરુરી છે. અન્ના હઝારે ના ભ્રષ્ટાચાર વિરોધી દેશવ્યાપી આંદોલન નો લાભ ખાટવા નો વિચાર બિચારા અન્ના જેવા સમાજસેવક ને તો ના આવે પરંતુ તેમના આ આંદોલન નો પ્રમુખ ચહેરો બની ને ઉભરેલા અરવિંદ કેજરીવાલ ને આવી ગયો હતો. દિલ્હી વિધાનસભા ની ચૂંટણી માં ૨૦૧૩ માં આમ આદમી પાર્ટી – આપ નામક રાજકીય પાર્ટી ની રચના કરી રાજકીય અખાડા માં ઝંપલાવ્યું હતું. ત્યારે દિલ્હી ની ભોળી જનતા નો ભરોસો જીતવા અને અન્ના હઝારે ના આંદોલન ની ઈમેજ વટાવવા માટે સફેદ ગાંધીવાદી ટોપી, ગળા માં મફલર, શરીર ઉપર સ્વેટર પહેરી ને પોતાના પક્ષ ના ચૂંટણી ચિહ્ન ઝાડુ ને હાથ માં પકડી ને દિલ્હી ના રસ્તાઓ ની સફાઈ કરતા કેજરીવાલ નું એ સ્વરૂપ તો હવે માત્ર જૂના ફોટ ઓ માં અને સ્મૃતિપટ ઉપર જ રહી ગયા છે.

અત્યારે તો ડિઝાઈનર ચરમા, ડિઝાઈનર કપડા સાથે ના અરવિંદ કેજરીવાલ મફલર, ટોપી, હાથમાં ઝાડુ ને રસ્તા ની સફાઈ ને અન્ના હઝારે ની માફક જ ક્યાંય પાછળ છોડી ચુક્યા છે. તેમની આ છલાવી છબી થી શરુઆત માં ના માત્ર દિલ્હી માં પરંતુ દેશભર માં થી ઘણા સંન્નિષ્ઠ આગેવાનો રાજકારણ ના શુધ્ધિકરણ ના નામે આપ માં જોડાયા હતા. પરંતુ શરુઆત ના સમય માં જ કેજરીવાલ થી મોહભંગ થતા આપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. જો કે ખંધા નેતા કેજરીવાલ ને કોઈ ફેર પડ્યો ન હતો. ૨૮ મી | ડિસે. ૨૦૧૩ માં દિલ્હી ની જનતા નો વિશ્વાસ જીતી પ્રથમવાર દિલ્હી ની ગાદી સંભાળતા મુખ્ય મં રીપદ મેળવ્યું. પરંતુ અત્યંત મહત્વકાંક્ષી અરવિંદ કેજરીવાલ ને માત્ર ૪૯ દિવસ માં જ દિલ્હી નું મુખ્યમંત્રીપદ વામણું લાગવા માંડ્યું અને ૨૦૧૪ની લોકસભા ની ચૂંટણી જીતી ને ભારત ના વડાપ્રધાન બનવા ના અભરખા જાગતા, દિલ્હી ની જનતા ના વિશ્વાસ નો દ્રોહ કરી ને ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૪ એ મુખ્યમંત્રી પદે થી રાજીનામુ આપી દીધું.કમનસીબે દિલ્હી ની જનતા જેવો પ્રતિભાવ દેશ ની જનતા એ ના આપતા ખુદ કેજરીવાલ કે જેઓ વારાણસી ની બેઠક ઉપર થી ભાજપ ના તત્કાલિન વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી હારી ગયા અને આપ ની પણ લોકસભા ની ચૂંટણી માં ભૂંડી હાર થઈ.

જો કે લૌટ કે બુધ્ધ ઘર કો આયે ના ન્યાયે ફરી ૨૦૧૫ ના દિલ્હી વિધાનસભા ની ચૂંટણી માં લોકો ને મફત વિજળી-પાણી, ઘરે-ઘરે નળ થી જળ વિતરણ, વર્લ્ડ ક્લાસ શાળા-કોલેજો અને હોસ્પિટલ ના ચૂંટણી પ્રલોભનો આપી દિલ્હી ની જનતા ને કરેલા ૨૦૧૪ ના દ્રોહ ને ભૂલાવવા માં સફળ રહ્યા અને ૧૪ ફેબ્રુ.૨૦૧૫ ફરીવાર દિલ્હી ના મુખ્યમંત્રી બન્યા. ઝયાર બાદ પંજાબ,મહારાષ્ટ્ર, ગુજરાત જેવા વિવિધ રાજ્યો ની વિધાનસભા ચૂંટણીઓ માં હાથ-પગ મારવા છતા પંજાબ માં આંશિક સફળતા સિવાય બીજે ક્યાંય સફળતા ના મળી. ૨૦૧૪ ના લોકસભા ની ચૂંટણી ના બોધપાઠ પછી ૨૦૧૯ ની લોકભિા ની ચૂંટણી માં મર્યાદિત રાજ્યો માં મર્યાદિત સીટો ઉપર ચૂંટણી લડી પરંતુ ફરી એકવાર નિરાશા જ સાંપડી. જ્યારે પ્રથમવાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારે પોતાના સંતાનો ના જાહેર મંચ ઉપર સોગંધ ખાધા હતા કે ક્યારેય ભાજપ કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહી કરું, પરંતુ ભાજપા વિરધી કોંગ્રેસ ની આગેવાની હેઠળ ના મોરચા માં જોડાઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું. દિલ્હી ની જનતા ને આપેલા વચન કે સરકારી બંગલો કે ગાડી નો ઉપયોગ નહીં કરું જેવા વચનભંગ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ખાસિયત બની ચૂક્યા છે. એવા માં કોરોના મહામારી ના સમય માં પરપ્રાંતિય મજદૂરો ની કોલોનીઓ માં લાઉડસ્પિકરો દ્વારા વતન પરત ફરવા ઉશ્કેર્યા તેમ જ આપ અને કોંગ્રેસ જેવા પક્ષો એ તેમને રેલ્વે મુસાફરી ની ટિકીટ પણ વિતરણ કરી કોરોનાકાળ માં હિજરત કરવા, આ રીતે મોટા શહેરો થી ગામડાઓ સુધી મહામારી ફેલાવી. આ ઉપરાંત મહામારી ના સમય માં માત્ર કેન્દ્ર સરકાર ને બદનામ કરવા જરુરત થી વધારે ઓક્સિજન સપ્લાય માંગવા સુધી તો ઠીક છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવા માં આવેલા અને મહામારી ના સમય માં જરુરી રેમડેસ્ટિ વિર દવાઓ નો જથ્થો પણ જરુરિયાતમંદો સુધી મફત વિતરણ ના કરાતા તેના પણ કાળા બજાર કરાયા ના આરોપો લાગ્યા હતા.

દિલ્હી માં કામ કરતી આંગણવાડી ની હજારો બહેનો કેજરીવાલ ના દિલ્હી સ્થિત નિવાસસ્થાને ૧૬-૧૬ દિવસો થી ન્યાય મેળવવા ધરણા કર્યા છે ત્યારે દંભી કેજરીવાલ ગોવા અને પંજાબ ની મહિલાઓ ને માસિક ૧ હજાર રૂા. આપવા ની જાહેરાતો કરે છે. પંજાબ ને નશામુક્ત બનાવવા ની જાહેરાતો કરતા કેજરીવાલે દિલ્હી માં નવી એક્સાઈઝ પોલિસી ના નામે ૪00 નવા દારુ વેચવા ના લાયસન્સો આપ્યા છે. દિલ્હી ના ૩૨ ઝોન માં ઝોન દીઠ ર૭ લાયસન્સો આપી દારુ ની રેલમછેલ કરી દીધી છે.જો કે આ બધી વૃષ્ટતા થી પણ ગંભીર કહી શકાય તેવો આરોપ કોંગી નેતા રાહુલ ગાંધી એ લગાવતા આપ પાર્ટી ના સંબંધો આતકવાદીઓ સાથે હોવા નો કર્યો હતો. તેમણે ઝાડુ ના સૌથી મોટા નેતા (કેજરીવાલ) ના ઘરે આતંકવાદી મળશે. તેઓ પંજાબ માટે જોખમ છે તેમ જણાવ્યું હતુ. જ્યારે આ પૂર્વે આપ માં જ કેજરીવાલ ના એક સમય ના ગાઢ સાથી અને કેજરીવાલ થી મોહભંગ થયા બાદ અલગ થઈ ગયેલા કવિ કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે | કેજરીવાલ ખાલિસ્તાન સમર્થક છે. તેઓ સત્તા ની લાલચ માં કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પોતાનો અનુભવ વર્ણવતા તેમણે કહ્યું હતું કે મેં કેજરીવાલ ને કહ્યું હતું કે પંજાબ માત્ર એક રાજ્ય નથી, પરંતુ એક ભાવના પણ છે. મેં તેમને પહેલા જ કહ્યું હતું કે ભાગલાવાદી અને ખાલિસ્તાની સંગઠનો સાથે જોડાયેલા લોકો ને સાથે ના રાખો. ત્યારે કેજરીવાલે જવાબ આપ્યો હતો કે ના.ના. ભાઈ થઈ જશે. મેં તેમને કહ્યું હતું કે જે આ ભાગલાવાદી સંગઠન છે તે ખાલિસ્તાન મુવમેન્ટ સાથે જોડાયેલા લોકો છે. તેમને સાથે ના લેશો. ત્યારે તેમણે કહ્યું હતું કે ચિંતા ના કરશો. પછી એક દિવસ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તું ચિંતા ના કર. હું એક દિવસ પંજાબ નો મુખ્યમંત્રી બનીશ.

મેં તેમને કહ્યું હતું કે આ ભાગલાવાદ છે. તેમનું ૨૦૨૦ નું રેફરેન્ડમ આવી ગયું છે. આખી દુનિયા ફંડીંગ કરી રહી છે. તો તેમણે કહ્યું કે તો શું થઈ ગયું ? હું સ્વતંત્ર દેશ નો પહેલો વડાપ્રધાન બનીશ. આ વ્યક્તિ ના મગજ માં ભાગલાવાદ નું દુષણ એટલું બધું ઘુસી ગયું છે કે બસ કોઈ પણ રીતે સત્તા મળે.આમ પોતાની રાજકીય કારકિર્દી ની શરુઆત કરતી વખતે જ પોતાના બન્ને સંતાનો ના નામે સોગંદ લીધા બાદ ના પાળનાર અરવિંદ કેજરીવાલ ત્યાર બાદ તો સત્તા ની લાલસા માં અનેક વચનભંગ કરી ચૂક્યા છે. તદુપરાંત મોદી વિરોધ માં કોરનાકાળ માં કરેલા દુષ્કર્મો પણ પારાવાર વેદના પહોંચાડનાર છે, પરંતુ પંજાબ માં માત્ર સત્તા મેળવવા ભાગલાવાદીઓ નો સાથ લેવો કે માં ભારતી ના ટૂકડા કરી અલગ પ્રાંત ના પ્રથમ વડાપ્રધાન બનવા નું વિચારવું તે પણ ઘોર અપરાધ છે. આશા રાખીએ કે પંજાબ ના મતદારો આ હકીકત જાણ્યા પછી દિલ્હીવાસીઓ જેવી ભૂલ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published.