કેનેડા માં કટોકટી જાહેર

ઓટાવા થી શરુ થઈ ને હવે વિવિધ પ્રાંતો માં પણ પ્રસરેલા કોવિડ પ્રતિબ“ધો ના વિરોધ પ્રદર્શનો અને રોડ-રસ્તા અવરDધતા આંદોલન ને નાથવા માટે કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એ સોમવારે કેનેડા ના ૫૦ ઈતિહાસ માં પ્રથમવાર એવી દેશભરમાં કટોકટી લાદવાની જાહેરાત કરી હતી.કોવિડ પ્રતિબંધો ના વિરોધ ના નામે શરુ થયેલા ટ્રક ડ્રાઈવરો ના ફ્રીડમ કોન્વોય એ ઓટાવા માં પાર્લામેન્ટ બિલ્ડીંગ અને વડાપ્રધાન | નિવાસસ્થાન ને ઘેરો ઘાલ્યા બાદ અમેરિકા અને કેનેડા સરહદ ના એક પછી એક પ્રવેશ દ્વારો પણ બ્લોક કરતા આખરે કેનેડા માં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એ કટોકટી ની જાહેરાત કરી હતી. તેમણે સોમવારે જણાવ્યું હતું કે આ દેખાવો ને સમાપ્ત કરવા તેઓ ઈમર્જન્સી લાગુ કરવા જઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કાયદા ને પ્રભાવી રીતે લાગુ કરવા ની કાયદા ની પ્રવર્તમાન ક્ષમતા માટે ઘણાગંભીર પડકારો સર્જાયા છે. વડાપ્રધાન ટુડો એ ઉમેર્યું હતું કે નાકાબંધી આપણી અર્થવ્યવસ્થા ને ગંભીર નુક્સાન પહોંચાડી રહી છે. તેમ જ સાર્વજનીક સુરક્ષા ને ખતરા માં મુકી રહી છે. અમે ગેરકાયદે અને ખતરનાક ગતિવિધિઓ ને ચાલુ રાખવા ની અનુમતિ ના આપી શકીએ, અને આપીશું પણ નહીં. ઈમર્જન્સી એક્ટ લાગુ કરાયા થી પોલિસ ને એ જગ્યાઓ ઉપર વ્યવસ્થા કરવા માટે વધારે અધિકારો મળે છે, જ્યાં લોકો દ્વારા ઉગ્ર દેખાવો કરવા માં આવતા હોય અને ખતરનાક ગતિવિધિઓ જેવી કે ગેરકાયદે નાકાબંધી અમલ માં હોય.

આ અધિનિયમ રોયલ કેનેડીયન માઉન્ટેડ પોલિસ (આરસીએમપી) ને નગરપાલિકા ઉપ નિયમો અને પ્રાંતિ અપરધો ને લાગુ કરવા માં સક્ષમ રાખશે. કેનેડીયન લોકો ને સુરક્ષિત રાખવા, લોકો ની નોકરીઓ ની રક્ષા કરવા અને અમારા સંસ્થાઓ માં વિકાસ જાળવવા માટે નું આ એક જરૂરી પગલુ છે.કેનેડા માં ચાલી રહેલા ટ્રક ડ્રાઈવરો ના વિરોધ પ્રદર્શન દરમ્યિાન પાટનગરી ઓટવિા ના પાર્લામેન્ટ હિલ ની આસપાસ ના વિસ્તરો માં સેંકડો ટ્રકો એ ટ્રાન્સપોર્ટેશન અટકાવી દીધું હતું. સતત હોર્ન અને સાયરન વગાડવા ઉપરાંત રાત્રે ડીજે પાર્ટી ના ઘોઘાટ થી સ્થાનિકો કંટાળી ગયા છે. તદુપરાંત અમુક દેખાવકારો એ નેશનલ વોર મેમોરિયલ માં પેશાબ પણ કર્યો હતો. એક પ્રદર્શનકારીએ તો ટૂમ ઓફ અનનોન સોલ્જર ઉપર ઉભા રહી ને ડાન્સ પણ કર્યો હતો. આવા બધા કારણો થી અને પડતી હેરાનગતિ ના કારણે પ્રદર્શનકારીઓ ને સ્થ નિકો ની સહાનુભૂતિ નથી મળી રહી. વળી કેનેડા ના અધિકારીઓ ના જણાવ્યા પ્રમાણે આ પ્રદર્શન માટે મળેલી અડધો અડધ રકમ અમેરિકા થી આવી છે. જ્યારે કેનેડા માં ૮૦ ટકા થી અધિક લોકો નું રસીકરણ થઈ ગયું છે ત્યારે આ પ્રદર્શનકારીઓ નું વિરોધ પ્રદર્શન નું કારણ લોકો ને ગળે નથી ઉતરી રહ્યું. તદુપરાંત પ્રર્દશનકારીઓ ના અભદ્ર વર્તન ના કારણે પણ તેઓ લોકો ની સહાનુભૂતિ મેળવવા માં સફળ નથી રહ્યા. લોકો ના મતે પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન ઓછુ અને પાર્ટીઓ વધારે કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.