‘ જયરાજસિંહ ભાજપા માં ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રવક્તા, ક્ષત્રિય સમાજ ના યુવા ચહેરો અને ૩૭ વર્ષો ની સુદીર્ધ નિષ્કલંક રાજકીય કારકિર્દી ધરાવતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસ સાથે છેડો ફાડી ને ભાજપા નો કેન્દ્ર રીયો ધારણ કરી રહ્યા નું અફવાઓ નું બજાર ગરમ છે.આ અગાઉ જયરાજસિંહ સંગઠન ના મુદ્દે કોંગી નેતાઓ સામે આક્ષેપો કરી ને પણ ચર્ચા માં આવ્યા હતા. તેઓ આ અગાઉ પણ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. જયરાજસિંહ કોંગ્રેસ ના શક્તિસિંહ ગોહિલ પછી સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતા અને ગુજરાત કોંગ્રેસ નો ક્ષત્રિય યુવા ચહેરો છે. ૩૭ વર્ષ ની લાંબી કારકિર્દી માં ક્યારેય, કોઈ પણ વિવાદ માં આવ્યા વગર પુરી તાકાત થી તેઓ લોકો ના પ્રશ્નો ને ન્યાય અપાવવા હંમેશા અડીખમ ઉભા રહે છે. આવા અનુભવી અને દિગ્ગજ નેતા એ કરેલી ટ્વિટ ઉપર અફવાઓ નું બજાર ગરમ કરી દીધું હતું. જયરાજસિંહ એ ટ્વિટ કર્યું હતું કે આજે મહેસાણા માતા બહુચર ના આશિર્વાદ થી…. શરુઆત બહુચરાજી થી.. કોને ફિકર છે કે “કબીલા” નું શું થશે ? ત્યાર બાદ મહેસાણા જિલ્લા ના કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ રણુભા સહિત ૨૦૫ કોંગ્રેસી આગેવાનો એ બુધવારે ભાજપા ના મુખ્યાલય કમલમ પહોંચી ને ભાજપા ના મહામંત્રી રજની પટેલ અને ગોરધન ઝડફીયા ની આગેવાની માં ભાજપા નો કેસરીયો ધારણ કર્યો હતો.

જયરાજસિંહ અંગે એવી જાણકારી મળે છે કે આવતીકાલે તેઓ પ્રથમ કાર્યકરો જોગ પત્ર લખશે અને ત્યાર બાદ તેઓ કોંગ્રેસ માં થી રાજીનામુ આપશે. જયરાજસિંહે જણાવ્યું હતું કે ૧૪ વર્ષ ની ઉંમરે કોંગ્રેસ માં જોડયો હતો. ૩૭ વર્ષો સુધી કોંગ્રેસ ને મજબૂત કરવા અને લોકો ના પ્રશ્નો ના નિરાકરણ માટે સતત સક્રીય રહ્યો છું. કોંગ્રેસ ના હારેલા નેતાઓ કઈ રીતે જીતવું તેના પાઠ ભણાવે છે ! સત્તા માટે આઉટ સોસિંગ ને મહત્વ અપાય છે. પારકી થાળી ઉપર આધાર રખાય છે. જેના કારણે કોંગ્રેસ ને સતત નિષ્ફળતાઓ મળી રહી છે. જો કે સમય મુદે એવી માહિતી સામે આવી છે કે થોડા સમય અગાઉ જ ભાજપા ના કેન્દ્રીય મંત્રી દેવુસિંહ એ જયરાજસિંહ ના ઘરે મુલાકાત કરી હતી. બાદ માં જયરાજસિંહ ના પુત્ર હર્ષાદિત્યસિંહ સાથે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ના ફોટ ઓ પણ સામે આવ્યા હતા.ત્યાર બાદ ગત સપ્તાહે તેઓ એક સામાજીક સમારોહ માં ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની પણ મુલાકાત કરી હતી. જયરાજસિંહ ની ઘણા વખત થી કોંગ્રેસ માં અવગણના થતી હોવા ની લાગણી તેઓ દર્શાવી ચૂક્યા છે. ભાજપા ના કેન્દ્રીય નેતાઓ ના સંપર્કમાં આવ્યા બાદ તેઓ ભાજપા માં જોડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.