ડિસ્કો કિંગ ની ચિર વિદાય

બોલિવુડ ની મ્યુઝિક ઈન્ડસ્ટ્રી ને ઉપરા-ઉપરી ઝટકા વાગી રહ્યા છે. સ્વર કિન્નરી અને ભારત રત્ન લતા મંગેશકર ના નિધન ના ૧૦ દિવસ માં ડિસ્કો કિંગ બપ્પી લાહિરી નું પણ ૬૯ વર્ષ ની વયે દુઃખદ નિધન થયું છે. ભારત માં પોપ સંગીત ને લાવવા નું શ્રેય તેમને અપાય છે તેવા સુવિખ્યાત બપ્પીદા હવે આપણી વચ્ચે નથી રહ્યા.બપ્પી લાહિરી નું સાચું નામ આલોકેશ લાહિરી હતું. જો કે તેઓ બપ્પી લાહિરી અને બપ્પીદા તરીકે જ સુવિખ્યાત હતા. સંગીત ઈન્ડસ્ટ્રી ના ડિસ્કો કિંગ ની નાદુરસ્ત તબિયત ના પગલે છેલ્લા એક માસ થી હોસ્પિટલ માં સારવાર ચાલતી હતી.

જો કે તેમની તબિયત માં સુધારા ના પગલે તેમને સોમવારે જ હોસ્પિટલ માં થી રજા અપાઈ હતી. જો કે મંગળવારે ફરી તબિયત બગડતા ડોક્ટર ને ઘરે બોલાવવા માં આવ્યા હતા. તેમના માં કોરોના ના લક્ષણ જણાતા તેમને હોસ્પિટલ માં દાખલ કરાયા હતા. જો કે રાત્રે ૧૧.૩૦ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પીદા નું મૃત્યુ ઓસ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયા ના કારણે થયું હતું. તેમના મૃત્યુ સમયે તેમના પત્ની, પુત્ર તથા પરિવાર ના અન્ય સ્વજનો હાજર હતા. જો કે તેમના અવસાન સમયે તેમનો પુત્ર બપ્યા અમેરિકા હોવા થી તેમની અંતિમ યાત્રા બીજા દિવસે સાંજે નીકળી હતી. મુંબઈ ના પવનહસ સ્મશાનગૃહ માં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. બપ્પીદા ને ૧૯૭૫ માં ફિલ્મ ‘ઝબ્બી થી સંગીતકાર તરીકે ની ઓળખ મળી હતી. સંગીત ની દુનિયા માં ડિસ્કો કિંગ તરીકે પોતાના અલગ જ અવાજ અને સંગીત માટે જાણિતા થયા હતા. સંગીત ઉપરા‘ત બપ્પીદા ને સોનાના દાગીના પહેરવા નો બહુ શોખ હતો.

આ શોખ માટે ની પ્રેરણા તેમને રોકસ્ટાર એલ્વિસ પ્રેસલી થી મળી હતી. તેમના આ શોખ ના કારણે હવાઈ સફર દરમિયાન તેમનું અડધો કલાક ચેકીંગ થતુ હતું. બપ્પીદા એ તેની ૪૮ વર્ષ ની સંગીત ની સફર માં ૫૦૦ થી અધિક ફિલ્મો માં સંગીત પીરસ્યુ હતું અને ૫000 થી વધુ ગીતો કમ્પોઝ હતા. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, પંજાબી, ભોજપુરી, બંગમળી, આસામી, તમિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજી સંગીત માં પણ યોગદાન આપ્યું હતુ. બપ્પીદા તેમના સંગીતકાર પિતા સાથે લતાજી,એ ઘણા ગીતો ગાયા હોવા થી બાળપણ માં લતાજી ના – ખોળા માં રમી I ને મોટા થયા મી હતા. તેઓ લતાદીદી ને મા અને લિજેન્ડરી સિંગર કિશોરકુમાર ને મામા કહેતા હતા.તેમણે કમ્પોઝ કરેલા ૫000 ગીતોમાં ઘણા ચાર્ટ બર્સટર્સ સોંગ્સનો સમાવેશ થાય છે.

જો કે બપ્પીદા પોતે ફિલ્મ નમકહલાલ ના ગીત પગ ઘૂંઘરુ બાંધ’ ને પોતાનું શ્રેષ્ઠતમ સર્જન માનતા હતા. બપ્પીદા ના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને કાજોલ, તનુજા, રાકેશ રોશન, પૂન ઢિલ્લોન, પદ્મિની કોલ્હાપતુરી, સલમા આગા, સાધના સરગમ, અલકા યાજ્ઞિક, નીતિન મુકેશ, અભિજીત ભટ્ટાચાર્ય, લલિત પંડિત, વિજેયતા પંડિત, ચંકી પાંડે, સોફી ચૌધરી જેવા અનેક સેલિબ્રિટી પહોંચી હતી. જ્યારે તેમના અંતિમ સંસ્કાર માં વિદ્યા બાલન, શક્તિ કપૂર, મિકા સિંગ, શાન, અલકા યાજ્ઞિક, અભિજિત એ ઉપસ્થિત રહી ને બપ્પીદા ને આખરી વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published.