દાદીમા ના નુસખા
બપોરના ભોજન પછી આરામ અને રાત્રે જમ્યા પછી – બે કિ.મી. જેટલું ટહેલવું જોઈએ. મરચાં, મસાલા, ગરિષ્ઠ ભોજન, માછલી, દારૂ, ઈંડા વગેરે ખાવા જોઈએ નહીં.
જો અજીરણ જૂનો હોય તો ઘઉંની શ્લી, મગની દાળ, છાશ જરૂર પીઓ. ઉનાળાની ઋતુમાં હુંફાળું ગરમ પાણી પી શકો. ફ્રિઝમાં પડેલું ખાવાનું, શાક દાળ વગેરે ખાવા જોઈએ નહીં. હંમેશા તાજુ અને પૌષ્ટિક ભોજન જ કરવું જોઈએ.
મનમાં ક્રોધ, ઈર્ષ્યા, તણાવ વધુ પૈસા કમાવવાની લાલચ બિલકુલ રાખવી નહીં. દરેક કાર્યો સમજી વિચારીને ધીરજપૂર્વક કરો. મનના વિચારો નો પ્રભાવ પેટ પર પડે છે. ક્યારેય ફાસ્ટફૂડ ખાવું જોઈએ નહીં. દરરોજ શરીર પર તેલની માલિશ કરી સ્નાન કરો. મંદાગ્નિ
જઠરાગ્નિ મંદ પડી જાય તેને મંદાગ્નિ કહેવાય છે. આ રોગમાં જઠર તેમજ આંતરડાની પચાવવાની શક્તિ ઓછી થઈ જાય છે જેને કારણે ખાધેલું ભોજન જેમનું તેમ પેટમાં પડ્યું રહે છે. આમાં ભૂખ લાગતી નથી તથા પાણી પીવાની ઈચ્છા પણ થતી નથી. જેને લીધે શરીરમાં વિષ ઉત્પન્ન થવા લાગે છે. ગેસ પણ વધી જાય છે. ઘણીવાર તો મળમૂત્ર સુધ્ધાં અટકી જાય છે.
કોઈકોઈવાર પેટમાં વાયુનો ગોળો ફરવા લાગે છે. વાયુ ન નિકળે તો તે સ્થિતિમાં હૃદય પર દબાણ પડે છે તેથી હૃદયના ધબકારા વધી જાય છે. તે વખતે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી નડે છે. ગભરામણને કારણે રોગી વ્યાકુળ થઈ છટપટાય છે અને કઈ રીતે આરામ મળે તે વસ્તુ શોધે છે. રોગીને તો એવું લાગે છે કે જાણે હૃદય રોગનો હુમલો થયો હોય. હકીકતમાં અડધું પચેલું ભોજન આંતરડમાં સડવા લાગે છે જેની શુષ્કતા અને વાયુ વ્યક્તિને પરેશાન કરે છે.
કારણો – આપણે જે કંઈ ખાઈએ છીએ તે જઠરમાં જાય છે પરંતુ શોક, ક્રોધ, ચિંતા, ભય, ઈર્ષ્યા, મળમૂત્ર રોકવા, દિવસમાં વધુ સૂવું, રાત્રે મોડે સુધી જાગવું, વાસી અને ગરિષ્ઠ ભોજન કરવાથી, શરાબ, સિગરેટ વગેરે પીવાને કારણે આ રોગ થઈ જાય છે. અને આ
જ દાદી માવિકારો ભોજનને ઝેરીલો બનાવે છે. તેથી ભોજનની પ્રાકૃતિક પાચનક્રિયા મંદ પડી જાય છે.
લક્ષણો – મંદાગ્નિમાં પેટ ભારે થઈ જાય છે. વારંવાર વાયુ ઉપરની તરફ ચઢે છે. તેથી ઓડકાર આવે છે. મળમૂત્ર બરાબર થતો નથી વારંવાર સંડસ જેવું લાગે છે. તેથી ઘણીવાર શૌચ માટે જવું પડે છે. આંતરડ માં ખાલી જગ્યામાં વાયુ ના નુસખા ભરાય છે. જેને કારણે પેટમાં દુખાવો થાય છે. અને ગડગડાટ થતી રહે છે. પેટ ફૂલી જાય છે અને બેચેની વધી જાય છે. પેટ ભારે હોવાને કારણે વાયુ (ગેસ) મગજ તરફ વધે છે જેથી માથું દુખે છે. કામમાં મન ચોટતું નથી, શ્વાસ ફૂલે છે. શરીરમાં નબળાઈ આવી જાય છે. વાયુ હૃદય પર પણ દબાણ નાંખે છે એટલે હૃદય પણ જોર જોરથી ધડકવા લાગે છે. એવામાં રોગી આરામ મળે એવો પ્રયત્ન કરે છે.
નુસખા
– બે પીપળને વાટી ચૂરણબનાવો. થોડા દિવસો સુધી દરરોજ રાત્રે, ગરમ પાણી સાથે આ ચૂરણ ખાઓ.
– થોડો ફૂદીનો, અડધી ચમચી જેટલું શેકેલું જીરૂ, ૨ રત્તી હિંગ, થોડા મરી અને ચપટી મીઠું
– આ બધાને વાટી ચટણી બનાવો. આમાંથી બે ચમચી ચટણી પાણીમાં ઉકાળી કાઢાની માફક પી જાઓ.
– અડધી ચમચી કલમી શોરા, જરાક વાટેલી ફટકડી અને અડધી ચપટી નવસ પાર – ત્રણેયને ઓગાળી ઠંડુ કરી લો. પછી તેની ચાર ખોરાક બનાવી દિવસમાં ચારવાર લો.