દેશ નું સૌથી મોટુ ૨૩ હજાર કરોડ નું કૌભાંડ

ભારત દેશ ના ઈતિહાસ ની સૌથી મોટી બેંક છેતરપિંડી બહાર આવી છે. તે અગાઉ ના કુખ્યાત નિરવ મોદી ના ૧૪ હજાર કરોડ અને ભાગેડુ વિજય માલ્યા ના ૯ હજાર કરોડ ના સરવાળા જેટલી એટલે કે ૨૨૮૪૨ કરોડ રૂા.ની બેંક છેતરપિંડી પકડાઈ છે.સૂરત ના મગદલ્લા ખાતે ની એબીજી | શિપયાર્ડ લિમિટેડ સામે સીબીઆઈએ ૭ મી ફેબ્રુઆરી ૨૦૨૨ એ દાખલ કરેલા કેસ ના સંબંધે શનિવારે કંપની અને તેના ડિરેક્ટરો ના સૂરત, ભરુચ, પૂણે અને મુંબઈ સહિત ૧૩ જગ્યા એ દરોડા પાડી ને મોટી માત્રા માં અગત્ય ના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જો કે આ કેસ માં સીબીઆઈ એ એબીજી શિપયાર્ડ લિમિટેડ ના પૂર્વ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ઋષિ, કમલેશ અગ્રવાલ સહિત આઠ જણા સામે કેસ નોંધ્યો છે. જો કે આવા કેસો માં જે હંમેશા બનતું આવ્યું છે તેમ ઋષિ અગ્રવાલ આ અગાઉ જ દેશ માં થી ભાગી છૂટ્યો છે અને મળતી માહિતી અનુસાર તેનું છેલ્લું લોકેશન સિંગાપોર નું જાણવા મળ્યું હતું.૨૮ બેંકો દ્વારા નવેમ્બર ૨૦૧૯ માં સીબીઆઈ માં ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યાર બાદ સીબીઆઈ દ્વારા અર્નેસ્ટ એન્ડ યંગ કંપની પાસે આનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું. દોઢ વર્ષ સુધી ચાલેલા કંપની ના ફોરેન્સિક ઓડિટ માં ૨૨૮૪૨ કરોડ ની બેંક છેતરપિંડી પકડાઈ હતી. મળતી વિગતો અનુસાર એબીજી શિપયાર્ડ લિમિટેડ એ ૨૦૧૨ થી ૨૦૧૭ દરમ્યિાન જુદી જુદી ૨૮ બેંકો માં થી વ્યાપારના નામે ૨૨૮૪૨ કરોડ રૂા.ની લોનો લીધી.

જો કે આ પૈસા થી કંપની એ સંપત્તિઓ ખરીદી અને વિદેશ માં પણ પૈસા મોકલ્યા. જુલાઈ ૨૦૧૬ માં અમુક બેંકો એ તેની કંપની ને આપેલી લોન એનપીએ જાહેર કરી. ૮ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ ૨૮ બેંકો ના કોન્સોર્ટિયમે સીબીઆઈ માં પ્રથમવાર ફરિયાદ દાખલ કરી. ૨૮ બેંકો માં થી પણ માત્ર છ જ બેંકો ના ૧૭૭૩૪ કરોડ રૂા. છે જેમાં સર્વાધિક આઈસીઆઈસીઆઈ ના ૭૦૮૯ કરોડ, આઈડીબીઆઈ ના ૩૬૩૪ કરોડ, એસબીઆઈ ના ૨૯૨૫ કરોડ, બેંક ઓફ બરોડા ના ૧૬૧૪ કરોડ, પંજાબ નેશનલ બેંક ના ૧૨૪૪ કરોડ અને ઈન્ડિયન ઓવરરૂ ઝિ બેંક ના ૧૨૨૮ કરોડ રૂા. ની લોન છે. જો કે ઋષિ અગ્રવાલ એ “જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી’ કહેતી એલઆઈસી ને પણ બાકી નથી છોડી, એલઆઈસી ને પણ ૧૩૬ કરોડ રૂા. નો ચૂનો લગાવ્યો હતો. ૧૯૮૫ માં શરુ થયેલી એબીજી શિપયાર્ડ જહાજ બનાવવા નું અને મેઈન્ટેનન્સ નું કામ કરતી હતી. ૧૯૯૧ માં કંપની એ સારો નફો પણ રળ્યો હતો અને તેમને દેશ-વિદેશ માં થી મોટા ઓર્ડરો મળતા હતા. પરંતુ ૨૦૧૬ માં કંપની ને પપ.૭ કરો ડોલર ની ખોટ ગઈ. વ્યાપાર ઘટતા ટર્નઓવર ઘટ્યું. સામે કંપની નો ખર્ચ વધુ હોવા થી બિઝનેશ ઘટતા ખોટ વધતી ગઈ. વળી વૈશ્વિક મંદી એ આખરી ખિલો ઠોક્યો. આમ એબીજી શિપયાર્ડ લિમિટેડ માં ૨૮ બેંકો ના ૨૨૮૪૨ કરોડ રૂા. સલવાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.