બાયડન – પુતિન ફોન ડિપ્લોમસી

રશિયા યુકેન તણાવ મુદ્દે નીત નવા પ્રકરણો ઉમેરાતા જાય છે. ગત દિવસ | માં જ જર્મની અને ફ્રાન્સ ના સમાધાન માટે ના પ્રયત્નો બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ને ફોન કર્યો હતો. આ બન્ને રાષ્ટ્રપતિઓ વચ્ચે ૬૨ મિનિટ ફોન પર વાતચીત થઈ હતી.રાષ્ટ્રપતિ બાયડન અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ની ફોન મંત્રણા બિનફળદાયક રહી હતી. બન્ને વચ્ચે ની વાતચીત દરમ્યિાન અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન એ પુતિન ને યુધ્ધ મોકૂફ રાખવા અપીલ કરી હતી. સાથોસાથ રશિયા ને ચેતવણી પણ આપી હતી કે જો રશિયા યુક્રેન ઉપર હુમલો કરશે તો અમેરિકા અને તેના સાથી દેશો રશિયા ને જડબતોડ જવાબ આપશે. આ યુધ્ધ થી માનવજાત ને ઘણુ નુક્સાન થશે. આથી રશિયા એ યુધ્ધ વિષે વિચારવુ પણ જોઈએ નહીં. આ ઉપરાંત અમેરિકા એ રશિયા ને આશ્વસ્ત કરતા યુક્રેન માટે રાજદ્વારી વાતચીત માટે બાંહેધરી આપી હતી. જો કે આ વાતચીત બાદ યુ.એસ. સંરક્ષણ મંત્રાલય એ પોતા ના ૧૬૦ તાલિમાર્થી લશ્કરી અધિકારીઓ ને પાછા બોલાવા ની તૈયારી ચાલી રહી છે. રશિયા ના ટોચ ના વિદેશનીતિ સલાહકાર યુરી પુશાકોવ એ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમેરિકા એ રશિયા ના યુક્રેન ઉપર હુમલા ની તારીખ પણ જાહેર કરી દીધી હતી.

વિશ્વ ને અને મિડીયા ને અમારા | વિષે ખોટી માહિતી કેમ આપવા માં આવી રહી છે તે અમને સમજાતુ નથી. પુશાકોવ એ ઉમેર્યું હતું કે યુએસરશિયા ફોન કોલ નું આયોજન સોમવાર માટે આયોજિત હતું. જો કે અમેરિકા એ તેને શનિવારે જ કરવા વિનંતી કરી હતી. હવે બન્ને રાષ્ટ્રપતિઓ તમામ સ્તરે વાતચીત ચાલુ રાખવા સંમત થયા છે તે જ માત્ર હકારાત્મક પાસુ છે.બીજી તરફ રશિયા એ યુક્રેન ને જમીની સરહદે ત્રણેય બાજુ થી ઘેર્યા બાદ હવે કાળા સમુદ્ર માં મોટા પાયે યુધ્ધાભ્યાસ શરુ કરી દીધો છે. આ માટે રશિયા એ પોતા ના નૌકાદળ ના ૩૦ વિનાશક યુધ્ધ જહાજો ને કાળા સમુદ્ર માં ઉતારી દીધેલા છે. રશિયા એ યુક્રેન ની જમીની સરહદ ઉપર ૫૫૦ થી અધિક આર્મી ટેન્ટ પણ લગાવ્યા છે. જ્યારે અમેરિકા અને બ્રિટન બાદ જર્મની એ પણ યુક્રેન ખાતે ના પોતાના દૂતાવાસ ના અધિકારીઓ ને પાછા બોલાવવા ઉપરાંત પોતાના નાગરિકો માટે પણ ચેતવણી જાહેર કરી

Leave a Reply

Your email address will not be published.