| બાયો હાઈબ્રિડ રોબોટ સફળ
હાર્વર્ડ યુનિવર્સિટી ના પ્રો. કિટ પાર્કર અને તેમની ટીમે હ્યુમન હાર્ટ સેલ થી રોબોટીક માછલી બનાવવા ના પ્રયોગ માં સફળતા મેળવતા ઈતિહાસ રચ્યો છે. આમ કરી ને આ વૈજ્ઞાનિકો એ માનવ કોશિકા અને યંત્ર ના સમન્વય થી બાયો હાઈબ્રિડ રોબોટ નો નવો અધ્યાય શરુ કર્યો છે. જે જીવ વિજ્ઞન અને ગંભીર રોગ ના દર્દીઓ નું ભાવી બદલી નાંખશે.હાર્વર્ડ યુનિ. ના પ્રો. પાર્કર અને તેમની ટીમ એ પેપર, પ્લાસ્ટિક, જિલેટીન અને માનવીય હાર્ટ સેલ ની બે કોશિકાઓ થી માછલી ની પ્રતિકૃતિ બનાવી હતી જે પૈકી એક કોશિકાથી સ્નાયુ સંકોચન થઈ બીજી કોશિકા થી ફેલાય છે જેની મદદ થી માછલી સરળતા થી તરી શકે છે. પાણી માં મુકાયેલી આ માછલી માં કોશિકાઓ ને પોષણ મળતુ રહે તે માટે પોષક તત્વો પણ નંખાયા હતા. ત્યાર બાદ આ માછલી ને તેમણે ઈક્યુબેટર માં બંધ કરી દીધી હતી. વિજ્ઞાનીઓ નું માનવું હતું કે માછલી વધારે દિવસો સુધી તરશે કે જીવિત રહેશે નહીં. પરંતુ ત્રણ મહિનાઓ બાદ જ્યારે તેમણે ઈક્યુબેટર ખોલ્યું ત્યારે સૌ સાનંદાશ્ચર્ય ચકિત રહી ગયા. તેમણે જોયું કે માછલી સરળતા થી તરતી હતી. આ ઉપરાંત ડો.પાર્કર ના જણાવ્યા પ્રમાણે માછલી નું તરવું પણ ઘણું લયબધ્ધ દેખાઈ રહ્યું હતું. તેમના મતે આ માછલી હજુ વધારે દિવસો સુધી તરી શકવા સક્ષમ હતી.
એમઆઈટી ના એન્જિનીયર રીતુ રમન ડૉ. પાર્કર અને તેમની ટીમ ની સફળતા થી ખૂબ ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે આ પ્રયોગ બાયો હાઈબ્રિડ રોબોટ નો નવો માર્ગ ખોલી આપશે. બાયો રોબો ભવિષ્ય છએ આથી નિષ્ફળતા થી ગભરાવા ની જરુર નથી ડૉ. પાર્કર ના જણાવ્યા પ્રમાણે આ પ્રયોગ ના સફળ થવા થી એ જાણી શકાયું કે કુત્રિમ હાર્ટ ટિસ્યુ બનાવી શકાય છે. માનવ શરીર માં જન્મ સમયે હૃદય માં જેટલી સંખ્યા માં માંસપેશીઓ હોય છે તે જીવનભર એટલી જ રહે છે. કોઈ બિમારી કે હૃદયરોગ ના હુમલા બાદ હૃદય ની નબળી કે ખરાબ માંસપેશીઓ ને પૂર્વવત કરી શકાતી ન હતી. પરંતુ માછલી નું તરવું એ કોશીકાઓ નું સંકોચન અને વિસ્તરણ હતું. આમ આ પ્રયોગ થી હવે કુત્રિમ સ્ટેમ સેલ ટેકનોલોજી કુત્રિમ હાર્ટ ટિશ્ય બનાવવા માં કારગત સાબિત થઈ શકે છે. આમ ભવિષ્ય માં બાયો રોબો દ્વારા કુત્રિમ હાર્ટ ટિશ્ય દ્વારા હૃદયરોગી ની ખરાબ માંશપેશી ની જગ્યા એ નવી, સારી અને કુત્રિમ હાર્ટ ટિશ્ય જગ્યા લઈ શકે છે.