ભારતે પ્રથમ ટી-૨૦ ૬ વિકેટે જીતી
પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે સિરીઝ ટીમ ઈન્ડિયા એ ન માત્ર જીતી પરંતુ ૩-૦ ક્લિન સ્વિપ થી જીત્યા બાદ ૧૬ મી ફેબ્રુઆરી ને બુધવારે રમાયેલી પ્રથમ ટી-૨૦ માં પણ છ વિકેટ થી વિજય મેળવ્યો હતો.ટ ૧ મ ઈન્ડિયા એ ટોસ જીતી ને બોલિંગ પસંદ કરતા વિન્ડિઝ તરફ થી કિંગ અને મેયર્સ એ ઓપનિંગ ! કર્યું હતું. જો કે કિંગ અંગત ૪ રને આઉટ થતા વિન્ડિઝ ની પ્રથમ વિકેટ ૪ રને જ પડી હતી. ત્યાર બાદ મેયર્સ પણ અંગત ૩૧ રને આઉટ થતા પર રને બીજી વિકેટ પડી હતી. જો કે વેસ્ટ ઈન્ડિઝ ના નિકોલસ પૂરને અડધી સદી પૂરી કરતા શાનદાર ૬૧ રન બનાવ્યા હતા. જો કે ત્યાર બાદ કાયરન પોલાર્ડ – ૨૪ સિવાય અન્ય કોઈ ખેલાડી સારો દેખાવ ના કરી શકતા વિન્ડિઝ એ નિર્ધારીત ૨૦ ઓવરો માં ૭ વિકેટ એ ૧૫૭ રન બનવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફ થી હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈ ને ર-ર જ્યારે ભૂવી, દિપક ચાહર અને યજુવેન્દ્ર ચહલ ને ૧-૧ વિકેટો મળી હતી.ટીમ ઈન્ડિયા તરફ થી જીતવા માટે ૧૫૮ રન ના લક્ષ્યાંક નો પીછો કરતા રોહિત શર્મા અને ઈશાન કિશને ઓપનીંગ કર્યું હતું.ટીમ ઈન્ડિયા ના હિટ મેન રોહિત શર્મા એ શરુઆત થી જ વિસ્ફોટક બેટીંગ કરતા માત્ર ૧૯ બોલ માં ચાર ચોગ્ગા અને ૩ સિક્સર ની મદદ થી ૨૧૦.૫ ની એવરેજ થી ૪૦ રન બનાવી ને આઉટ થતા ટીમ ઈન્ડિયા નો સ્કોર
૬૪ રને ૧ વિકેટ થયો હતો. ત્યાર બાદ ઈશાન કિશને પણ ૩૫ રન બનવી આઉટ થતા ૯૩ રને બીજી વિકેટ પડી હતી.ત્યાર બાદ તુરત જ વિરાટ કોહલી પણ અંગત ૧૭ રને આઉટ થતા ૯૫ રન માં ફવિકેટ સ્કોર થયો હતો. ત્યાર બાદ વિકેટ કિપર ઋષભ પંત પણ ૮ રને આઉટ થતા સ્કોર ૧૧૪ રને ચાર વિકેટ થયો હતો. જો કે સૂર્યકુમાર યાદવે ૫ ચોગ્ગા અને એક વિજયી છગ્ગા સાથે ૧૮ બોલ માં અણનમ ૩૪ રન અને વેંકટેશ ઐય્યર એ પણ બે ચોગ્ગા અને એક છગ્ગા ની મદદ થી ૧૩ બોલ માં અણનમ ૨૪ રન બનાવતા ટીમ ઈન્ડિયા એ ૧૮.૫ ઓવરો માં ચાર વિકેટ એ ૧૬૨ રન બનાવી લેતા વિન્ડીઝ ને છ વિકેટ થી હરાવ્યું હતું. વિન્ડીઝ તરફ થી રોસ્ટન રોઝ-૨જ્યારે શેલ્ડન કોટ્રેલ અને ફેબિયન એલન ને ૧-૧ વિકેટો મળી હતી. આમ ટીમ ઈન્ડિયા એ ટી-૨૦ સિરીઝ ની પ્રથમ મેચ જીતી ને ૧-૦ની સરસાઈ મેળવી લીધી હતી.