યુક્રેન મામલે રશિયા-અમેરિકા માં તણાવ

રશિયા એ બે દિવસ અગાઉ તેની સેના સરહદ ઉપર થી બેરેક માં પરત ફરી રહી હોવા ની કરેલી જાહેરાત ના પગલે યુધ્ધ નો ખતરો ટળ્યો હોવાનું મનાતુ હતું. જો કે અમેરિકા અને નાટો ના દેશો આ માનવા તૈયાર ન હતા અને સરહદે કોઈ નોંધપાત્ર સૈન્ય ઘટાડો | નોંધાયો નથી તેમ જણાવ્યું હતું. હવે | રશિયા એ મોસ્કો ખાતે ની અમેરિકન એલ્ગ રેસી ના નં.૨ ડિપ્લોમેટ્સનેડિપોર્ટ કરતા અમેરિકા-યુએસ સીધા ઘર્ષણ માં આવી ગયા છે.રશિયા માં સૈન્ય સરહદ ઉપર થી પાછુ ફરવા ના દાવા ને યુક્રેન ના પ્રેસિડેન્ટ, નાટો ના રાષ્ટ્રો તેમ જ અમેરિકા શંકા ની નજરે જોતા હતા. તેઓ વાસ્તવ માં સરહદે આવી કોઈ મોટી હિલચાલ ના દેખાય ત્યાં સુધી આ દાવા ને સ્વિકારવા તૈયાર ન હતા. જો કે આ દરમિયાન અમેરિકા ની સેટેલાઈટ ડેટા ઈમેજ નો સર્વેલન્સ કરાતી એજન્સી એ રશિયન દળો ઘટવા ની જગ્યા એ સૈન્ય માં વધારો થવા ઉપરાંત તેઓ યુક્રેન સરહદ ની નજીક ધપી રહ્યા હોવાનું તથા સરહદે વિવિધ સ્થળો ઉપર લડાયક વિમાનો, ટૅકો અને તોપગોળાઓ નો સંગ્રહ કરતા હોવા નું સેટેલાઈટ ઈમેજ માં સ્પષ્ટ થયું હતું. આ ઉપરાંત બહુ જ આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે રશિયા ના ખાસ સહયોગી મનાતા પાડોશી દેશ બેલારુસ માં યુક્રેન સરહદ નજીક વહેતી નદી ઉપર એક મિલિટરી બ્રીજ નું ગુપચુપ નિર્માણ કરી દીધું છે. આ સ્થળ યુક્રેન ની સરહદ થી ચાર માઈલ કરતા પણ ઓછા અંતરે છે. આમ આ ભેદી પુલ નો ઉપયોગ કરી ને બેલારુસ માં સૈન્યાભ્યાસ ના નામે મોકલાયેલુ મોટી સંખ્યા નું રશિયન સૈન્ય આ બ્રીજ નો ઉપયોગ થકી ગણતરી ની મિનિટો માં જ યુક્રેન ની સરહદ માં દાખલ થઈ શકે છે. | વળી રશિયા ના સહયોગી દ – શ બેલારુસ ના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેકો એ અમેરિકા અને નાટો ના દેશો નું નામ લીધા વગર તેમને ધમકી આપતા કહ્યું હતું કે જો અમારા દેશ ઉપર ખતરો ઉભો થશે તો અમે એટમી હથિયારો નો ઉપયોગ કરવા અંગે જરાય સંકોચ રાખીએ. અમારી પાસે ઘણા શક્તિશાળી એટમી હથિયારો છે અને અમારી પોતાની સરહદો ને સુરક્ષિત રાખવા નું પણ જાણીએ છીએ.

જો મારા દેશ વિરુધ્ધ કોઈ મુર્ખામી કરવા માં આવી, અમારી ઉપર હુમલો થયો, તો એટમી હથિયારો નો વિકલ્પ ખુલ્લો છે. જો આમ ના થયું તો અમે પણ હથિયારો નો ઉપયોગ નહીં કરીએ. લુકાશેકો નું આ સ્ફોટક નિવેદન તેમની શુક્રવાર ની મોસ્કો યાત્રા અને મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે ની મુલાકાત અગાઉ આવ્યું છે. વાસ્તવ માં બેલારુસ પાસે ટેકનીકલ કે જાહેરરુપે કોઈ એટમી હથિયાર નથી. ૧૯૯૪ થી બેલારુસ માં સત્તા સંભાળી રહેલા લુકાશેકો આ ધમકી દ્વારા રશિયા ના એટમી હથિયારો પોતાના દેશ માં લાવવા ની ધમકી આપી રશિયા અમેરિકા તણાવ માં આગ માં ઘી હોમવા નું કામ કરી રહ્યા છે.રશિયા અમે રિકી ડિપ્લોમેટ ની વિરુધ્ધ કરેલી કાર્યવાહી નો હજુ સુધી અમેરિકા એ કોઈ પ્રત્યાઘાત આપ્યો નથી. અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ ના અહેવાલ મુજબ બાર્ટ ગોમમોસ્કો એમ્બેસી માં નં. ૨ ની પોઝીશન ઉપર હતા. આના ઉપર થી ફલીત થાય છે કે રશિયા એ સમજી-વિચારી ને લીધેલુ આ પગલું છે. કારણ કે જો રશિયા ઈચ્છે તો અમેરિકા ના મોસ્કો ખાતેના ચીફ એમ્બેસડર જોન સુલિવાન ને પણ દેશ છોડવા નું કહી શકતા હતા. પરંતુ તેમને ના જણાવી બે નંબર ની પોસ્ટ ધરાવતા અધિકારી ના દેશનિકાલ દ્વારા તેઓ અમેરિકા અને તેના મિત્ર નાટો રાષ્ટ્રો ને સ્પષ્ટ સંકેત આપવા માંગતા હતા કે તેઓ યુક્રેન મુદ્દે પશ્ચિમી રાષ્ટ્રો સામે ભિડવા તૈયાર છે અને રાજદ્વારી ને કાઢવો તે આ બાબત ની સાબિતી છે. અમેરિકા ના એક ટોચ ના અધિકારી ના જણાવ્યા પ્રમાણે રશિયા દ્વારા અમેરિકી રાજદ્વારી ને મોસ્કો છોડવા જણાવવું તે અત્યંત ભડકાઉ પગલુ છે અને અમેરિકા પણ કોઈ પણ મામલે પીછેહઠ નહીં કરે. તેમણે જણાવ્યું હતું કે આ તો સ્પષ્ટ રીતે તણાવ વધારનારુ પગલુ છે. આ રીતે ડિપ્લોમેટીક સમાધાન ના થાય. આ ઉપરાંત રશિયા ના રાષ્ટ્રપતિ ને યુક્રેન તણાવ મામલે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ સાથે ફોન ઉપર કોઈ વાતચીત કરવા ના છો તેવા સવાલ ના જવાબ માં રાષ્ટ્રપતિ પુતિને સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.આમ યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે વાતચીત કે સમાધાન ના રસ્તા બંધ થતા જાય છે અને અમેરિકી રાજદ્વારી ના દેશનિકાલ બાદ રશિયા-અમેરિકા સંબંધો વધારે વણસી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.