રવિ ટંડન નું દુઃખદ નિધન
બોલિવુડ એક્ટ્રસ રવિના ટંડન ના પિતા અને જાણિતા દિગ્દર્શક રવિ ટંડન નું ૧૧ મી ફેબ્રુઆરી એ શુક્રવારે દુઃખદ નિધન થયું હતું. તેમના નિધન ની જાણકારી રવિના એ જ સોશ્યિલ મિડીયા ના માધ્યમ થી આપી હતી. તેમની અંતિમક્રિયા ની તમામ વિધિ રવિના ટંડન એ જ પુરી કરી હતી.૧૭ મી ફેબ્રુઆરી ૧૯૩૫ ના રોજ ઉત્તરપ્રદેશ ના આગ્રા સ્થિત એક પંજાબી પરિવાર માં રવિ ટંડન નો જન્મ થયો હતો.

તેઓ ૧૯૭૦ અને ‘૮૦ના દશક ના બોલિવુડ ના દિગ્ગજ પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા. આમ તેમણે ઘણી સુપર હિટ ફિલ્મો બોલિવુડ ને આપી હતી. જેવી કે ૧૯૭૩ માં આવેલી સંજીવકુમાર, લીના ચંદાવરકર સ્ટારર અનહોની, ૧૯૭૬ માં આવેલી સંજીવકુમાર-માલા સિંહ સ્ટારર જિંદગી કેજેની રિમેક ફિલ્મ બાગબાન સુપરહીટ રહી હતી.

અમિતાભ બચ્ચન સાથે બે બ્લોક બસ્ટર ફિમ્સ મજબૂર અને ખુદ્દાર આ ઉપરાંત રિશી કપૂર સાથે પણ ખેલ ખેલ મેં, રાજેશ ખન્ના શ્રીદેવી સ્ટારર નઝરના, જુઠા કહીં કા, મુક્કદર, રાહી બદલ ગયે, જવાબ, બોન્ડ ૩૦૩, અપને રંગ હજાર જેવી ઘણી યાદગાર ફિલ્મો આપી હતી. તેમને બે સંતાન હતા. પુત્ર રાજીવ ટંડન અને પુત્રી રવિના ટંડન રવિના ટંડન એ પિતા ના દુઃખદ નિધન બાદ હૃદયસ્પર્શી પોસ્ટ માં લખ્યું હતું કે પપ્પા, તમે હંમેશા મારી સાથે જ રહેશો. હું કાયમ તમારી જેમ જ રહીશ. તમને ક્યારેય જવા નહીં દઉં, લવ યુ પપ્પા.