રશિયા – યુક્રેન યુધ્ધ ટળશે ?

રશિયા-યુક્રેન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ માં રશિયા તરફ થી પ્રથમવાર શુભ સંકેત મળ્યા છે. રશિયા ના સંરક્ષણ મંત્રાલય ના પ્રવક્તા ઈગોરકોના રોજકોવ ના જણાવ્યા પ્રમાણે યુક્રેન સરહદ નજીક ના રશિયન જીલ્લાઓ માં તહેનાત કેટલીક સૈન્ય ટુકડીઓ ને ટ્રકો અને ટ્રેનો માં તેમની બેરેક માં પરત મોકલાઈ રહ્યા છે.માં સક પહોંચેલા જર્મની ના ચાન્સેલર એલાફ શોન્ઝ સાથે ની મુલાકાત બાદ રશિયા ના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે સૈન્ય સંખ્યા ઉપર નિયંત્રણ મુદ્દે તેઓ અમેરિકા અને નાટો સાથે ચર્ચા કરવા તૈયાર છે. જર્મની ના ચાન્સ રેલર મોસ્કો પહોંચ્યા તે સાથે જ રશિયા દ્વારા યુક્રેન સરહદ ઉપર થી સૈન્ય ઘટાડવા ની જાહેરપત કરાઈ હતી. જો કે રશિયા ના સૈનિકો પાછળ હટવા ના સમાચાર અંગે યુકેન ના વિદેશમંત્રી એ કહ્યું હતું કે અમે લોકો પહેલા જોઈશું પછી વિશ્વાસ કરીશું. એક દિવસ અગાઉ જ રશિયા ની મુલાકાતે પહોંચેલા બ્રાઝિલ ના રાષ્ટ્રપતિ જેર બોલ્યોનારો મોસ્કો પહોંચ્યા હતા. જો કે આ સંકટ થી વિશ્વ માં ક્રૂડના ભાવો માં ઉછાળો આવ્યો છે. જેનો સૌથી મોટો ફાયદો સાઉદી અરેબિયા ને થયો છે.

આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી ના જણાવ્યા મુજબ વૈશ્વિક ફુડ ઉત્પદિન ક્ષમતા ના ૫૫ ટકા ઉપર રિયાધ નો કબ્બો છે. અત્યારે કૂડ ની માંગ એટલી વધી ગઈ છે કે સાઉદી તેને પૂરી નથી કરી શકતું. વધતી માંગ અને વધતા ભાવ ના કારણે સાઉદી આ વર્ષે ૩૭૫ અબજ ડોલર ની રેવન્યુ રળી શકશે. વર્ષ ૨૦૨૧ માં તેને ૨૦૦ અબજ ડોલર અને ૨૦૧૯ માં ફક્ત ૧૪૫ અબજ ડોલર રેવન્યુ થઈ હતી. ક્રૂડ ના વધતા ભાવો ના પગલે ટૂંક સમય માં ફૂડ ના બેરલ નો ભાવ ૧૦૦ ડોલર ની સપાટી ને સ્પર્શશે તેમ નિષ્ણાંતો નું માનવું છે. જો કે ફૂડ ના વધતા જતા ભાવો એ ભારત માટે પરેશાની નું કારણ બન્યું છે. એક ધારણા પ્રમાણે ૫ રાજ્યો ની ચૂંટણીઓ બાદ પેટ્રોલ-ડિઝલ ના ભાવો માં લિટરે ૧૫ રૂા. સુધી નો ભાવ વધારો થવા ની સંભાવનાઓ છે. આવા કપરા સમય માં યકેન માં ભારત ના ૨૦ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તેમને સરકારે વિદ્યાર્થીઓ અને નાગરિકો ને વતન પરત ફરવા ની સલાહ આપી દીધી છે. જો યુધ્ધ ની પરિસ્થિતિ સર્જાશે તો ભારતીયો ને સ્વદેશ પરત લાવવા માટે એરફ|ોર્સ ના સુપર હલસ તથા સી-૧૭ વિમાનો ને તૈનાત કરી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published.