‘રાહુલ બજાજ ની ચિર વિદાયા
દેશ ના જાણિતા ઉદ્યોગપતિ, પદ્મભૂષણ અને પૂર્વ રાજ્યસભા સાંસદ રાહુલ બજાજ નું ૮૩ વર્ષ ની વયે દુઃખદ નિધન થયું હતું. દેશ ના અગ્રણી બજાજ ગૃપ નું નેતૃત્વ તેમણે ૫૦ વર્ષો સુધી સંભાળી બજાજ ગૃપ ના | વિકાસ માં અમુલ્ય યોગદાન આપ્યું હતું.રાહુલ બજાજ ના દાદા જમનાલાલ બજાજ ગાંધીજી ના ચુસ્ત અન_યાયી હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામ ના “ભામાશા’ કહેવાતા હતા. આખો બજાજ પરિવાર ગાંધીવાદી રંગે રંગાયેલો હતો. ૧૯૬૫ માં બજાજ ગૃપ ની કમાન રાહુલ બજાજે સંબાળી હતી. તેમના નેતૃત્વ માં બજાજ ઓટો નું ટર્નઓવર ૭.૨ કરોડ થી વધી ને ૧૨ હજાર કરોડ સુધી પહોંચ્યું હતું અને તે દેશ ની સ્કુટર વેચાણ કરનારી નં.૧ કંપની બની ગઈ હતી. વર્ષ ૧૯૪૮ માં આયાત કરાયેલા પૂર્વાઓ માં થી એસેમ્બલ્ડ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર બનાવાયું હતું. પ્રથમ બજાજ વેસ્પા સ્કુટર ગુડગાંવ ના એક ગેરેજ શેડ માં બનાવાયું હતું. જે બાદ માં કુર્લા માં અને આખરે આકુરડી ના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ માં વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન કરાયું હતું. બજાજ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ઓછા મૂલ્ય અને ઓછી જાળવણી ના કારણે બજાજ વેસ્પા સ્કુટર ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. તેની માંગ એટલી જબરદસ્ત હતી કે ૧૯૭૦ અને ‘૮૦ ના દાયકામાં આ સ્કુટર માટે નોંધણી કરાવ્યા બાદ ૧૫ થી ૨૦ વર્ષો સુધી રાહ જોવી પડતી હતી. ઊંચી માંગ ના કારણે તે સમયગાળા માં બજાજ સ્કુટર ના બુકીંગ નંબરનું વેચાણ કરીને પણ લોકો એ લાખો રૂા.ની કમાણી કરી હતી.
તે દશકા માં બજાજ ની રેડીયો ની પંચ લાઈન દ્વી-ચક્રી વાહન માં સચોટ હતી – “હમારા બજાજ” રાહુલ બજાજ ને વર્ષ ૨૦૦૨ માં ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે અપ્રતિમ યોગદાન બદલ ભારત સરકારે પદ્મભૂષણ થી સન્માન્યા હતા. આ ઉપરાંત ફ્રાંસ એ પણ તેમના ૧ સર્વોચ્ચ નાગરિક સન્માન નાઈટ ઓફ ધ નેશનલ એવોર્ડ ઓફ ધ લીજન ઓફ ઓનર’ થી સન્માન્યા હતા. તેઓ રાજ્યસભા સાંસદ તરીકે પણ સેવા આપી ચુક્યા છે. ૨૦૦૭-૧૨ તેઓ રાજ્યસભા ના સાંસદ હતા. ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ) ના તેઓ અધ્યક્ષ હતા અને ૧૯૯૯-૨૦૦૦ એમ બે વખત અધ્યક્ષ રહી ચુક્યા હતા. ૨૦૧૭ માં તત્કાલિન રાષ્ટપતિ પ્રણવ મુખર્જી એ લાઈફટાઈમ એચિવમેન્ટ માટે સીઆઈઆઈ રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ આપ્યો હતો. રાહુલ બજાજ એ વધતી જતી ઉંમર ના પગલે ૨૦૦૫ માં દિકરા રાજીવ ને કંપની નું સુકાન સોંપવા નો પ્રારંભ કરતા બજાબ ઓટો ના મેનેજીંગ ડિરેક્ટર બનાવ્યા હતા. ત્યાર બાદ ગત વર્ષે એપ્રિલ માસ માં તેમણે બજાજ ઓટો ના ચેરમેનપદ ઉપર થી રાજીનામુ આપ્યું હતું અને કંપની ના ચેરમેન એમિરેટ્સ બન્યા હતા. તેઓ છેલ્લા કેટલાક વર્ષો થી કેન્સરગ્રસ્ત હતા. આખરે ૧૨ ફેબ્રુઆરી ને શનિવારે ૮૩ વર્ષ ની આયુ એ પૂણે ખાતે તેમનું દુઃખદ અવસાન થયું હતું.