‘સમાચારો સંક્ષિપ્ત માં

-એનડીએ સરકારમાં કામના અને વ્યક્તિની લોકોમાં એકંદરે છાપના આધારે જ પ્રધાનોની મૂલવણી થાય છે. અમુક ને પ્રમોશન મળે છે. તો અમુક નું ડિમોલેશન. આ જ રીતે એનડીએ માં કોરાણે મુકાઈ ગયેલા મા-દિકરાની જોડી અર્થાત વરુણ અને મેનકા ગાંધી માં વરુણ ગાધીનો અવારનવાર આક્રોશ વ્હાર આવતો રહે છે, પરંતુ ભાજપામાં કોઈ તેને ગણકારતુ જ નથી. તાજા મળતા સમાચારો પ્રમાણે યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક યાદીમાં પણ નામ ના આવવાથી નારાજ વરુણ ગાંધી યુ.પી. વિધાનસભાની ચૂંટણીના ગરમ વાતાવરણમાં તકનો લાભ ઉઠાવી ભાજપા છોડી શકે છે.

– આરજેડી સ્થાપક લાલુ યાદવ જેલવાસ દરમ્યિાન મહત્તમ સમય એઈમ્સ માં જ સારવાર હેઠળ હતા. પરંતુ હવે બહાર આવી જતા સ્વાથ્ય પણ ઠીક થઈ ગયું છે. હવે તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી લોકસભામાં જે પણ બોલતા રહે છે તેનો સંસદમાં પહોંચ્યા પછી હું જવાબ આપીશ. જો કે તેમણે ઉમેર્યું હતું કે અત્યારે મને કોર્ટમાંથી ચૂંટણી લડવા અંગે પરમીશન નથી પરંતુ પરવાનગી મળતા જ હું ચૂંટણી લડીને સંસદમાં પહોંચી જઈશ.

– શ્રીલંકાના વિદેશમંત્રી જી.એસ. પીરીસ ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. પાટનગરી નવી દિલ્હી પહોંચીને તેમણે તેમના સમકક્ષ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે સાઉથ બ્લોકના કમિટિ હોલમાં મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલા સાથે પણ મુલાકાત કરી હતી. આ સમયે લોકકેન્દ્રિત વિકાસ ભાગિદારી સહિત ઘણા ક્ષેત્રોમાં સંબધોને મજબૂત કરવા ઉપર ચર્ચા વિચારણા કરી હતી.

– કચ્છના જખૌ નજીકથી પાક. મરીને ૧૩ ભારતીય બોટો અને ૭૮ માછીમારોને બંધક બનાવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. પાક. મરીને છેલ્લા એક સપ્તાહમાં ૧૩ થી ૧૮ બોટોનું અપહરણ કર્યું છે જેની સાથે ૯૦ થી ૧૦૦ માછીમારોને બંધક પણ બનવ્યા હતા. આ પૈકી મોટાભાગની બોટ અને માછીમારો પોરબંદર અને ઓખાના છે.

– આખરે યુ.પી.ના ચૂંટણી જંગમાં સ.પા. નેતા અખિલેશ યાદવના ટેકામાં પ.બંગાળ ના મુખ્યમંત્રી અને ટીએમસી નેતા મમતા બેનર્જી લખનૌ પહોંચ્યા હતા. અખિલેશ નો ચૂંટણી પ્રચાર કરતા તેમણે કહ્યું હતું કે યુ.પી. માંથી યોગીને ભગાવી દો. એક ચોક્કસ સમુદાય ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે જો યોગી આવશે તો તમને ખાઈ જશે. યોગીજી ને રાજનીતિ, અર્થનીતિ કશાનું કોઈ જ્ઞાન નથી. યુ.પી.ના લોકો રાજ્યમાંથી યોગીને હટાવે અમે દેશમાંથી ભાજપાને હટાવીશું.

– પંજાબની રાજનીતિમાં રોજ કોઈને કોઈ નવા | વિવિધ રંગ નજરે પડતા રહે છે. કોંગ્રેસ દ્વારા પેટ ચોળીને શૂળ ઉભુ કરવા સમાન પંજબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નવજોત સિધ્ધ ને રાહુલ ગાંધીએ પંજાબના મુખ્યમંત્રી ના ચહેરા તરીકે ચરણજીત સિંગ ચન્નીના નામની જાહેરાત થી સિધ્ધ ભારે હતાશ થયા હતા. મળતા અહેવાલો પ્રમાણે સિધ્ધ અને આપ વચ્ચે વાતચીત ગરમ છે. આપ એ સિધ્ધનેચૂંટણી લડવાની ના પાડી છે. તેમની જગ્યાએ તેમના પત્ની નવજોત કૌરને ટિકીટ આપવાની અને ત્યારબાદ મંત્રી પણ બનાવવાની બાંહેધરી અપાઈ છે જ્યારે સિધ્ધને પાર્ટી ના ચૂંટણી પ્રચારની કમાન સોપાઈ શકે છે.

– ઈંદોરના યુવાન અમન પાંડે એ ગુગલની ૨૮૦ ભૂલો શોધીને તેનો બગ રિપોર્ટ ગુગલને મોકલ્યો હતો જેના માટે ગુગલે અમન પાંડેને ૬૫ કરોડ રૂા. ઈનામ આપ્યું હતું. ઈંદોરમાં અમન પાંડે બગ્સ મિરર નામક કંપની ચલાવે છે. અમને ભોપાલ એનઆઈટી થી બી.ટેક કર્યું છે. તેણે પોતાની કંપની બગ્સ મિરરથી ગુગલ, એપલ તથા અન્ય મલ્ટિનેશનલ કંપનીઓને તેમની સિક્યોરિટી સિસ્ટમને વધારે મજબૂત બનાવવામાં મદદ કરે છે.

– ભારતની આઈપીએલની દેખાદેખી કરીને પાકિસ્તાન પીએલએસ રમાડી રહી છે. જો કે પીએસએલની એક મેચ દરયિાન જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટની રમત માટે લાંછનરુપ ઘટના ઘટી હતી. એક મેચ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર સોહેલ તન્વીર અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બેન કટિંગ વચ્ચે કોઈ બાબતે જબરદસ્ત બોલાચાલી થઈ હતી. આ દરમ્યિાન બન્ને જણા એકબીજાને અભદ્ર ઈશારા કરતા મિડલ ફિગર બતાવતા હતા. સમગ્ર ઘટનાક્રમનો વિડીયો સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

– ગાંધીનગરના રૂપાલ ગામે જગપ્રસિધ્ધિ વરદાયિની માતાજીના મંદિરે યુ.એસ. ડોલરનો શણગાર કરાયો હતો. અમેરિકાથી માતાજીના એક ભક્ત ૧૫૦૦ ડોલર મોકલવામાં આવતા માતાજીને ડોલરનો શણગાર કરાયો હતો. જેના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. દરવર્ષે નવરાત્રિ સમયે નિકળતી રૂપાલની પલ્લી ના દર્શનનો લાભ લેવા દશેવિદેશથી હજારો દર્શનાર્થીઓ આવતા હોય છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા રૂપાલના આ વરદાયિની માતાના મંદિરને સોમનાથ અને અંબાજીની માફક વિકાસ કરવાની યોજના પેટે ૫૦ કરોડ રૂા. ફાળવ્યા હતા.

– મૂળ આફ્રિકાની બિમારી એવા લાસા ફિવરના ત્રણ કેસો બ્રિટનમાં નોંધાયા છે જે પૈકી એકનું મૃત્યુ થયું છે. યુ.કે.માં ૧૩ વર્ષ બાદ ફરી આ વાયરસની બિમારીના કેસો સામે આવ્યા છે. આ તાવ પ્રાણીઓમાંથી ઉદ્ભવેલી બિમારી છે. આફ્રિકાના અંતરિયાળ વિસ્તારમાંથી આ બિમારીની શરૂઆત થઈ હતી. મૃત્યુ પામનારા દર્દીઓમાં ઈબોલા જેવા લક્ષણોનોંધાયા હતા.

– કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા વાડ્રાના યુ.પી. અને પંજાબના ચૂંટણી પ્રચારમાં બેવડા ધોરણો સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશ વિધાનરૂભાની ચૂંટણી પ્રચારમાં લડકી હું, લડ સકતી હું નું સૂત્ર આપનાર પ્રિયંકા પોતાને યુ.પી.ની દિકરી ગણાવી મતો માંગી રહ્યા છે. જ્યારે પંજાબ યાત્રા વખતે પ્રચાર કરતા કહ્યું હતું કે પંજાબ પંજાબીઓનું છે. અહીં બહારનાઓની (કેજરવાલ) રાજનીતિ નહીં ચાલે. એ તો બહારથી આવે છે તેમને પંજાબિયત શીખવો. તેમના સૂરમાં સૂર મેળવતા કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ચરણજીતસિંગ ચન્નીએ કહ્યું હતું કે યુપીના ભૈયા, બિહારના ભૈયા કે દિલ્હીના ભૈયાઓ અહીંયા રાજ ના કરી શકે. ચન્નીના આ નિવેદન ઉપર પ્રિયંકા બન્ને હાથ ઉંચા કરી, તાલીઓ પાડીને અભિવાદન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.