સલામાના-આમિર ના સંબંધો વણસ્યા ?
બોલિવુડ ઉપર દાયકાઓ થી ખાન ત્રિપુટી નો દબદબો રહ્યો છે. રોમાન્સ ના કિંગ ગણાતા શાહરુખ ખાને મિ. પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને દબંગ સ્ટાર સલમાન ખાન નો બોલિવુડ માં દબદબો છે. તેમના ચાહકે પ્રથમવાર આ ત્રણેય ખાન ને એક સાથે આમિર ની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા માં સાથે જોવા આતુર હતા. આમિર ની ફિલ્મ માં સસ્તું અને શાહરુખ કેમિયો કરવા ના હતા.છેલ્લા ત્રણ વર્ષો થી એવું કહેવા માં આવી રહ્યું હતું કે આમિર ની આગામી ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા માં પ્રથમવાર ખાન ત્રિપુટી એક જ ફિલ્મ માં સાથે જોવા મળશે. સ્વાભાવિક છે દરેક ખાન ના વ્હોળા ફેન ફોલોઈંગ ને આ ત્રણેય ને એક જ ફિલ્મ માં જોવા ની આતુરતા હોય. પરંતુ તાજા મળતા સમાચારો મુજબ હવે ચાહકો ની આ ઈચ્છા અધુરી જ રહેશે, પૂરી નહીં થાય. હવે આ ફિલ્મ માં સલમાન જોવા નહીં મળે, હવે તે આ ફિલ્મ નો ભાગ નહીં હોય. આ ફિલ્મ ના સુટિંગ દરમિયાન તેમ જ ફિલ્મ નું હવે શુટિંગ પુરુ થઈ ગયુ છે ત્યારે પણ સલમાન ને વારંવાર તેનો કેમિયો નું શૂટિંગ માટે બોલાવવા છતા સેલુ ભાઈજાન પાસે સમય જ નથી. વાસ્તવ માં બોલિવુડ માં ચાલતી ગોસ્પિપ્સ માં એમ કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ સુલ્તાન ના શૂટિંગ સમયે સલ્લુ ભાઈજાન ને આમિર વચ્ચે થોડો ખટરાગ થઈ ગયો હતો.
તે સમયે એ જ કથાવસ્તુ ઉપર આધારીત આમિર ખાન ફિલ્મ દંગલ બનાવી રહ્યો હતો. તે સમયે આમિર સાથે ના અણબનાવ ને સલમાન ભૂલ્યો નથી. અને આખી જ તે આ ફિલ્મ ના શૂટિંગ ને ટાળી રહ્યો છે. આમિરે ફિલ્મ લાલસિંહ ચટ્ટા ની સ્ટોરી નો એક પાર્ટ સલમાન માટે ખાસ રિઝર્વ રાખ્યો હતો. જો કે સલમાન એ શૂટિંગ માટે વારંવાર વિનંતી બાદ પણ સમય ના આપતા હવે તે પાર્ટ ને જ ફિલ્મ માં થી કટ કરવા નો નિર્ણય લેવાયો છે.લાલસિંહ ચઢ્ઢા ની રિલીઝ ડેટ ૧૪ મી એપ્રિલ હતી. જો કે હાલ માં જ ફિલ્મ ના મેકર્સે સોશ્યિલ મિડીયા ઉપર જાહેરાત કરતા ફિલ્મ ને વધુ એક વાર રિલીઝ ડેટ પાછી ઠેલતા નવી રિલીઝ ડેટ ૧૧ મી ઓગષ્ટ જાહેર કરી છે. આ માટે તેમણે ટી-સિરીઝ ની આગામી ફિલ્મ પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન આદિપુરુષ” ને પોતાની ૧૧ મી ઓગષ્ટ ની રિલીઝ બદલી ને સહકાર આપવા બદલ જાહેર આભાર માન્યો હતો. આમ હવે ખાન ત્રિપુટી લાલસિંહ ચઢ્ઢા માં સાથે જોવાના ચાહકો ના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે.