સ્ટારશિપ આ વર્ષે ભ્રમણકક્ષા માં

અબજોપતિ ઉદ્યોગપતિ અને અંતરીક્ષ ક્ષેત્ર ની સ્પેસએક્સ ના માલિક એલન મસ્ક અને દક્ષિણ ટેક્સાસ ના બોકાચિકા સ્થિત સ્પેસએક્સ ની ઓફિસે થી મંગળ મિશન અંગે અગત્ય ની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે જ પૃથ્વી ની ભ્રમણકક્ષા માં ૩૯૪ ફૂટ ઉંચુ સ્ટારશિપ હશે.સ્પે એકસ ને જો કે પોતાના સુપર હેવી રોકેટ માટે રેપ્ટર-૨ એન્જિન ના નિર્માણ દરમિયાન અનેક તકલીફો નો સામનો કરવો પડ્યો હતો. વધુ ગરમી હોવા ના કારણે એન્જિન ને Bસ્ટર ચેમ્બર્સ ની અંદર સમસ્યાઓ આવી રહી હતી. જો કે હેવી રોકેટ ના નિર્માણ માં આવી રહેલી મુશ્કેલીઓ અંગે એલન મસ્ક એ જણાવ્યું હતું કે અમે હવે આ મુશ્કેલી ને હલ કરવા ની ખૂબ નજીક માં છીએ. આ એક રિયુઝેબલ નેસ્ટ જનરેશન લોન્ચ બુસ્ટર છે. જેનું નિર્માણ સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ ને ભ્રમણકક્ષા માં લઈ જવા માટે કરવા માં આવી રહ્યું છે. એલન મસ્ક એ એવી પણ આશા દર્શાવી હતી કે સ્ટારશીપ મંગળ ગ્રહ ઉપર એક આત્મનિર્ભર શહેર વસવિવા માટે સક્ષમ હશે. જો કે આવું કરવા માટે પૃથ્વી ઉપર થી લાખો ટન સામગ્રી મંગળ ઉપર લઈ જવાની જરૂર પડશે. જો કે અંતરીક્ષ ના ઈતિહાસ માં આ પ્રકાર ની સંભાવના પ્રથમ વખત જોવા મળી રહી છે.

આગામી મહિના સુધી સપ્તાહ દરમ્યિાન આશરે ૭ થી ૮ એન્જિનો નું ઉત્પાદન વધારવા ની તેમ જ વર્ષ ના અંત સુધી માં હર માસે એક નવા સ્ટારશિપ તેમ જ બુસ્ટર ના ઉત્પાદન ની આશા વ્યક્ત કરી હતી. જો કે આ પ્રકાર ની સમય મર્યાદા થી ભાવી ફ્લાઈટ્સ માટે મોટી ઉપલબ્ધિ હાંસલ થશે. જે યોજના પ્રમાણે મંગળ ઉપર આત્મનિર્ભર શહેર વસાવવા ના સ્વપ્ના ને સાકાર કરવા માટે ખૂબ જરૂરી પણ છે.જો કે પોતાની અંતરીક્ષ કંપની સ્પેરૂ એક્સ એક સાથે ઘણા મિશનો ઉપર કામ કરી રહી છે. જે પૈકી નો એક ૨૦૨૩ મા લોંચ થનારા સર્વ પ્રથમ ખાનગી મૂન મિશન નો પણ પ્રોજેક્ટ છે. આ અંગે બોલતા એલન મસ્ક એ જણાવ્યું હતું કે આ મિશન ઉપર પણ કામ ચાલુ છે અને તેમાં અમે એક ડઝન લોકો ને ચંદ્ર ની સફર કરાવવા ની પણ યોજના બનાવી છે. આમ એલન મલ્ક પોતાના મંગળ મિશન તેમ જ મૂન મિશન અંગે ખૂબ ઉત્સાહિત અને આશાવાદી છે.

Leave a Reply

Your email address will not be published.