હિજાબ : એક વિવાદ

ભારત માં કર્ણાટક ની અમુક શાળાઓ માં સ્કુલ માં છોકરીઓ દ્વારા હિજાબ પહેરી ને શાળા એ જવા ના મામલે શરુ થયેલો વિવાદ અત્યારે તો દેશભર માં ફેલાઈ ચુક્યો છે. જો કે વાસ્તવિકતા માં વિશ્વ ના ઘણા બધા દેશો ની માફક ભારત માં પણ હિજાબ અને બુરખા ને ધર્મ ની સાથે નહીં જ પરંતુ સુરક્ષા ની સાથે સાંકળી ને તે નિર્ણય થવો જોઈએ.દેશના પાંચ રાજ્યો માં વિધાન* Iભા ની ચૂંટણીઓ છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો પણ આ મામલે વ્હેતી ગંગા માં હાથ બોળવા જેવી માનસિકતાઓ સાથે રાજનેતાઓ પણ ઉતર્યા છે. દેશ ના વામપંથીઓ અને લૂટિયન્સ ગંગ આવા મુદ્દાઓ ને બિનજરુરી રીતે ઉછાળી ને ન માત્ર દેશ માં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ ની બદનામી થાય તેવા પ્રયત્નો કર્યા કરે છે. ભારત માં જાહેર સ્થળો એ હિજાબ કે બુરખો પહેરવા ઉપર પ્રતિબંધ નથી જ્યારે વિશ્વ ના ઘણા દેશો માં, અરે મુસ્લિમ દેશો માં પણ શાળા માં હિજાબ પહેરવા ઉપર પ્રતિબંધો લગાવાયેલા છે જ. સિરિયા માં સરકારે ૨૦૧૦ માં જ્યારે ઈજિપ્ત માં ૨૦૧૧ થી શાળાઓ અને યુનિ.ઓ માં ઢેરા ને ઢાંકવા ઉપર પ્રતિબંધો મુકાયેલા છે. ચીન માં ધાર્મિક ઓળખ આપતા કોઈ પણ પોષાક સાથે શાળા, કોલેજો, સરકારી કાર્યાલયો કે જાહેર સ્થળો એ પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આમાં હિજાબ, બુરખા સહિત મુસ્લિમ ભાઈઓ પહેરે છે તેવી માથે જાળીદાર ટોપી પહેરવા ઉપરાંત દાઢી રાખવા ઉપર પણ પ્રતિબંધ છે.

આઉપરાંત શ્રીલંકા માં પણ આતંકવાદી હુમલા બાદ એપ્રિલ ૨૦૨૧ થી જાહેર સ્થળો ઉપર ચહેરો ઢાંકવા કે બુરખો પહેરવા ઉપર પ્રતિબંધ છે. આ જ રીતે કેમરુન માં ૨૦૧૫ માં બે મહિલાઓ બુરખો પહેરી ને આવી અને આત્મઘાતી હુમલો કરતા બુરખા અને ચહેરો ઢાંકવા ઉપર પ્રતિબધો લગાવાયા હતા.આ યાદી માં ફાન્સ કે માં ૨૦૦૪ થી જ શાળા અને કોલેજો માં ધાર્મિક પહેરવેશઉપર પ્રતિબંધ હતો. ત્યાર બાદ પણ કેટલીક આતંકવાદી ઘટનાઓ ના પગલે ૨૦૧૧ થી જાહેર સ્થળો ઉપર મ્હોં ઢાંકવા કે હિજાબ અથવા બુરખો પહેરવા ઉપર પ્રતિબંધ મુકાયો હતો. આ બધા રાષ્ટ્રો ઉપરાંત નેધરલેન્ડ માં ૨૦૧૬ થી બુરખા અને હિજાબ ઉપર પ્રતિબંધ, સ્વિન્ઝર્લેન્ડ માં માર્ચ-૨૦૨૧ થી બુરખા અને હિજાબ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, ડેન્માર્ક માં ૨૦૧૮ થી, બેલ્જિયમ માં ૨૦૧૧ થી બુરખા અને હિજાબ ઉપર પ્રતિબંધ, રશિયા માં ૨૦૧૨-૧૭થી અને બબ્બેરિયા માં ૨૦૧૬ થી બુરખા અને હિજાબ ઉપર પ્રતિબંદો લાદ્યા હતા. ત્યારે યુ.કે. એ શાળા-કોલેજો ને પોતાના ડ્રેસકોડ રાખવા માટે છૂટ અપાયેલી હતી.ભારત માં માત્ર શાળાઓ અને કોલેજો માં ડ્રેસ કોડ નો ભંગ કરી હિજાબ ધારણ કરતી કિશોરીઓ, યુવતિઓ ને ડ્રેસકોડ નો અમલ કરવા ની સાચી સલાહ આપવા ના બદલે વામપથીઓ. વિપક્ષો અને મુસ્લિમ ધર્મગુરુઓ તેમના ધાર્મિક પોષાક પહેરવા ની આઝાદી ઉપર તરાપ ના નામે બિનજરુરી વિવાદ ખડો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.