‘હેરુ નો નેતાજી પ્રત્યે દ્વેષભાવ

ભારત ના વીર સપૂત અને જેમની રગે રગ માં દેશ ની આઝાદી માટે કંઈક કરી છૂટવા ની ધગશ, તમન્ના અને કુનેહ ભરી હતી તેવા દેશ ના લાડીલા નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જન્મ દિવસ ને હવે તો આખો દેશ પરાક્રમ દિવસ તરીકે ઉજવે છે. હેરુ-ગાંધી પરિવારે આઝાદી ના આટલા વર્ષો સુધી જે આદર-સન્માન ના નેતાજી હક્કદાર હતા તે હવે તેમને આખરે મોદી સરકારે આપ્યું છે.જો કે જવાહરલાલ નહેરુ ને સુભાષચંદ્ર બોઝ પ્રત્યે સખ્ત દ્વેષભાવ અને તેમને એક સમજી, વિચારી બનાવેલી યોજના અંતર્ગત તેમને ઠેકાણે પાડવા અનેક હથકંડા અજમામ્યા હતા. હેરુ નો આ દ્વેષભાવ આઝાદી પહેલા અને પર્તય આજીવન બરકરાર રહ્યો હતો. આથી જ આઝાદ હિન્દ ફોજ ના જવાનો ને આઝાદી પછી ના લશ્કરમાં નોકરી અપાઈ, ના તેમને સેવા બદલ કોઈ ઈનામ અકરામ અપાયા હતા. નેતાજી એ કોંગ્રેસ નું અધ્યક્ષ ૧૯૩૮ માં સંભાળ્યા બાદ ૧૯૩૯ ની ચૂંટણી માં પણ તેઓ અધ્યક્ષપદ માટે પોતાનું નામ જાહેર કર્યું હતું. જો કે પ.પૂ. ગાંધી અને હેરુ એ નેતાજી ને હરાવવા માટે તેમની સામે પોતાનો ઉમેદવાર પટ્ટાભી સીતારામૈયા ઉભો રાખ્યો હતો. જો કે કોંગ્રેસ માં આ યુવા નેતા ની લોકપ્રિયતા અને દેશભક્તિ માટે એટલો પ્રેમ અને આદર હતો કે તેઓ ગાંધી-હેરુ સમર્પિત ઉમેદવાર ને હરાવી બીજી ટર્મ માં ફરી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જો કે ત્યાર બાદ લોકશાહી માં લોકમત સામે પોતા ના હઠાગ્રહ થી વાત મંજુર કરાવતા ગાંધી-પટેલ-હેરુ ની ત્રિપુટી એ કોંગ્રેસ માં નેતાજી નું કામ કરવાનું મુશ્કેલ બનાવી દેતા આખરે નેતાજી ને રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં પરંતુ કોંગ્રેસ માં થી પણ દુર કર્યા હતા. ત્યાર બાદ નેતાજી એ ફોરવર્ડ બ્લોક ની રચના કરી.

જેનો પણ હેરુ એ ફોરવર્ડ બ્લોક માં ફાંસીવાદીઓ અને અવસરવાદીઓ હોવા નો આરોપ લગાવ્યો હતો. જવાહરલાલ હેરુ પોતાના વિરધીઓ માટે હંમેશા ફાંસીવાદી અને સાંપ્રદાયિક હોવા નો આરોપ લગાવતા હતા. જે આજે પણ હેરુ-ગાંધી પરિવારવાદીઓ ચોથી પેઢીઓ પણ આજ શબ્દપ્રયોગ વિરોધીઓ માટે કરે છે.જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ ની એક સમયે કોંગ્રેસ માં સારી મિત્રતા હતી. પરંતુ નેતાજી ની કોંગ્રેસ માં અને દેશભર માં વધતી જતી લોકપ્રિયતા થી હેરુ ને નેતાજી માં સબળ પ્રતિસ્પર્ધી દેખાવા લાગ્યા હતા. લુચ્ચા અને ચાલાક હેરુ એ તે વખતે કોંગ્રેસ માં યુવા ચહેરા તરીકે પ્રખ્યાત હતા. પરંતુ તેમના થી ઉંમર માં ૮ વર્ષ નાના, આઈસીએસ ટોપર ની સામે તેમની છબી વામણી લાગવા માંડી હતી અને તેઓ પણ બીજા વિશ્વયુદ્ધ ના સમયે અંગ્રેજો થી ૧૯૦ વર્ષ થી અધિક ની ગુલામી બાદ આઝાદી મેળવવા નો આ જ યોગ્ય સમય છે તેમ માનનારા નેતાજી ની સામે ગાંધી-નહેરુ ની સંકટ ની ઘડી માં અંગ્રેજો ને સાથ આપવા ની નીતિ મુખ્ય વિરોધી બાબત બની રહી. પોતાના લક્ષ્ય ની પ્રાપ્તિ માટે અંગ્રેજો ને હાથતાળી આપી નેતાજી ભારત છોડી ભાગી છૂટવા માં સફળ રહ્યા. તેઓ જર્મની પહોચી ને અંગ્રેજો સામે લડી રહેલા એડોલ્ફ હિટલર ને મળ્યા. જર્મની થી સબમરીન દ્વારા તેઓ જાપાન પહોચ્યા. એ સમયે બીજા વિશ્વયુદ્ધ માં જાપાની સેના લગભગ તમામ મોરચે અંગ્રેજો ની સેના ઉપર હાવી હતી. ૧૯૪૩ માં જાપાન માં નેતાજી એ આઝાદ હિંદ ફોજ ની કમાન સંભાળી હતી.૧૯૪૨ માં જ જાપાન એ દ.એશિયા માં | બ્રિટીશ સેના ને મારી હટાવતા ભારત ના પાડોશી દેશ બર્મા ઉપર કબ્બો જમાવ્યો હતો.

હવે એમ જણાતું હતું કે જાપાન ની સેના અંગ્રેજો ના શાસન હેઠળ ના ભારત ઉપર હુમલો કરી દેશે. જેને નેતાજી ની આઝાદ હિંદ ફોજ સાથ આપશે. આમ અંગ્રેજો ને ભારત માં થી મારી ભગાડી, દેશ ને આઝાદ બનાવાશે. આખા દેશ માં નેતાજી, આઝાદ હિન્દ ફોજ અને જાપાની સેના માટે સન્માન ની લાગણી હતી. જો કે આ બધી બાબત સ્વાભાવિક રીતે હેરુ ને અસહજ બનાવતી હતી. તેમનો નેતાજી પ્રત્યે દ્વેષભાવ એટલી હદે વધી ગયો હતો કે ગાંધીજી ના ચેલા અને અહિંસા ના માર્ગે ચાલવા ના સિધ્ધાંતો ને બાજુ ઉપર રાખી ને એપ્રિલ ૧૯૪૨ માં બર્મા સરહદ થી નજીક ભારત ના આસામ રાજ્ય ની મુલાકાત લઈ ને ગુવાહાટી ની જાહેર સભા માં લોકો ને જાપાની સેના અને આઝાદ હિંદ ફોજ સામે લડવા પોતે હથિયાર ઉપાડવા અને ગેરીલા યુધ્ધ લડવા માટે આહવાહન કર્યું હતું.જાપાની સેના તે સમયે અંગ્રેજો ને તમામ મોરચે હરાવતા જે રીતે જીતતી આગળ વધી રહી હતી તેના થી દેશ ની જનતા જાપાન ની સેના અને આઝાદ હિન્દ ફોજ ભારત માં થી પણ અંગ્રેજો ને ભગાડશે તેવી આશાભરી મીટ માંડી ને બેઠી હતી. સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ ની સફળતા થી નેતાજી તરફ ના હેરુ ના દ્વેષભાવના કારણ એ ઘણી વખત તેઓ માનસિક સંતુલન ગુમાવી નિવેદનો (લવારા) કરતા હતા. આવો આરોપ તત્કાલિન સમાજવાદી નેતા રામ મનોહર લોહિયા એ પોતના પુસ્તક “ભારત ના વિભાજન ના ગુન્હેગાર” ના પાના નં.૩૦ ઉપર નોંધ્યું છે કે ૧૯૪૨ માંહેરુ ની વિક્ષિપ્ત (પાગલપન ની) પ્રતિક્રિયાઓ આવી રહી હતી. તેમણે એ સાર્વજનીક ઘોષણા કરી હતી કે જાપાન નો મુકાબલો કરવા લાખો ગેરિલા યોધ્ધા તૈયાર કરવા. હેરુ ની આ પ્રતિક્રિયા અમક હદ સુધી સભાષચંદ્ર બોઝ ની તરફ ની ઈર્ષ્યા થી પ્રેરીત હતી. બોઝ ધરી રાષ્ટ્રો -જર્મની, જાપાન ના તરફી થઈ ગયા હતા.

તેઓ ઓછા માં ઓછો એવો દાવો તો કરી જ શકતા હતા કે તેઓ ભારત ના માટે એક રાષ્ટ્રીય સેના ઉભી કરી રહ્યા છે. જ્યારે હેરુ ની કલાબાજીઓ નું પરિણામ હતું બ્રિટિશ તાજ ની સેવા કરવા નું .૧૯૪૨ ના આ ભયાનક મહિનાઆ ના હેરુ ના કેવળ જાપાનીઓ ના પગ થી કચડાઈ જવા ની પરંતુ પોતાના પુરાણા પ્રતિસ્પર્ધી (સુભાષચંદ્ર બોઝ) ના હાથે પરાસ્ત થવા ના ભય થી ત્રસ્ત રહ્યા હશે.આમ જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ દેશ ની વ્હાર રહી ને ભારત ની આઝાદી ની જ્યોત પ્રજવલિત કરી આઝાદ હિંદ ફોજ ની સ્થાપના કરવા ઉપરાંત આરઝી હકુમત સ્થપી તેમ જ જર્મન અને જાપાન ની સાથે મળી ને અંગ્રેજો ના નાક માં દમ લાવી દીધો હતો ત્યારે પણ નેતાજી પ્રત્યેના દ્વેષભાવ થી પિડીત અને જેલ જવા નાં ડર થી હેરુ નેતાજી ના વિરોધ માં દેશ ની આઝાદી ના વિરોધ માં ૨૦૦ વર્ષ થી ગુલામી ની જંજીરો માં જકડી રાખનારા અંગ્રેજ શાસન ની ચાપલુસી અને તરફેણ કરવા માં નેતાજી અને તેમની આઝાદ હિંદ ફોજ સામે ગેરિલા યુધ્ધ લડવા પણ તૈયાર હતા. આજે કોંગ્રેસ ની હેરુ-ગાંધી પરિવાર ની ચોથી પેઢી પણ મોદી નો વિરોધ કરતા દેશ વિરોધી કૃત્યો કરતા અચકાતા નથી તે જ વાસ્તવિકતા છે.

Leave a Reply

Your email address will not be published.