૪૯ વર્ષ ના સાંસદ ની ૧૮ વર્ષ ની પત્ની !!

પાકિસ્તાન ની સત્તાધારી પાર્ટી તહરિક-એ-ઈન્સાફ પાકિસ્તાન ના ૪૯ વર્ષીય સાંસદ આમિર લિયાકત હુસેન ના ત્રીજા નિકાહ પાકિસ્તાન માં તેમજ દેશવિદેશ માં ચર્ચા નો વિષય બન્યા છે. તેમણે માત્ર ૧૮ વર્ષ ની સઈદા દાનિયા શાહ સાથે નિકાહ પડ્યા હતા. તેમને વડાપ્રધાન ઈમરાન ખાન નિયાઝી એ ખાસ ફોન કરી ને મુબારકબાદી પાઠવી હતી.પીટીઆઈ ના સાંસદ આમિર લિયાકત હુસેન ના નિકાહ એટલા માટે પણ ચર્ચા માં છે કે એમના બીજીવાર ની પત્ની સાથે હજુ બુધવારે જ તલાક થયા હતા અને તલાક થયા ના ૨૪ કલાક પણ પુરા થયા ન હતા અને આમિર મિયાં એ ત્રીજા નિકાહ પઢી લીધા. ૨૪ કલાક પૂરા થાય તે અગાઉ જ તેમણે શરીક એ ધ્યાત અર્થાત નવી પત્ની નો પરિચય આપી દીધો. સાસદ આમિર ના બીજી પત્ની અને પાકિસ્તાન ની અભિનેત્રી સૈયદા સુબા આમિર સાથે બુધવારે તલાક થયા અને આમિર લિયાકત હુસેન એ બુધવારે જ સઈદા દાનિયા શાહ સાથે નિકાહ પઢી લીધા. આમિર લિયાકત હુસેન ની પ્રથમ પત્ની બુશરા આમિર હતી. તેના થી આમિર મિયાં ને એક દિકરી પણ છે જેનું નામ દુઆ આમિર છે. આમ આમિર લિયાકત ની દિકરી દુઆ આમિર પોતાનું આર્ટવર્ક નું કામ કરે છે જેનું કામ ને સંલગ્ન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે.

આમિર ના ત્રીજા નિકાહ અને તેમની પુત્રી ની ઉંમર ની ત્રીજી બેગમ ને અને બન્ને વચ્ચે ના ઉંમર ના તફાવત ને કારણે પાકિસ્તાન ના અનેક લોકો સોશ્યિલ મિડીયા ઉપર વિવિધ પ્રકાર ની કોમેન્ટો અને મીમ્સ શેર કરી રહ્યા છે. જો કે આ બધા ની આમિર ને કોઈ પડી નથી. તેમણે સોશ્યિલ મિડીયા ઉપર ટ્વિટ કર્યું હતું કે વઝીર-એ-આઝમ જનાબ ઈમરાન ખાન સાહેબ એ મને ફોન કર્યો અને નિકાહ ને લઈ ને અભિનંદન આપ્યા. હું તેમનો આભારી છું. જ્યાં સુધી મારા નિકાહ થી જે લોકો ને નથી ગમ્યું તેમને હું ફક્ત એટલું કહીશ કે દુનિયા જલે તો જલે.પાકિસ્તાન ના વઝીર એ આઝમ જનાબ ઈમરાન ખાન નિયાઝી પણ ૭૦ વર્ષીય છે અને તેમણે પણ ત્રણ નિકાહ પઢ્યા છે. તેમના પ્રથમ નિહાહ બ્રિટન ના ઉદ્યોગપતિ ની દિકરી જેમિમાં ગોલ્ડસ્મિથ અને બીજીવાર ની પત્ની નું નામ રેહમ ખાન હતું. બીજી પત્ની સાથે તલાક થયા બાદ ઈમરાને બુશરા બીબી સાથે ત્રીજા | નિકાહ પઢ્યા હતા. આમિર એ પોતાની પ્રથમ પત્ની સઈદા બુશરા સાથે ૨૦૨૦ માં ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ બીજી પત્ની પાકિસ્તાન ની અભિનેત્રી સૈયદા સુબા સાથે બુધવારે તલાક થયા અને બુધવારે જ આ ૪૯ વર્ષીય આમિર લિયાકત હુસેન એ ૧૮ વર્ષીય સઈદા દાનિયા શાહ સાથે નિકાહ પઢી લીધા.

Leave a Reply

Your email address will not be published.