અનન્યા : નો શેરીંગ
હાલ માં જ રિલીઝ થયેલી ધર્મા પ્રોડક્શન્સ ની ફિલ્મ ગહેરાઈયાં માં દિપીકા પાદુકોણ, સિધ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને વૈર્ય કરવા તેમ જ નસીરુદ્દીન શાહ પણ અગત્ય ની ભૂમિકા માં છે. ફિલ્મ ના ડિરેક્ટર શકુન બત્રા છે.ફિ ૯મ ડિરેક્ટર શકુન બત્રા અને ગહેરઈયાં ની લીડ એડ્રેસ દિપીકા પાદુકોણ એ હમણાં ફિલ્મ ની સક્સેસ પાર્ટી માં આપેલા એક ઈન્ટર્વ્યૂ માં સહકલાકાર અનન્યા પાંડે વિષે ઘણી રમુજી વાતો કરી હતી. દિપીકા એ કહ્યું હતું કે અનન્યા પહેલે થી જ એવી છે. તે ક્યારેય પોતા નું ખાવાનું કોઈ ની સાથે શેર કરતી નથી. ફિલ્મ ના શૂટિંગ દરમ્યિાન સેટ ઉપર હોય કે પછી પોતે યજમાન હોય તેવી પાર્ટી માં પ્રસંગ કોઈ પણ હોય પરંતુ અનન્યા ક્યારેય પોતા નું ખાવા નું કોઈ ની સાથે શેર કરતી નથી. જો કે આ સમયે ડિરેક્ટર શકુન બત્રા એ કહ્યું હતું કે મને એક વાર અપવાદ સ્વરુપ વટાણા ના દાણા ખાવા આપ્યા હતા માત્ર બે કે ત્રણ !! ત્યારે તુરંત દિપીકા એ હસતા હસતા પલટવાર કર્યો હતો કે ચાલો, તમે નસીબદાર છો. એટલું તો મળ્યું.અમને તો એ ય નથી મળ્યું. ત્યાર બાદ દિપીકા એ એક પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે અનન્યા એ એક દિવસ અમને કહ્યું કે તેના ઘરે કીમા પાવ બની રહ્યા છે.
અમે સામે થી આમંત્રણ લેતા કહ્યું કે અમને ઈન્વાઈટ કરવા માટે આભાર.ત્યારે અનન્યા એ કહ્યું તમારે આવવું હોય તો આવી જાવ, પરંતુ તમારા બધા માટે પાંવ નથી. અમે તો એના ઘરે કીમા પાવ ખાવા પહોંચી ગયા પરંતુ અમારે અમારા કીમા પાંવ માટે ૪૦ મિનિટ ની રાહ જોવી પડી. જો કે આ દરમ્યિાન તે પોતાના કીમા પાંવ ખાતી રહી. અમને પુછ્યું પણ નહીં. આમ અનન્યા પોતાના ઘરે બોલાવી ને પણ અમારી સામે પોતાના કીમા પાંવ ખાતી રહી પરંતુ પોતાનું ખાવાનું અમારી સાથે શેર ના જ કર્યું. પછી જ્યારે ઈન્ટર્બ માં વાતચીત માં અનન્યા પણ જોડાઈ ત્યારે અનન્યા એ કહ્યું ના સાવ એવું નથી. મેં એક વખત શકુન ને મારા વટાણા ના ૨-૩ દાણા આપ્યા હતા.આમ ફિલ્મ ગહેરાઈયાં ના સક્સેસ પાર્ટી ડિરેક્ટર શકુન બત્રા એ ફિલ્મ ની સ્ટારકાસ્ટ સાથે ઉજવી હતી.