અમિતાભ અને પ્રભાસ

ડાયરેક્ટર નાગ અશ્વિન ની આગામી ફિલ્મ પ્રોજેક્ટ કે’ ની ધરખમ સ્ટારકાસ્ટ જોઈ ને જ મન માં થાય કે આ ફિલ્મ તો જોવી પડશે, બિગ બી ઉર્ફે અમિતાભ બચ્ચન અને બાહુબલી ફેમ પ્રભાસ પ્રથમવાર એક સાથે આ ફિલ્મ માં જોવા મળશે. વળી લીડ એડ્રેસ દિપીકા પાદુકોણ પણ ફિલ્મ માં જોવા મળશે.બોલિવુડ ની | આ બિગ બજેટ મુવી પ્રોજેક્ટ કે નું શુટિંગ નું પ્રથમ શિડ્યુલ તો ગત સપ્ટ-બર માં શૂટ થઈ ગયું. જેમાં હૈદરાબાદ માં પ્રભાસ અને દિપીકા ના સિકવન્સ શૂટ થયા હતા. આ એક બહુભાષી સાયન્સ ફિક્શન ફિલ્મ છે. હાલમાં આ ફિલ્મ ના શૂટિંગ માં બિગ બી પણ જોડાયા હતા. બિગ બી સોશ્યિલ મિડીયા ઉપર ખૂબ એક્ટિવ છે. શૂટિંગ ના પ્રથમ દિવસ નો પ્રભાસ સાથે નો પોતાનો અનુભવ પોતાના ચાહકો સાથે શેર કરતા અમિતાભે લખ્યું હતું કે પહેલો દિવસ, પહેલો શોટ, પહેલી ફિલ્મ બાહુબલી પ્રભાસ ની સાથે. તેની આભા, તેની પ્રતિભા અને તેની નમ્રતા એક સાથે હોવી એ ખૂબ સન્માન ની વાત છે.

તે શીખવા માટે આત્મસાત કરવો જરૂરી છે. આ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન પ્રભાસ બિગ બી ની આગવી મહેમાનનવાજી કરી રહ્યો છે. આ વિષે અલગ પોસ્ટ માં બિગ બી એ લખ્યું હતું કે બાહુબલી પ્રભાસ તમારી દરિયાદીલી માપી શકાય તેમ નથી. તમે મારા માટે ઘરે બનવેલું ભોજન મોકલો છો. જે ખરેખર ખૂબ સ્વાદિષ્ટ છે. તેની માત્રા એટલી બધી છે કે ‘ એક પૂરી આર્મી પેટ ભરી ને જમી લે. તમારી મોકલેલી સ્પેશ્યિલ કુકીઝ…. એકદમ સરસ છે. તમારા કોમ્પિલમર્સ ડાયજેસ્ટેબલ નથી.જો કે બાહુબલી પ્રભાસે પણ અમિતાભ નો દિવાર ફિલ્મ નો એક થ્રોબેક ફોટો શેર કરી ને લખ્યું હતું કે આ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા બરાબર છે. ફિલ્મ નો પ્રથમ શોટ લિજેન્ડરી અમિતાભ બચ્ચન સાથે. આમ અમિતાભ અને પ્રભાસ બન્ને તેમની પ્રથમ ફિલ્મ ના પ્રથમ દિવસ ના શૂટિંગ પછી એકબીજા ની ખુલી ને પ્રશંસા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.