અમેરિકા, યુ.કે. અને જર્મની એ લાધા પ્રતિબંધો

મંગળવારે રશિયન સંરૂ દે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ને દેશ જ્હાર સૈન્ય ના ઉપયોગ ની મંજુરી આપ્યા બાદ રશિયન આર્મી ની લગભગ ૧૦૦ ટ્રકો યુક્રેન સરહદ તરફ રવાના થઈ ગઈ છે. જ્યારે સરહદે પહેલે થી હાજર ૧.૯૫ લાખ સૈન્ય ને સરહદ તરફ આગેકૂચ કરવા ના હુકમો અપાઈ ગયા નું મનાય છે. રશિયા એ યુક્રેન ખાતે ના તમામ રાજદ્વારીઓ ને પરત ફરવા જણાવી દીધું હતું.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ રશિયા-યુક્રેન વચ્ચે તંગદિલી ના પગલે રાષ્ટ્ર ને સંબોધન કર્યું હતું. તેમણે મોસ્કો દ્વારા યુકેન ના અલગાવવાદીઓના આધિપત્ય હેઠળના બે પ્રાંતો ને અલગ દેશ ની માન્યતા આપી સૈન્ય મોકલવા ના પગલા ની આકરી ટીકા કરતા પ્રતિબંધો લાદ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન એ રશિયા ની બે આર્થિક સંસ્થાઓ ઉપર પ્રતિબંધો લગાવવા ની ઘોષણા કરી હતી. પોતાની પ્રથમ તબક્કા ની કાર્યવાહી માં રશિયન સ્ટેટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મિલિટરી બેંક ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે બુધવાર થી લાગુ થતા પ્રતિબંધો લાદ્યા બાદ રશિયા પશ્ચિમી દેશો સાથે વ્યાપાર નહીં કરી શકે. અમેરિકા એ રશિયા ની હરકત ને ઈન્ટરનેશનલ લો વિરુધ્ધ નો પડકાર ગણાવી હતી. અમેરિકા ની પહેલા યુ.કે. ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને રશિયા ની પાંચ મોટી બેંકો ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે જર્મની ના ચાન્સેલર ઓલાફ શોલ્ટે રશિયા સાથે ની જર્મની ની મહત્વ ની નાર્ડ સ્ટ્રીમ-૧ ગેસ પાઈપલાઈન પરિયોજના ને રદ કરી દીધી હતી.

રશિયા આ પરિયોજના દ્વારા જર્મની ને તેનો ઓઈલ-ગેસ સપ્લાય બમણો કરવા ની યોજના ધરાવતું હતું.રશિયા ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે પત્રકારો સાથે જ વાતચીત માં યુકેન પાસે યુધ્ધ ટાળવા નો સૌથી સારો | વિકલ્પ એ લાગ્યો છે કે તે નાટો ના સભ્ય બનવા નો પ્રયત્ન ના કરે. અને આ અંગે નાવિચાર ને સંપૂર્ણપણે છોડી ને તથા તમામ હથિયારો ને છોડી ને સંપૂર્ણપણે હથિયારમુકત થઈ જાય. નાટો દેશો ના વિદેશી હથિયારો થી સજ્જ યુક્રેન રશિયા માટે જોખમી છે અને તે રશિયા વિરોધી પ્રવૃત્તિ છે. આ ઉપરાંત મિસ્ક સમજૂતી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે હવે આ સમજૂતી નો કોઈ અર્થ નથી રહ્યો કારણ કે આ સમજૂતી નો ભંગ યુક્રેન ઘણા વખત અગાઉ જ કરી સમજૂતી તોડી ચુક્યુ છે. પુતિને એવી પણ શરત મૂકી હતી કે યુકેન એ ક્રિમિયા ને રશિયા ના ભાગ તરીકે માન્ય તાા આ વી જો ઈ ઓ .યુક્રેન માં સૈન્ય ની તૈનાતી જમીન ઉપર ની પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. જો યુક્રેન નાટો માં સામેલ ના થવા ઉપર વિચારણા નથી કરતું તો પછી અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે.

Leave a Reply

Your email address will not be published.