આઈપીએલ સિઝન ૧૫

ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ બાદ ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ ટી-૨૦ અને ૨ ટેસ્ટ રમવા નું છે. ૨૪ ફેબ્રુ થી શરુ થતી પ્રથમ ટી-૨૦ થી શ્રીલંકા સામે ની સિરીઝ શરુ થશે અને ૧૨ થી ૧૬ માર્ચે રમાનારી બીજી ટેસ્ટ સાથે સિરીઝ પુરી થશે. ત્યાર બાદ એપ્રિલ માસ થી આઈપીએલ ૨૦૨૨ ની ૧૫ મી સિઝન શરુ થશે.અ | વખતે પ્રથમવાર આઈપીએલ માં ૧૦ ટીમો ટકરાશે. ૮ જૂની ટીમો ઉપરાંત લખનૌ અને અમદાવાદ ની ટીમો ઉમેરાતા આ સિરીઝ વધારે રોચક બનશે. આ અગાઉ કોરોના મહામારી ના પગલે ૧૩ મી સિઝન તો આખી અને ૧૪ મી સિઝન ની પણ અંતિમ મેચો વિદેશો માં રમાયા બાદ આ વખતે આખી સિઝન ભારત માં જ રમાશે. જો કે બીરૂ સિઆઈ એ હજુ સત્તાવાર રીતે આઈપીએલ ૧૫ મી સિઝન નું શિડ્યુઅલ જાહેર નથી કર્યું પરંતુ મળતી માહિતી પ્રમાણે આ વખતે આઈપીએલ ની મેચો તકેદારી ના પગલારૂપે માત્ર ત્રણ જ શહેરો માં રમાશે જેથી ક્રિકેટરો ને વધારે પ્રવાસ ના કરવો પડે કે જેનાથી સંક્રમણ ની શક્યતા ને પણ મહદઅંશે ટાળી શકાય. મળતી માહિતી મુજબ આ વર્ષે આઈપીએલ ની મેચો મુંબઈ, પુણે અને અમદાવાદ ખાતે રમાશે.મોટાભાગે આ પૈકી ની પ૫ મેચો મુંબઈ માં, ૧૫ મેચો પૂણે માં અને અમદાવાદ ખાતે ૪ મેચો આયોજીત કરાશે. આઈપીએલ ની તમામ ૧૦ ટીમો શરુઆત ની ચાર મેચો મુંબઈ ના જ વાનખેડે અને ડીવાય પાટીલ સ્ટેડિયમ માં રમાશે. જ્યારે પૂણે ની ૧૫ મેચો મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના સ્ટેડિયમ માં રમાશે. જ્યારે ધારણા મુજબ સેમી ફાયનલ્સ અને ફાયનલ મેચ વિશ્વ ના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદ ના મોટેરા ખાતે ના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. બીસીસીઆઈ ની રનીંગ કાઉન્સિલ ની આ સપ્તાહે મળનારી બેઠક માં આ અંગે ની સત્તાવાર જાહેરાત કરી દેવાશે. આઈપીએલ-૧૫ ની સિઝન થી ટીમ ઈન્ડિયા ના પૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર નવી ભૂમિકા માં જોવા મળશે. અગરકર દિલ્હી કેપિટલ ના આસિ. કોચ તરીકે પૂર્વ આસિ.કોચ મોહમ્મદ કૈફ ની જગ્યા એ નિયુક્ત થયા છે. દિલ્હી કેપિટલ્સ ના હેડ કોચ રિકી પોન્ટીંગ છે. જ્યારે કપ્તાન ઋષભ પંત છે. આ ઉપરાંત દિલ્હી કેપિટલ તરફ થી પ્રથમવાર આઈપીએલ માં અંડર ૧૯ વિશ્વકપ વિજેતા ટીમ ના કપ્તાન યશ ધુલ પણ જોવા મળશે. હાલ માં રણજી ટ્રોફી માં પણ બન્ને ઈનિંગ્સ માં સદી ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published.