એનએસએ ના પૂર્વ સીઈઓ ને ત્યાં દરોડા
ભારત ના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ નેશનલ સ્ટોક એક્સચેંજ એનએસઈ ના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણા ના મુંબઈ સ્થિત ઘર ઉપર ઈન્કમટેક્ષ ના દરોડા પડ્યા છે. ગુરુવારે વ્હેલી સવારે ચિત્રા રામકૃષ્ણ અને તેમના સહયોગી આનંદ સુબ્રમણ્યમ ને ત્યાં પણ દરોડા પડાયા હતા.એનએસઈ ના પૂર્વ સીઈઓ ચિત્રા રામકૃષ્ણ એપ્રિલ ૨૦૧૩ થી ડિસે.૨૦૧૬ સુધી એમ.ડી. અને સી.ઈ.ઓ. ના પદ ઉપર કાર્યરત હતા. આ અગાઉ ૧૧ મી ફેબ્રુઆરી એ સેબી એ ચિત્રા રામકૃષ્ણ ઉપર માર્કેટ રેગ્યુલેટરી એક્સચેંજ ની ગોપનીય માહિતી કોઈ અજ્ઞાત વ્યક્તિ સાથે જાહેર કરવા બદલ ચિત્રા રામકૃષ્ણ ઉપર ૩ કરોડ રૂા.નો દંડ લગાવ્યો હતો. ચિત્રા રામકૃષ્ણ હિમાલય ના અદેશ્ય યોગી કે જેમને તે પોતાના આદ્યાત્મ ગુરુ ગણાવે છે તેમની સલાહ પ્રમાણે નિર્ણયો લેતી હતી. તેમની સલાહ ઉપર જ ચિત્રા એ આનંદ સુબ્રમણ્યમ ને એક્સચેંજ ના ગૃપ ઓપરેટીંગ ઓફિસર તેમ જ એમ.ડી. અને સી.ઈ.ઓ. ના સલાહકાર બનાવ્યા હતા. આ ઉપરાંત આનંદ રામકૃષ્ણ ના પત્ની સુનિતા આનંદ તે એનએસઈ સાઉથ નાવડા બનાવવા માં આવ્યા હતા. ચિત્રા રામકૃષ્ણ નું દિલ્હી માં મજબૂત કનેક્શન હતું. તેને દિલ્હી માં કોઈ પણ હિલચાલ ની ત્વરીત માહિતી મળી જતી હતી.
આ જ કારણ થી લોકો તેની સામે ની ફરિયાદો ઉપર મૌન સેવતા હતા. વ્હાર થી ખૂબજ સરળ અને કોમળ દેખાતા ચિત્રા વાસ્તવ માં ખૂબ જ સ્માર્ટ અને પ્રોફેશનલ હતા. એનએસઈ માં ચિત્રા, આનંદ અને સુનિતા પોતાનું કામ ખૂબ જ પ્રોફેશ્નલ રીતે ચલાવતા હતા. આથી જ સેબી ને એ બાબત નો કોઈ ખ્યાલ જ નહોતો અને લગભગ સાડત્રણ વર્ષો સુધી આ ત્રણેય જણા ની ત્રિપુટી દેશ ના ૮ કરોડ રોકાણકારો ની ભાવન ઓ અને પૈસા સાથે રમત રમતા રહ્યા. ૧૨ સપ્ટે. ૨૦૧૮ ના પોતાના એક નિવેદન માં ચિત્રા રામકૃષ્ણ એ કબુલાત કરી હતી કે તે હિમાલય માં રહેતા અજ્ઞાત યોગી ને છેલ્લા ૨૨ વર્ષો થી ઓળખતા હતા. આવકવેરા અધિકારીઓ ના જણાવ્યા પ્રમાણે આ દરોડાઓ ની કાર્યવાહી નો હેતુ કરચોરી અને નાણાંકીય અનિયમિતતા ના આરોપો ને ધ્યાન માં રાખી ને તપાસ કરવા અને પુરવા એકત્રિત કરવા નો હતો. મુંબઈ ઉપરમંત ચેન્નાઈ માં પણ રામકૃષ્ણ ના ઘરે દરોડા પાડવા માં આવ્યા હતા અને મુંબઈ તેમ જ ચેન્નાઈ થી કેટલાક અગત્ય ના દસ્તાવેજો જપ્ત કરાયા હતા. ચિત્રા ના જણાવ્યા પ્રમાણે યોગી આદ્યાત્મિક શકિત છે અને વર્ષોથી તેમના વ્યક્તિગત અને પ્રોફેશ્નલ મામલાઓ માં માર્ગદર્શન આપે છે. આ યોગી તેમની ઈચ્છા મુજબ ક્યાંય પણ પ્રગટ થઈ શકે છે.